સંજોગ (ભાગ-12)

{"uid":"9626A6D4-19B4-4748-BAFB-0A93BD893811_1606109111133","source":"other","origin":"gallery"}
0 96

સંજોગ

દેવેન્દ્ર પ્રસાદની અમદાવાદની કંપની તો જમીનદોસ્ત થઈ ગઈ હતી. તેમનો દિલ્હીનો કોન્ટ્રાક્ટ પણ રોશને કેન્સલ કરાવી દીધો હતો.

ભાગ-૧૨

ક્રિષ્ના વહેલી સવારે ઉઠીને તૈયાર થતી હતી. આજે તેને દેવેન્દ્ર પ્રસાદને મળવાં જવાનું હતું. દેવેન્દ્ર પ્રસાદને દિલ્હીવાળો કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો. આથી તેઓ ગુસ્સામાં હશે. એ વાત નક્કી હતી. એમાંય તેમની અમદાવાદની કંપની પણ હાથમાંથી નીકળી ગઈ. એ વાત સાંભળતાં જ તેઓ સીધાં ક્રિષ્નાને કોલ કરવાનાં હતાં. એ વાત પણ નક્કી હતી.

ક્રિષ્ના તૈયાર થઈને ગાર્ડનમાં બેઠી. ગોપી આઠ વાગતાં જ કોફી લઈને ગાર્ડનમાં ગઈ. ગોપીએ કોફીનો મગ ક્રિષ્નાને આપ્યો, ને ચાનો કપ લઈને પોતે ક્રિષ્નાની સામેની ખુરશીમાં બેઠી.

“તો આજ તું દેવેન્દ્ર પ્રસાદને મળવાં જવાની છે??” ગોપીએ ચાનો‌ એક ઘૂંટ ગળા નીચે ઉતારીને પૂછ્યું.

“હાં, એ ખુદ અત્યારે મને મળવાં તત્પર થતો હશે.” ક્રિષ્નાએ કોફીના મગ સામે એકીટશે જોતાં કહ્યું.

ક્રિષ્ના દેવેન્દ્ર પ્રસાદને મળવાં જાય. એવું ગોપી ઈચ્છતી ન હતી. પણ ક્રિષ્ના કોઈથી રોકાય એમ ન હતી. એ વાત પણ ગોપી જાણતી હતી. ગોપી ચાનો કપ ખાલી કરીને, અંદ જઈને કામ કરવાં લાગી.

ક્રિષ્નાને કોફી બહું પસંદ હતી. છતાંય આજે ક્રિષ્નાએ હજું સુધી કોફીનો મગ ખાલી કર્યો ન હતો. ક્રિષ્ના વિચાર કરતી કરતી ક્યારની એક એક ઘૂંટ કોફી પીતી હતી.

છેલ્લા એક કલાકથી ક્રિષ્ના ગાર્ડનમાં જ બેઠી હતી. બરાબર નવ વાગ્યે ક્રિષ્નાના મોબાઈલમાં એક મેસેજની નોટિફિકેશન આવી. મેસેજ દેવેન્દ્ર પ્રસાદનો હતો. તેમણે ક્રિષ્નાને મળવાં બોલાવી હતી. ક્રિષ્નાનુ અનુમાન સાચું ઠર્યું હતું.

ક્રિષ્ના દેવેન્દ્ર પ્રસાદને જગ્યાનું એડ્રેસ સેન્ડ કરીને, કોફીનો મગ બહાર જ ટેબલ પર મૂકીને, કારની ચાવી લઈને, મોબાઈલ પોતાનાં જીન્સના પોકેટમાં નાંખી, દેવેન્દ્ર પ્રસાદને મળવાં નીકળી પડી.

એક કલાક સતત કાર ચલાવ્યાં પછી ક્રિષ્નાએ એક કંપની સામે કાર ઉભી રાખી. કંપની સાવ જર્જરિત હાલતમાં હતી. એક સમયે અમદાવાદમાં આ કંપનીનું બહું મોટું નામ હતું. એ કંપની આજે કેટલાંય વર્ષોથી બંધ હાલતમાં પડી હતી. તેનો માલિક પણ ઘણાં સમયથી ગાયબ હતો.

ક્રિષ્નાને કંપની કોની છે, એ હજું સુધી ખબર ન હતી. ક્રિષ્ના પાસે જે માહિતી હતી. એ બધી શિવમે તેને આપી હતી.

ક્રિષ્ના કારમાંથી ઉતરીને દેવેન્દ્ર પ્રસાદની રાહ જોવા લાગી. પાંચેક મિનિટ જેવો સમય થતાં દેવેન્દ્ર પ્રસાદ પોતાની કાર લઈને આવ્યાં. કારનો દરવાજો ખુલતાં જ બ્લેક સુટમા સજ્જ દેવેન્દ્ર પ્રસાદ બહાર નીકળ્યાં.

દેવેન્દ્ર પ્રસાદની અડધી સંપત્તિ છીનવાઈ ગઈ હતી. છતાં પણ તેમનો રૂઆબ ઓછો થયો ન હતો. આજે પણ તેમની આંખોમાં ગુસ્સો એમ જ અકબંધ હતો. જે ક્રિષ્નાને ક્યારે બાળીને ભસ્મીભૂત કરી દે. તેનું નક્કી ન હતું.

ક્રિષ્ના દેવેન્દ્ર પ્રસાદના એ ગુસ્સાથી ડરતી ન હતી. તે પણ મન મક્કમ કરીને દેવેન્દ્ર પ્રસાદ સામે અદબથી ઉભી રહી ગઈ.

“મારી પીઠ પાછળ મારી જ પ્રોપર્ટી વેરવિખેર કરી નાંખી. મને પાયમાલ કરવાનો પ્લાન સારો હતો.” દેવેન્દ્ર પ્રસાદ ક્રિષ્ના સામે કરડાકી ભરી નજરથી જોઈને બોલ્યો.

“તમે અત્યાર સુધી બધાંની કંપની છીનવી લીધી. તો ક્યારેક તમારો સમય પણ આવે ને!!”

દેવેન્દ્ર પ્રસાદ ક્રિષ્નાની વાત સાંભળીને જોરજોરથી હસવા લાગ્યો. તેની એ હસી પાછળનું કારણ ક્રિષ્ના નાં સમજી શકી.

“પાગલ તો નથી થઈ ગયાં ને?? કંપની છીનવાઈ ગઈ, એનાં લીધે.” ક્રિષ્નાએ સ્માઈલ કરીને દેવેન્દ્ર પ્રસાદને પૂછ્યું.

“પાગલ તો તું બની ગઈ છે. તને એમ છે, કે તે મારી પાસેથી બધું છીનવી લીધું. પણ હકીકતથી તો‌ તું પણ‌ બેખબર છે.”

“મને અવળે રસ્તે ચડાવીને તમે તમારું કામ કરવાં માંગો છો. પણ હવે એ શક્ય નથી. તમારાં વિશે હું બધું જાણી ગઈ છું. તમારી પાસે માત્ર એક અઠવાડિયાનો સમય છે. આ કંપની ફરી પહેલાં જેવી ધમધમતી કરી દો. આ કંપનીનો માલિક ક્યાં છે. એ જાણકારી આપી દો. નહીંતર….”

“નહીંતર શું કરી લઈશ તું?? તું કાંઈ નહીં કરી શકે.” દેવેન્દ્ર પ્રસાદ હસતાં હસતાં બોલ્યાં.

“કરવાં માટે તો હું ઘણું બધું કરી શકું છું. લીલાબેનને તો તમે ઓળખતાં જ હશો.!?”‌ ક્રિષ્ના દેવેન્દ્ર પ્રસાદના કાન પાસે જઈને લીલાબેનનુ નામ બોલી.

લીલાબેનનુ નામ સાંભળતાં જ દેવેન્દ્ર પ્રસાદ ઢીલાં પડી ગયાં. તેમનાં કપાળે પરસેવો વળી ગયો. અંગારા ઝરતી આંખો એકદમ શાંત બની ગઈ.

“એ લીલાબેન હવે અમારી તરફ થઈ ગયાં છે. તેમનાં એક જ વારથી તમારૂં જીવન તાર તાર થઈ જાશે. તો હું જે કહું છું. એમ જ કરો.” ક્રિષ્ના દેવેન્દ્ર પ્રસાદને રીતસરની ધમકી આપી રહી હતી.

લીલાબેન કોણ હતાં. એ વાત તો ક્રિષ્ના પણ જાણતી ન હતી. તેને શિવમે જેમ કહેવા કહ્યું હતું. એમ જ ક્રિષ્ના દેવેન્દ્ર પ્રસાદને કહી રહી હતી. શિવમે આખી બાજી પડદાં પાછળ રહીને સંભાળી હતી. જે વાતથી દેવેન્દ્ર પ્રસાદ પણ અજાણ હતાં.

રોશન દેવેન્દ્ર પ્રસાદના રૂમમાં જઈને ક્રિષ્ના જે જર્જરિત કંપનીમાં દેવેન્દ્ર પ્રસાદને મળવાં ગઈ હતી. એ કંપનીનાં માલિક અંગેની માહિતી શોધતો હતો. પણ દેવેન્દ્ર પ્રસાદ બહું ચાલાક વ્યક્તિ હતાં.

રોશને એક કલાક રૂમમાં શોધખોળ કરી. પણ તેનાં હાથમાં કંઈ નાં લાગ્યું. હવે તો‌ દેવેન્દ્ર પ્રસાદ જ બધાની છેલ્લી ઉમ્મીદ હતાં.

રોશન રૂમની બધી વસ્તુઓ હતી એમ જ મૂકીને, પોતાનાં રૂમમાં જતો રહ્યો. પોતાને કાંઈ મળ્યું નથી, એવો એક મેસેજ તેણે શિવમના મોબાઈલ પર મોકલી દીધો.

શિવમ પણ મેસેજ વાંચીને નિરાશ થઈ ગયો. દેવેન્દ્ર પ્રસાદ એક કદમ આગળ ચાલવાવાળા માણસ હતાં. માત્ર લીલાબેન તેમને રોકવા માટે કાફી ન હતાં. શિવમે બીજો પ્લાન અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી દીધી.

દેવેન્દ્ર પ્રસાદ માત્ર ક્રિષ્નાની વાતથી માની જાય. એ શક્ય ન હતું. એટલે શિવમે લીલાબેન સાથે જ વાત કરવાનું નક્કી કરી લીધું. પણ લીલાબેન ક્યારેય એક જગ્યાએ નાં રહેતાં. એટલે તેમને શોધવાં થોડું અઘરું કામ હતું. છતાંય દેવેન્દ્ર પ્રસાદ પર દબાણ બનાવી રાખવા શિવમ માટે એ કરવું જરૂરી હતું.

શિવમ લીલાબેનની જાણકારી મેળવવા નીકળી પડ્યો. પોતે ક્યાં જાશે, શું કરશે, એ વાતની તો તેને ખુદને ખબર ન હતી. છતાંય લીલાબેનને શોધવાં પોતે ગમે તે કરી છૂટશે. એવો મક્કમ નિર્ધાર શિવમ કરી બેઠો હતો.

ક્રિષ્ના દેવેન્દ્ર પ્રસાદને મળીને ઘરે પહોંચી ગઈ હતી. ક્રિષ્નાને સહી સલામત જોઈને ગોપીના મનને શાંતિ થઈ. ગોપીએ તરત જ ક્રિષ્નાના પપ્પાને જાણ કરી દીધી, કે ક્રિષ્ના ઘરે આવી ગઈ છે.

ક્રિષ્ના કોઈને પણ કાંઈ પણ જણાવ્યાં વગર જ બધું કરી રહી હતી. તેણે ગોપી અને પોતાનાં મમ્મી-પપ્પાને આ બધી વાતોથી દૂર જ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગોપીને ભવિષ્યમાં કોઈ નુકશાન નાં થાય, ને એ શંકાસ્પદ વ્યક્તિઓથી બચીને રહે. એ માટે તેણે ગોપીને બધી હકીકત જણાવી જરૂર હતી. પણ તેણે પોતાનાં બધાં પ્લાનથી ગોપીને દૂર જ રાખી હતી.

ક્રિષ્ના ફ્રેશ થવા માટે પોતાનાં રૂમમાં જતી રહી. ગોપી કિચનમાં જઈને રસોઈ બનાવવા લાગી. ગોપીનું મન શિવમ અને ક્રિષ્નામા જ અટકેલું હતું. ગોપીએ શિવમને કોલ કર્યો. પણ શિવમે કોલ રિસીવ નાં કર્યો. થોડીવાર થતાં જ પોતે કોઈ કામમાં વ્યસ્ત છે. એવો મેસેજ શિવમે ગોપીને મોકલી દીધો.

(ક્રમશઃ)

Leave A Reply

Your email address will not be published.