કોફી થી ચા સુધીની સફર (ભાગ-1)

નમસ્કાર મિત્રો, મજામાં ને બધા…???? ન હો મજામાં તો થઈ જજો, કારણકે હું એક નવી રોમાંચક સફર લઈને આવી રહી છું તો તમે બધા જ લોકો મારી સાથે મારી આ સફરમાં જોડાઈને સફરની ખૂબ ખૂબ મજા માણો એવી ઈચ્છા છે.

(મિત્રો આ વાર્તા એક સત્યઘટના ઉપર આધારિત છે, આ વાર્તામાં જે પાત્રો છે એમના નામ બદલાવેલ છે.)

ચાહત એક મુસ્લિમ પરિવારની સૌથી મોટી દીકરી છે. પરિવારમાં ચાહતની બંને બહેનો, એક ભાઈ અને એના મમ્મી રહે છે. ચાહતના પપ્પા થોડા વર્ષો પહેલા જ અલ્લાહને પ્યારા થઈ ગયા હતા. ત્યારથી ચાહત અને એના મમ્મીની માથે ઘરની તમામ જવાબદારી છે. ચાહત ઉંમરમાં નાની છે પણ પરિવારમાં સૌથી મોટી હોવાથી અમુક જવાબદારી નિભાવવી પડે છે આથી, એ ભણવાની સાથે સાથે ટ્યુશન ક્લાસીસમાં જોબ પણ કરતી રહે છે આથી મમ્મીની મદદ થઈ શકે અને નાના ભાઈ બહેનોને સરખી રીતે ભણાવી શકાય.

નોકરી અને ભણવાનું કરતા – કરતા ચાહત જોત – જોતામાં તે ઓગણીસ વર્ષની થઈ ગઈ અને કોલેજમાં આવી ગઈ. મોટા ભાગના મુસ્લિમ પરિવારમાં ઓગણીસ – વીસ વર્ષ તો દીકરીના લગ્ન લઈ લેવામાં આવે છે. ચાહતના ઘરે પણ ચાહતના લગ્નને લઈને વાતો થવા લાગી.

એવામાં એક દિવસ ચાહતને ચાહતને એની બહેનપણીની સગાઈમાં જવાનું થયું. સગાઈમાં ચાહતે જોયું કે, ચાહતની બહેનપણી આ સગાઈથી અને એના મંગેતર ખૂબ ખુશ હતી. આ જોઈને ચાહતે પણ અલ્લાહને દુઆ કરી. હે! અલ્લાહ મને પણ ખૂબ પ્રેમ કરે,મારી સંભાળ રાખે અને હું જેની સાથે દુઃખ વહેંચીને હળવું મન કરી શકું એવો છોકરો મળે. અને સગાઈમાં આવ્યા બાદ થોડા દિવસો જ થયા હશે ને ચાહત એની રોજિંદી જિંદગીમાં પોરવાય જાય છે. એવામાં જ એક દિવસ ચાહતને કોઈક અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે.

તો કોણ હશે જેણે ચાહતને મેસેજ કર્યો…??? શું ચાહત એને મેસેજનો જવાબ આપશે.. ???? કોઈ ઓળખીતું જ હશે કે કોઈ અજાણ્યું હશે ..??? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો અને આનંદ માણતા રહો અને તંદુરસ્ત રહો.

(ક્રમશઃ)

Leave a Reply