જીન – પ્રેમ નો સોદો ( ભાગ – 3 )

ભાગ -3 જીન ના સોદા નો ખુલાશો !

અહિવ ટ્રેકિંગ માટે ઘરે થી નીકળી ચૂક્યો હતો ને એનો પીછો કરતા હતા કાળા જીન ના કાળા વાદળો ! આ જોઈને રામભાઈ અને લીલાબેન ડરી જાય છે. પેલી બુઢિયા કંઇક તો જાણતી હતી કાળા જીન વિશે એટલે રામભાઈ તેને રોકી લે છે. “કાળો જીન કેમ મારા દીકરા અહિવ નો પીછો કરી રહ્યો છે ? શું જોઈએ છે એને મારા દીકરા પાસે થી ? “ પેલી બુઢિયા રામભાઈ ના પ્રશ્નો સાંભળીને પોતાના ગળા માં પહેરેલા લોકિટ ને ઉપર તરફ કરીને બોલે છે “ કાળો જીન નો છાયો છે તારા દીકરા અહિવ ઉપર. “ બસ આટલું કહીને જ બુઢિયા ચૂપ થઈ જાય છે. આ સાંભળી ને રામભાઈ નો ડર થોડો વધી જાય છે એટલે એ પૂછી જ લે છે કે “ કઈ વાત નો સોદો ? મારા દીકરા અહિવ ને આ સોદા થી શું લેવા દેવા છે ? , કોને કર્યો મારા દીકરા અહિવ નો સોદો ?“ ત્યારે પેલી બુઢિયા આકાશ માં જોઈને ફરીવાર લોકિટ ને હાથ માં લે છે.

થોડો સમય જંતર મંતર મનમાં કર્યા પછી બોલે છે “ આ વાત છે આજથી 7000 વર્ષ પહેલા ના એક સોદા ની !” આટલું બોલતાં જ રામભાઈ વચ્ચે કૂદી પડ્યા “ 7000 વર્ષ પહેલાંની ? કોને કર્યો સોદો , અને એ સોદા થી મારા દીકરા અહિવ નો શું નાતો છે ?” ત્યારે પેલી બુઢિયા થોડા સમય સુધી તો રામભાઈ ની સામે જ જોઈ રહે છે ને પછી બોલે છે. “આ તારા એક પૂર્વજ ની ભૂલ છે , જેને અમીરી ની લાલચ માં આવી ને એક એવો સોદો કરી નાખ્યો છે , જે આજે 7000 વર્ષ પછી પણ તારા પરિવાર માટે શ્રાપ સામાન છે.“ આટલું સાંભળી ને તો લીલાબેન ના હોશ ઊડી જાય છે “ મા તમે બચાવી લો મારા અહિવ ને ! તમે કહેશો એ કરવા માટે હું તૈયાર છું બસ મારા અહિવ ને તમે બચાવી લો ! “ આટલું બોલીને તો લીલાબેન ના નોધારા આંસુ તૂટી પડે છે.

રામભાઈ ની બેચેની પણ હવે વધી રહી હતી! ને એક બાજુ એનો ડર પણ વધી રહ્યો હતો કે કાળો જીન પોતાના એક ના એક દીકરા અહિવ પાછળ કેમ પડ્યો છે ? “આ સોદો કોને કર્યો? અને અહિવ નું આ સોદા થી શું લેવા દેવા છે ? કાળો જીન અહિવ ની પાછળ જ કેમ પડ્યો છે ? “ ત્યારે પેલી બુઢિયા થોડી લીન થઈને વિચારે છે ! “તું અને તારો પરિવાર જે અમીરી ની મજા માણી રહ્યા છો એ આજથી 7000 વર્ષ પહેલા કાળા જીન સાથે કરેલા સોદા નું પરિણામ છે. તારો પરિવાર નો એક પૂર્વજ બલરાજ અમીરી ની લાલસા માં એટલો ડૂબી ગયો હતો કે એને અમીર બનવા માટે કાળા જીન નો સહારો લીધો ! અમીર બનવાની લાલસા માં એ કાળા જીન પાસે એવો સોદો કરી બેઠો કે જેની ભરપાઈ આજે તારા દીકરા અહિવ ને કરવી પડી રહી છે. કાળા જીન નો સોદો હતો કે તારા પરિવાર માં ભવિષ્ય માં જે પણ બાળક પુરણમાસી અમાવસ ના દિવસે જન્મ થશે અને એના 21 મા જન્મદિવસ ઉપર ચંદ્રગ્રહણ થશે ! એ દિવસે હું મારો સોદો પૂરો કરીને એને હંમેશા માટે લઈ જઈશ અને મને કોઈ રોકી નઈ શકે. ત્યારે બલરાજ એ કઈ પણ વિચાર્યા વગર જીન નો સોદો માની લીધો હતો. ને આ એનું જ પરિણામ છે કે આજે અહિવ નું જીવન મુસીબત માં છે. કાળો જીન હવે ગમે ત્યારે આવશે અને અહિવ ને લઇ જશે ! કેમકે બલરાજ એ કરેલો સોદો હવે અહિવ એ જ પૂરો કરવો પડશે! અહિવ ની જિંદગી હવે ખતરા માં છે.” રામભાઈ અને લીલાબેન નો જીવ હવે પાતળો થવા લાગ્યો હતો. પોતાના દીકરા અહિવ ની જિંદગી હવે ખતરા માં હતી એ જાણી ને શિવરાજ અને લીલાબેન પૂરી રીતે તૂટી ગયા હતા.

બીજી તરફ અહિવ પોતાની ટ્રેકિંગ કરવા માટે બહુ જ ઉત્સુક હતો! પોતાનો ઉત્સાહ ક્યારે દર્દ માં બદલાઈ જશે એની ભનક પણ ન હતી! અહિવ ની જિંદગી 7000 વર્ષ પહેલા બલરાજ એ કરેલી એક ભૂલ ના લીધે આજે અહિવ નું જીવન ખતરા માં આવી ગયું હતું ! અહિવ એ જીલ ની નજીક હતો જ્યાં આ કાળો જીન રહેતો હતો ! અહિવ જીલ ની પાસે આવેલા પહાડ ઉપર ટ્રેકિંગ કરવા માટે ખૂબ જ આતુર હતો ! અહિવ પહાડ ની ટોચ ની ઉપર નજર નાખે છે અને મને મન માં બોલી ઉઠે છે “ પહાડ ખૂબ જ ઊંચો છે , અહી મને ટ્રેકિંગ કરવાની ખૂબ જ મજા આવશે ! અહિવ મનમાં મુસ્કુરાઈ રહ્યો હતો કેમકે આ તેનો પહેલો અનુભવ હતો!

બીજી તરફ રામભાઈ અને લીલાબેન જીન ના સોફા વિશે જાણીને ખૂબ જ ગભરાઈ ગયા હતા. પેલી બુઢિયા પાસે બંને મદદ માટે આજીજી કરી રહ્યા હતા ! પણ શું ખબર બુઢિયા કાળા જીન સામે લડી શકશે કે નહીં ? ઘણા બધા પ્રશ્નો રામભાઈ અને લીલાબેન ના મનમાં દોડી રહ્યા હતા પણ એક પણ પ્રશ્ન નો જવાબ બંને માંથી કોઈ પાસે હતો નઈ ! રામભાઈ ખૂબ નીડરતા થી પેલી બુઢિયા ને પૂછી લે છે “ શું હું કરી શકું કાળા જીન સાથે સોદો ?” રામભાઈ ના મનમાં શું ચાલી રહ્યું હતું એ લીલાબેન પણ ન જાણતા હતા. “ ગમે તે કરો અહિવ ના પપ્પા પણ આપડા અહિવ ને આ મુસીબત માંથી બચાવી લો!” પછી પેલી બુઢિયા બોલી ઊઠે છે કે “ તારા અહિવ ને બચાવવા માટે તારે કાળા જીન સાથે સોદો કરવો પડશે. બોલ તૈયાર છે કાળા જીન સાથે સોદો કરવા માટે ?” ત્યારે રામભાઈ કશુજ વિચાર્યા વગર જ હા પાડી દે છે. “ તો ચાલ હવે કાળા જીન ની જીલ પાસે ! અને ત્યાં જઈને તું. એને બોલાવ પછી એની સાથે સોદો કરી દે! તારા દીકરા અહિવ ની જાન બચી જશે!” રામભાઈ તૈયાર થઈ જાય છે ત્યાં જવા માટે જ્યાં આ કાળો જીન રહેતો હતો.

પણ શું રામભાઈ આ કાળા જીન સાથે સોદો કરી શકશે ? અહિવ નું જીવન બચાવી શકશે રામભાઈ ? જીન રામભાઈ સાથે શું સોદો કરશે ?

Leave a Reply