નફરત થી પ્રેમ સુધી (ભાગ-1)

 “ચાલ બેટા ઉઠી જા, આજે કોલેજ નો પહેલો દિવસ છે, કોલેજ જવાનુ મોડું થશે.” બહાર થી આવેલા અવાજથી કોલેજ જવાની ખુશી માં કૃતિ ઝડપથી ઉઠી ગઈ.આજે કોલેજ માટે કૃતિ નો પહેલો દિવસ હોવાથી તે ખુબ જ ખુશ હતી. તે ઝડપથી તૈયાર થઈને નાસ્તો કરવા આવી પહોંચી. મમ્મી પપ્પા ના આશીર્વાદ લઈને કૃતિ નાસ્તો કરવા બેઠી.            

નાસ્તો પૂરો જ કર્યો ત્યાં ફોન રણકી ઉઠ્યો, કૃતિ એ જોયું તો એની ફ્રેન્ડ રીતુ નો ફોન હતો. કૃતિ અને રીતુ નાનપણ ના મિત્રો.હંમેશા સાથે રહે. સુખ હોય કે દુઃખ હંમેશા એકબીજાનો સાથ આપે.અને ભણવામાં પણ બંને હોશિયાર અને એમાં પણ કૃતિ તો કલાસ ની ટોપર.જેવો ફોન ઉઠાવ્યો સામેથી એટલા જ ઉત્સાહ સાથે આવાજ આવ્યો, “અરે હજી કેટલી વાર કરીશ, આજે તો કોલેજ નો પહેલો દિવસ છે, આજે તો જલ્દી કર.”          “હા બસ આવી.” કહીને કૃતિ તેનું બેગ લઈને કોલેજ જવા નીકળી.         

થોડીવાર બહાર ઉભી ત્યાં જ રીતુ પહોંચી અને કીધું “અરે કૃતિ જલ્દી ચાલ, આજે મોડું નથી પહોંચવું, આજે તો સૌથી પહેલા પહોંચવું છે.”કૃતિ હસીને એની સાથે કોલેજ જવા નીકળી. બંને કોલેજ પહોંચ્યા. જોયું તો બધા પણ એમની જેમ એટલા જ ઉત્સાહી હતા કોલેજ ના પહેલા દિવસ ના લીધે.            

તેઓ બંને કોલેજ માં પ્રવેશ્યા. કોલેજ નું વાતાવરણ ખુબ જ મસ્ત હતું. ચારેય તરફ બસ હરિયાળી જ હરિયાળી. કૃતિ પ્રકૃતિ પ્રેમી હોવાથી તેને આ બધું ઘણું વધારે ગમ્યું. તે આ બધું જોઈને ખુબ જ ખુશ થઇ. તેને લાગ્યું કે હવે કોલેજ માં મજા આવશે.            

બંને જતા જ હોય છે ત્યાં તેમને ઝગડા નો અવાજ આવ્યો. બંને તે તરફ જવા લાગ્યા. તે ઝગડામાં હતો કોલેજનો ડોન સમીર. તે દેખાવ માં પણ કોલેજ ના બીજા છોકરાઓ કરતા વધારે સારો હતો. તેથી છોકરીઓને ગમવામાં તેનો પ્રથમ નંબર હતો. પણ તેના આ ડોન જેવા સ્વભાવ ને લીધે કોઈ એને વધારે પસંદ નહોતું કરતુ.          

સમીર કોલેજ ના દ્વિતીય વર્ષ માં હોવાથી કૃતિ અને રીતુ માટે સિનિયર હતો. પણ કૃતિને એવી કાંઈ ખબર નહોતી. રીતુ સમીર ને ઓળખતી હતી. કારણ કે રીતુ નો ભાઈ  રોનક તે કોલેજ માં ત્રીજા વર્ષ માં હતો ત્યારે સમીર નું તે કોલેજ માં પ્રથમ વર્ષ હતું.તેથી રોનક સમીર ને સારી રીતે જાણતો હતો અને રીતુ ને પણ એ જ કોલેજ માં જવાનુ હોવાથી રોનકે રીતુ ને સમીર વિશે જણાવી ને એનાથી દૂર રહેવા કહ્યું હતું.            

કૃતિને આ બધું પસંદ નહોતું. તેથી તે સમીર ને કહેવા જતી હતી ત્યાં જ રીતુ એ તેને અટકાવી અને કહ્યું, “આ સમીર છે, કોલેજ નો ડોન. તેને કાંઈ ના કહી શકાય. તે બહુ જ ખરાબ છે……….” આમ સમીર વિશે કહીને રીતુ એ તેને બોલતા અટકાવી.            

ત્યારે કૃતિ એ કહ્યું, “તે જે હોય તે, એ કોલેજ માં છે એના ઘરમાં નહિ અને તને તો ખબર છે મને આ બધું પસંદ નથી તો હું એને કહીને જ રહીશ અને મને કોઈ ફરક પડતો નથી કે એ કોણ છે. જો એ પ્રિન્સિપાલ નો છોકરો હોત તો પણ હું એને કહી દેત. ”         

 “પાછુ ચાલ્યું કર્યું તે તારું. આ કોલેજ છે જેને જે કરવું હોય તે. આપણે આપણા કામ થી કામ રાખીએ. કૃપા કરીને અહીંથી ચાલ.” કહીને રીતુ કૃતિનો હાથ પકડીને તેમના કલાસરૂમ તરફ જવા લાગી. કૃતિએ કહ્યું, “અત્યારે તો આવું છું તારી સાથે, પણ હવે પછી આવું થયું તો એને હું બોલીને જ રહીશ.”  બંને કલાસરૂમ માં પહોંચ્યા. બધા પોતાની મસ્તી માં વ્યસ્ત હતા. દરેક વખત ની જેમ આજે પણ કૃતિ અને રીતુ પ્રથમ બેન્ચ પર જ બેઠા અને પછી પોતાની વાતો માં વ્યસ્ત થઇ ગયા.         

Leave a Reply