નફરત થી પ્રેમ સુધી (ભાગ-3)

સમીર તો ત્યાંથી બોલીને જતો રહ્યો, પણ કૃતિ માટે ચિંતા મુકતો ગયો. કૃતિ એ આવું વિચાર્યું જ નહોતું કે સમીર તેને આમ બોલીને જશે. તે વિચારમાં ને વિચારમાં પોતાના ક્લાસ તરફ જવા લાગી.        

કલાસ માં રીતુ એ પૂછ્યું  કેન્ટીન માં શુ થયું, કૃતિ કાંઈ પણ બોલ્યા વગર બેસી રહી.          

કોલેજ નો દિવસ પૂરો કરી રીતુ અને કૃતિ ઘરે જવા નીકળ્યા. ત્યાં કોલેજ ની બહાર જ સમીર તેના મિત્રો સાથે ઉભો હતો. કૃતિ એ એની સામે જોયું અને સમીર પણ એની સામે જ જોતો હતો. કૃતિ મોઢું ફેરવીને ચાલવા લાગી.       

આજે પણ ઘરે પહોંચતા કૃતિ ના મમ્મી ના પહેલા ના પ્રશ્નો ચાલુ થયાં અને આજે પણ તે કાંઈ બોલ્યા વગર પોતાના રૂમ માં જતી રહી.        

તેના મમ્મી એ તેને જમવા બોલાવી પણ તે ન આવી. આથી તેના મમ્મી તેના રૂમ માં ગયા અને જોયું તે સૂતી હતી. તે કાંઈ પણ બોલ્યા વગર જતા રહ્યા.        

કૃતિ તો સુઈ ગઈ, પણ સમીર એના રૂમ માં કાંઈ વિચારતો બેસી રહ્યો. એને ખબર નહિ શુ થતું કે કોઈક વાર એ વિચારતો કે એની સાથે આવું કેમ થાય છે તો કોઈક વાર એને ગુસ્સો આવતો કૃતિ પર.        

 કૃતિ જયારે ઉઠી ત્યારે એના મન માં બસ એક જ વિચાર હતો કે સમીરે એને આવું કેમ કહ્યું અને પરિણામ ખરાબ આવશે એટલે તે શુ કરવાનો હતો. કૃતિને ક્યાય મન નહિ લાગતું. તે બસ પોતાના વિચારો માં જ રહેતી.        

Amazon Advertisement

આ પ્રોડક્ટ માત્ર 199₹ ખરીદવા અહીંયા ક્લિક કરો..

તેના મમ્મી પણ એના આવા વ્યવહારથી હેરાન થઇ ગયા હતા. તેમણે રીતુ ને ફોન કરવાનું વિચાર્યું. તેમણે રીતુ ને ફોન કર્યો, “રીતુ આ કૃતિ ને શુ થયું છે? કોલેજ માં કાંઈ થયું છે કે જ્યારથી કોલેજથી આવે છે બસ પોતાના વિચારોમા ખોવાયેલી રહે છે. ”         

રીતુ વિચારવા લાગી કે શુ કહેવું. પછી તેણે કહ્યું કે “કોલેજ નું પ્રથમ વર્ષ છે તો આ બધું નવું હોવાથી કદાચ આવું થતું હશે. ”       

પછી કોઈ પણ રીતે રીતુએ ફોન બંધ કરાવ્યો. કૃતિ ના મમ્મી ને પણ આ વાત સાચી લાગી અને તે તેમના કામ માં વ્યસ્ત થઇ ગયા.        

બીજા દિવસે કોલેજ માં ફરીથી સમીરે ઝગડો કર્યો. કૃતિ આ બધું જોતી હતી અને તેને આ બધું ગમતું ન હોવાથી તે સમીર ને બોલવા જાય છે. તે બોલવા જ જતી હોય છે ત્યાં સમીર તેના પર હાથ ઉઠાવી દે છે પણ મારતા અટકી જાય છે. કૃતિ આ બધું જોતી કે રહી ગઈ કે કાંઈ કીધા પહેલા જ આવું વર્તન. તેને ગુસ્સો આવે છે પણ બધાની સામે જો બોલે તો ફરીથી સમીર કાંઈ કરી દે.        

તે કાંઈ પણ બોલ્યા વગર તેના ક્લાસ માં જતી રહી. તેને દુઃખ તો થયું કે સમીર ને કાંઈ પણ કીધું નહોતું અને સમીરે બધાની સામે એના પર હાથ ઉઠાવ્યો. તેનું કલાસ માં મન નહોતું તેથી તે કેન્ટીન માં જતી રહી. હવે કૃતિને સમીર થી નફરત થવા લાગી હતી. તેથી તેણે નક્કી કર્યું કે હવે એ સમીર ને કાંઈ નહિ કહે.           

એટલા માં જ રીતુ ત્યાં આવી પહોંચી અને કહ્યું, “તને કહ્યું હતું કે સમીર ને વધારે કાંઈ ના કહેતી, એનામા ના બોલતી પણ મારું માને કોણ. હવે જોઈ લીધું ને આજે કે સમીર કેવો છે. હવે એનામા કાંઈ ના બોલતી, તારા કામ થી કામ રાખજે.”         

કૃતિને ત્યારે મન ન હોવાથી તેણે રીતુ ને કહ્યું, “મારું મન નથી આજે, તો તું કલાસ માં જા, હું ઘરે જાઉં છું.” કહીને કૃતિ ઘરે ગઈ અને રીતુ કલાસમાં. 

Leave a Reply