નફરત થી પ્રેમ સુધી (ભાગ-4)

કૃતિ વહેલા ઘરે પહોંચી ગઈ અને તેને આમ વહેલા આવેલી જોઈ તેના મમ્મી ને પણ આશ્ચર્ય થયું. તે કાંઈ પૂછે એ પહેલા જ કૃતિ એના રૂમ માં જતી રહી. તેમણે રીતુ ને ફોન કર્યો પણ તે ક્લાસ માં હોવાથી તેણે ફોન ના ઉપાડ્યો. 
         કૃતિ થોડી વાર સુઈ ગઈ. પછી ઉઠીને એ એનું કામ કરવા લાગી. હવે એને કોઈ ફરક નહોતો પડતો કે સમીર કરશે શુ. હવે તો જયારે પણ કોલેજ જાય, ના એ સમીર પર ધ્યાન આપે ના કોઈ બીજા પર. બસ પોતાના માં વ્યસ્ત રહે. સમીર પણ હવે એના સ્વભાવ મુજબ રોજ ના જેમ ધમાલ અને ઝગડા કરતો. પણ હવે એને રોકવા માટે કોઈ નહોતું.        

  એક દિવસ ઝગડો ખુબ મોટો થયો. એમાં સમીર અને એના મિત્રો હતા પણ પ્રિન્સિપાલ ને વાત પહોંચી ત્યાં તેના મિત્રોએ એ બધા માં સમીર નું જ નામ આપ્યું. સમીરે કેટલું પણ કીધું કે તે બધા પણ તેની સાથે હતા, પણ તેના સ્વભાવ ને લીધે કોઈએ તેની વાત ન સાંભળી. એ પછી કોઈ એના મિત્ર ન રહ્યા. હવે તે સાવ એકલો થઇ ગયો હતો. આ બધું થયાં પછી સમીર ને લાગ્યું કે કૃતિ સાચું કહેતી હતી કે આ બધું કરવાની તેને કાંઈ નહિ મળે.        

 પણ હવે જે થયું તે બદલાવી શકાય તેમ ન હતું. કેમ કે વાત બદલાવી શકત જો સમીર કૃતિ ને માત્ર બોલ્યો હોત પણ, કૃતિ પર હાથ પણ ઉઠાવ્યો હતો તો આ વાત બહુ મોટી થઇ ગઈ હતી. હવે શુ હતું. સમીર એકલો ના કોઈની સામે જોવે ના કોઈની સાથે બોલે. મોટા ઝગડામાં એનું નામ આવ્યું હોવાથી બીજું કોઈ પણ એને બોલાવતું નહિ. થોડા દિવસ તો તે કોલેજ પણ નહોતો આવતો.            

કૃતિ સમીર ને નફરત કરતી હોવાથી તેને સમીર ની આ વાત પર પણ ધ્યાન નહોતું. તે બસ હવે પોતાના ભણવા પર ધ્યાન આપતી હતી. કેન્ટીન માં પણ તે તેની બુક્સ સાથે જ દેખાય.          

“તું તો સાવ બદલાઈ ગઈ છે, ના કોઈના પર ધ્યાન ના કોઈની સાથે વાત. માત્ર ભણવામાં જ ધ્યાન?” રીતુ એ પૂછ્યું.            

“હા, હવે બાકી છે જ શું, કોઈ ખોટું હોય અને એને સુધરવા ઇચ્છિએ અને સામેથી એ જ હાથ ઉઠાવી જાય તો પછી બીજું કરવું જ શું. એના કરતા હું ભણવા પર ધ્યાન આપું એ સારુ.” કૃતિ એ કહ્યું.  કૃતિ ની આ વાત સાંભળી રીતુ બોલી, “તને ખબર છે સમીર થોડા દિવસ થી કોલેજ નથી આવતો. ”         

 સમીર નામ સાંભળી ને કૃતિ ગુસ્સા માં આવી ગઈ, “તો હું શુ કરું. એ બધું સમીર જાણે. એને કોલેજ આવવું ના આવવું એ એની મરજી. અને આ બધું તું મને કેમ કહે છે? તે જ કીધું હતું કે એનાથી દૂર રહેજે તો તું જ કેમ મને એની વાત કહે છે. તારે એની જ વાત કરવી હોય તો હું જાઉં છું કલાસ માં.” કહીને કૃતિ કલાસ માં જતી રહી.          

રીતુ ને પણ આ બધું અજીબ લાગ્યું. તે કૃતિ ની સાથે વાત કરવા કલાસ માં ગઈ. પણ કૃતિ કલાસ માં નહોતી.          

 “મને તો કલાસ માં જવાનુ કહ્યું હતું પણ અહીંયા તો છે નહિ. ક્યાં ગઈ હશે એ. કે પછી એ બીજા રસ્તેથી આવવાની છે. એ પણ અજીબ છે, બોલે ક્યાય અને જાય પણ ક્યાય.” આટલુ વિચારીને તે કૃતિ ને શોધવા કોલેજ માં ફરવા લાગી.            

શોધવાની જલ્દી માં ને જલ્દી માં તે સમીર સાથે અથડાય છે. સમીર ને આમ અચાનક જોઈને રીતુ ને આશ્ચર્ય થાય છે.      

(ક્રમશ:)                          

Leave a Reply