નાના ગામડાંના મોટા સપના (ભાગ-2)

હું જ‌ઇ રહી હતી, રંગીલા રાજકોટની રંગ રંગાવા રાજકોટ. પણ એટલું થોડી ને સહેલુ હતુ. જવાની આઝાદી સાથે શર્તો લાગુ હતી હો.. જેમ કે ભાડે રહેવા માટે રુમ પરિવાર પસંદ કરશે, અરે સારો એરીયો, સારી સોસાયટી, ને સૌથી જરૂરી પડોશી આ બધું જોવુ પડે ને..

બીજી શર્ત રોજ સાંજે ઘરે કોલ કરી આખા દિવસનો અહેવાલ આપવાનો..‌ બારના નાસ્તા અને ફાસ્ટ ફૂડ પર પણ બેન જ હો… ઘરેથી નાસ્તાનો પિટારો ભરીને લાવિયા હોય તે પુરો કરવાનો… અને સૌથી ખાસ આમ એકલા રહેવા મળે છે એટલે આમ રાતે બાર નિકડવાની આઝાદી એવી નથી હો સેફ્ટી જરૂરી છે…ને આવી તો કાંઈ કેટલીયે શર્તો….


પણ મને.. મને તો બધું મંજૂર હતુ. હવે મને ક્યાં કાંઇ બીજું દેખાતુ કે સંભડાતુ હતુ, મને તો બસ હવે રંગીલુ રાજકોટ જ દેખાતું હતું. ત્યાની ઉંચી- ઉંચી બિલ્ડિંગ, મોટા- મોટા મોલ, ચોકે- ચોકે વસેલા પાર્ક, ફિલ્મી દુનિયા માટેનુ થિયેટર, પાગલપન માટેનું ફન-વલ્ડ રાત-દિવસ ધમધમતા રોડ, રાતે ઝગમગતી લાઇટ… આ હંમેશા દોડતું, હાંફતુ, ભાગતું રાજકોટ…


બસ હવે મને આ રાજકોટ ના રંગે રંગાઈ જવાની ઉતાવળ હતી. નાના ગામડાંની આ છોકરી તેના મોટા-મોટા સપનાઓ આંખો માં લઇ આવી રહી હતી, આ રંગીલા રાજકોટમાં…


ફાઇનલી, મારુ રાજકોટ જવું પાકું થઈ ગયું હતું. જોર શોરથી તૈયારી થઈ રહી હતી.ભાઈ ૩ દિવસ‌ રાજકોટમાં રહી, બધું જ હરી ભરીને મુશ્કેલીથી મારા માટે એક રુમ પસંદ કરી આવીયો હતો. ત્યાની બધી જ કોલેજ જોઈ, એક સારી કોલેજમાં ૩જા વર્ષમાં મારુ એડમિશન થ‌ઈ ગયું હતું. જમવાનું અત્યારે તો ટીફીન બાજુમાંથી મળી રહે એવી સુવિધા કરી હતી, ને આગળ જ‌ઈને એ બધું બરાબર થઈ જાય પછી હાથે બનાવીને જ જમવાનું એ તો નક્કી જ હતું.


પપ્પા ને ભાઈ રાજકોટમાં મારી માટે સુવિધા ઊભી કરવામાં વ્યસ્ત હતા, મમ્મી મારા માટે નાસ્તાનો પિટારો તૈયાર કરતા હતા, ભાભી મોટા સીટી માં ક‌ઈ રીતે રહેવું તે સલાહો આપતા હતા, દાદી બધી જ વસ્તુઓ યાદ કરી મારી બેગ ભરવામાં જોડાયેલા હતા, દાદા હું તેમનાથી દૂર થ‌ઈ જવાની હતી એ ગમમાં હતા અને હું, હું તો ખુલ્લી આંખે રાજકોટના સપના જોવામાં મશગુલ હતી, મારી બેસ્ટ ફ્રેન્ડ ને રાજકોટ જ‌ઈ શું-શુ કરીશ, ક‌ઇ રીતે રહીશ, અને ક્યાં ફરવા જ‌ઇશ એ લીસ્ટ સંભળાવતી હતી.કા‌ઇક આવો રંગીન માહોલ હતો મારા ઘરનો…..

ક્રમશ:

Leave a Reply