માઁસી ના જલ-પત્ર – 2

16-8-2020

માઁસી ના જલ-પત્ર


તારે મામા, કાકા, ફોઇ કોઈ જ નથી છે તો એક માસી એટલે જ આ રસ્તો શોધ્યો છે હમેશા તારી સાથે રેહવાનો તને બધુ જ કહી દેવાનો, તારું નામ પાડવાની જવાબદારી મને સોપવા માં આવી હતી કેમ કે તમારા માતુશ્રી નહીં ઇચછતાં હતા કે તારું નામ કોઈ બગાડે અને ટમસ અને કન્ડિશન કે બે જ અક્ષર નું હોવી જોઇયે આમ તો ઘણા નામ વિચારેલા શિવાય, નમઃ , શ્લોક , દ્વિજ , દર્શ પરંતુ જ્યારે રાશિ જોઈતો આવી મકર રાશિ અને તારી તો વાટ લાગી માસી, ખ ને જ શું નામ પડવું જાન તો હતો જ તું બધાની તારા પિતાશ્રી એ તો ખજાનસિહ કીધેલું પરંતુ આ મજાક પણ તમારા માતુશ્રી ને ના ગમેલી, આજે તારી છઠ્ઠી છે એટ્લે મારૂ આખું અઠવાડિયું તારું નામ શોધવા માં જ ગયું ચાર નામ ફાઇનલ થયા હતા જશ, જોગ,જલ અને ખંજન. જશ તારા નાના-નાનીને ગમતું હતું જોગ મને, જલ તારા માતુશ્રી-પિતાશ્રી અને દાદા-બા ને ખૂબ જ વિચારી ને અંત માં એક નામ ફાઇનલ કર્યુ.
ઓળી-જોળી પીપળ પાન માસી એ પડ્યું જલ નામ
પંચ તત્વ મા થી એક જલ. જે મારૂ હતું ને એમાં વધુ એક નામ જોડાય ગયું હતું જલ ,મારો જલ જેને બનાવ્યું મારા વિશ્વ ને જલમગ્ન અને મારી ભગિની ને જલમાતા અને જેના માટે આ છે જલપત્રો.
જ્યારે તું આ વાચતો હોઈશ ત્યારે તને આ નામ પસંદ હસે કે નહીં એ તોહ ખ્યાલ નહીં પરંતુ મને આ નામ થી અનંત, અથાહ અને અદ્વેત પ્રેમ થઈ ચૂક્યો છે.
તારા માતુશ્રી ના હિસાબે તારી માસી ખુબજ પ્રેક્ટિકલ છે લેકિન ઉસ દિન મે પિઘલ ગઈ થી એ દિવસે પણ ઓફિસ થી જલ્દી હું કુદદિ-ઊડતી તારા પાસે આવેલી સ્ટેશન પરથી ચોકોલેટ અને પાઈનેપલ પણ લાવેલી એ હતું તને આપેલું મારૂ પ્રથમ ગિફ્ટ હજુ યાદ છે ત્યાં થી અમે પાણિપુરી ખાવા ગયા હતા.
રાહ જો આવનારા જલ-પત્ર ની મારા જલ


લી. તારી માઁસી પ્રેમપૂર્ણ પત્ર

Leave a Reply