યાદગાર સફર ભાગ-2

ટ્રેન ઉપડવા નો સમય થઈ ગયો હતો એટલામાં એક છોકરી ધીમા પગલે દોડતી દોડતી ટ્રેન તરફ આવી રહી હતી અને ધૂમકેતુ ની નજર એ તરફ જાય છે અને નજર ત્યાં જ અટકી જાય છે. દોડવાના લીધે વાળ ની એક લટ વારેવારે આગળ આવી જતી હતી અને બેબાકળી બની ને દોડ્યા કરતી હતી અને જે ડબ્બા માં ધૂમકેતુ બેઠો હતો ત્યાં જ આવી પહોંચી અને એમાં જ ચડી ગઈ.

ત્યાં સુધી ધૂમકેતુ એને જ જોયા કરતો હતો.

 

 

પણ આગળ કીધું એમ ટ્રેન ફૂલ થઈ ગઈ હોવાના લીધે એક પણ જગ્યા ખાલી ન હતી.એટલે આગળ આગળ ચાલતી ચાલતી એ જ્યાં ધૂમકેતુ બેઠો હતો ત્યાં જ આવી પહોંચે છે અને પછી આગળ જવાનું બંધ રાખી ને ત્યાં સાઇડ માં ઉભી રહી જાય છે.

ધૂમકેતુ આ ટ્રેન માં ઘણી વાર મુસાફરી કરી ચુક્યો હતો પણ આજ સુધી ક્યારેય પોતાની સીટ કોઈના માટે ખાલી કરી નહોતી પણ આજે ખબર નઈ કેમ પણ સામેથી જ ઉભો થઇ ગયો અને સીટ પેલી આવેલી છોકરી ને આપી બેસવા કહ્યું.

પેલી એ ના પાડી પણ ધૂમકેતુ એ આગ્રહ કર્યો એટલે બેસી ગઈ અને ધૂમકેતુ સાઇડ માં ઉભો રહ્યો.

 

 

 

ટ્રેન સ્ટેશન છોડી ચૂકી હતી અને ધીરે ધીરે આગળ વધતી હતી.

પેલી છોકરી એના મોબાઇલ માં વ્યસ્ત હતી પણ ધૂમકેતુ નું મન બેચેન થયાં કરતું હતું આડકતરી નજર નાખી ને એ બાજુ જોય લેતો હતો.રાજકોટ પછી વાંકાનેર સ્ટોપ આવે ત્યાં સુધી તો એમજ સમય પસાર થઈ ગયો.વાંકાનેર નજીક આવ્યું એટલે છોકરી બેઠી હતી એની સામે ની સીટ ખાલી થઈ અને ધૂમકેતુ એ ત્યાં જગ્યા લીધી.

વાંકાનેર આવ્યું અને ગયું,ટ્રેન ફરી ચાલુ થઈ આગળ વધવા લાગી.

ધૂમકેતુ સ્વભાવે શરમાળ એટલે એને પેલી છોકરી સાથે વાત કરવા માટે જીભ ના ઉપડી.પણ થોડી વાર પછી પેલી છોકરી જ બોલી કે અરે તમને તો ધન્યવાદ પણ ના કીધું મે કેવી છું સાવ હું, એમ કહી ને એને ધૂમકેતુ ને થેંકસ કીધું અને પોતાનું નામ જણાવ્યું તારામતી.

ધૂમકેતુ હળવા સ્મિત સાથે બોલ્યો કે અરે એમાં શું ચાલ્યા કરે આવું તો અને પોતાનું નામ જણાવ્યું. સરસ નામ છે તમારું તારામતી બોલી.

 

 

 

આમ વાત ની શરૂઆત થઈ અને તારામતી આમ તો મૉડર્ન જમાના ની છોકરી એટલે એને બઉ અજુગતું ના લાગે વાત કરવું અને ધૂમકેતુ નો સ્વભાવ પણ સારો લાગ્યો એને એટલે વાત કરવાની ચાલુ કરી.

તારામતી : તમે ક્યાં જાવ છો?

ધૂમકેતુ : સુરેન્દ્રનગર અને તમે?

તારામતી : મારે સુરત જવાનું છે. અહીં તો હું સ્ટડી કરું છું, હમણાં કોલેજ માં રજા છે એટલે ઘરે જાવ છું.

ધૂમકેતુ: ઠીક, હું પણ ઘરે જ જાવ છું અત્યારે જામનગર જોબ કરું છું.

તારામતી: અરે વાહ! સરસ સરસ.

ધૂમકેતુ : થેંક યુ ( હળવું સ્મિત )

 

થોડી વાર શાંતિ થી બેસે છે બન્ને પછી પાછા વાતું એ વળગે છે.

એમાં તારામતી જણાવે છે કે તમને ખબર મારું નામ તારામતી કેમ છે? એમાં એવું છે કે પપ્પા નું નામ તારકભાઈ અને મમ્મી નું નામ ભાનુમતી એટલે મારું નામ મિક્સ કરીને તારામતી પાડી દીધું, આટલું કહી ને તારામતી હસવા લાગી એટલે ધૂમકેતુ પણ સાથે સાથે હસ્યો.

 

બન્ને એકબીજા ને પેલા થી જ જાણતા હોય એમ વાતો કરવા લાગ્યા. ધૂમકેતુ પ્રશ્ન પૂછે કઈક તો તારામતી જવાબ આપે અને તારામતી પૂછે તો ધૂમકેતુ,આમ જ થોડી વાર તો ઇન્ટરવ્યુ ની જેમ પ્રશ્નો ચાલ્યા. આમાં સમય ક્યા પસાર થઈ ગયો એ ખબર જ ના પડી અને એટલામાં સુરેન્દ્રનગર નજીક આવી ગયું. બંન્ને બારી ની બહાર જોવા લાગ્યા,ગાડી ધીમી પડવા લાગી એટલે લાગ્યું કે હવે સુરેન્દ્રનગર આવી ગયું હશે એટલે ધૂમકેતુ બોલ્યો ચાલો મારું તો સ્ટોપ આવી ગયું. તારામતી એ પણ સ્મિત સાથે કીધું હા, અને બાય કહેતા કહેતા બોલી કે તમારી સાથે વાત કરીને આનંદ થયો.

 

 

ધૂમકેતુ એ પણ સામે એ જ કહ્યું કે મને પણ અને બન્ને સ્મિત સાથે છૂટા પડ્યા.

ધૂમકેતુ ટ્રેન ની નીચે ઉતર્યો અને સ્ટેશન ની બહાર જવા માટે આગળ ચાલવા લાગ્યો, આ બાજુ ટ્રેન પણ 2 મિનિટ ના સ્ટોપ પછી આગળ ચાલવા લાગી…

 

ધૂમકેતુ બહાર નીકળી બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષા માં બેસી ગયો હતો પણ મગજ માં હજુ તારામતી ના જ વિચારો ચાલતા હતા.

એના માટે આ રીત ની મુલાકાત કે વાતચિત પ્રથમ વાર જ હતી અને આ બાજુ તારામતી તો એની મસ્તી માં મોબાઈલ માં વ્યસ્ત થઈ ગઈ હતી ને ટ્રેન એની રફતાર પકડી ને આગળ વધતી હતી.

ધૂમકેતુ બસ સ્ટેન્ડ થી બસ પકડી ઘરે પહોંચી ગયો અને ઘરના ને મળી ને ખુશ થઈ જાય છે…

 

 

ઘરે રજા ગાળ્યા બાદ હવે ધૂમકેતુ પાછો જામનગર આવી જાય છે અને રાબેતા મુજબ કામ પર લાગી જાય છે.પણ,હવે તો ઘરના હતા નહિ સાથે એટલે આજે એને પાછી તારામતી યાદ આવી એટલે એને એના ખાસ મિત્ર ને બધી વાત જણાવી કે આવું આવું થયું હતું.

એનો મિત્ર દિવ્યેશ પણ બધા મિત્રોની જેમ જ ઉતેજીત થઈ ને બોલ્યો યાર નંબર લઇ લેવાય ને તુ પણ સાવ આવો ને આવો જ રહ્યો. હવે એક કામ કર એને ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ માં શોધ, તારા નસીબ સારા હશે તો મળી જશે કદાચ અને બઉ સારા નસીબ હશે તો એ તને કદાચ ઓળખી પણ જાય.

 

ધૂમકેતુ ને પણ થયું કે કોશિશ તો કરીએ એમાં ક્યાં કઈ જવાનું છે આપડું એમ કરીને ચાલુ કર્યા પ્રયત્નો શોધખોળ ના ફેસબૂક માં પેલા તો સર્ચિંગ કર્યું પણ કઈ મેળ ના આવ્યો એટલે દિવ્યેશ કે મુંજાઈશ નઈ હજુ ઇન્સ્ટા બાકી છે એમાં તો મળી જ જશે.

પછી ઈન્સ્ટા માં ચાલુ કર્યું શોધવાનું અને તારામતી નામ લખી સર્ચ કર્યું તો ઘણી બધી તારામતી આવી ગઈ એમાં નીચે સ્ક્રોલ કરતાં કરતાં ધૂમકેતુ ઓળખી ગયો કે આ જ તારામતી છે જે મને મળી હતી ટ્રેન માં, આટલું બોલતા જ એક અલગ પ્રકાર ની ખુશી એના ચેહરા પર વરતાઈ રહી હતી…

અંદર ખોલીને જોયું તો એકાઉન્ટ પ્રાઇવેટ હતું એટલે બીજું કંઈ ના હોય શક્યા પણ ફોલો રિકવેસ્ટ મોકલી દીધી.હવે ઇંતેજાર હતો તો રીકવેસ્ટ એક્સેપ્ટ થાય એનો.પછી એ બંદ કરી ને બેય સૂઈ ગયા,સવારે જાગી ને પેલા જ ધૂમકેતુ એ ઈન્સ્ટા નું એકાઉન્ટ જોયું કે રિક્વેસ્ટ સ્વીકારી કે નહિ પણ હજુ કઈ રિકવેસ્ટેડ જ લખેલું હતું.થોડી નિરાશા સાથે જાગ્યો ને કામ પર ચાલી ગયો પણ મન માં એ જ ચાલતું હતું કે એને જોય હશે કે નહિ, જોય હશે ને એને ઓળખ્યો હશે મને કે નહિ, આ વિચારમાં ને વિચારમાં જ દિવસ નીકળી ગયો.આમ ને આમ એક અઠવાડિયું નીકળી ગયું પણ હજુ રિકવેસ્ટ સ્વીકારાય ના હતી એટલે હવે ધૂમકેતુ ને લાગ્યું કે એને થોડું વધુ પડતું જ વિચારી લીધું હતું ને તારામતી તો એને ભૂલી પણ ગઈ એટલે હવે એ પણ કામ માં લાગી ગયો ને રોજ ચેક કરવાનું બંધ કર્યું.

 

પછી રાબેતા મુજબ જ એકાદ મહિનો નીકળી ગયો હશે ત્યારે એક દિવસ રાતે અચાનક જ ધૂમકેતુ ના મોબાઈલ માં નોટિફિકેશન આવી અને એ પણ તારામતી એ ફોલો રીકવેસ્ટ સ્વીકારી એની !

ધૂમકેતુ તો જોય ને એટલો ખુશ થઈ ગયો કે અંદર જોવા માટે ક્લિક પણ ના કર્યું ને એમજ સ્મિત આવી ગયું એના ફેસ પર..

એટલી વાર માં તો ટીન ટીન કરતા તારામતી ના ૩-૪ મેસેજ પણ આવી ગયા.હવે અંદર જઈને જોયું તો હેલ્લો કેમ છે અને હજુ યાદ છું એમને એવા ત્રણ મેસેજ આવી ગયા હતા…

 

ધૂમકેતુ ની ખુશી કઈક અલગ જ હતી એને પણ જવાબ આપ્યો કે એમ તો કંઈ ભૂલાય નહિ ને પણ મને તો એમ હતું કે તમે ભૂલી ગયા હશો એક મહિના પેલા રિકવેસ્ટ મોકલી તો આજ સ્વીકારી તમે.એના જવાબ માં તારામતી એ કીધું કે અરે એમાં એવું છે કે હું તો ઇન્સ્ટા ક્યારેક જ જોવું એટલે ખબર જ ન હતી મને તો પણ સારું કર્યું તે ગોતી લીધી મને બાકી મને તો મળેત જ નઈ તું…

આમ થોડી આડી અવળી વાતો કરી ને શુભરાત્રી કરી ને સુઈ ગયા બન્ને. બન્ને આજે ખુશ હતા ધૂમકેતુ થોડો વધુ જ ખુશ હતો.

 

હવે તો રેગ્યુલર વાતો થવા લાગી હતી તારામતી ઇન્સ્ટા ઓછું વાપરતી પણ હવે તો રોજ વાતો ઇન્સ્ટા માં જ થતી.એમાંથી એક દિવસ વાત માંથી વાત નીકળી ને બેય ઇન્સ્ટા માંથી વોટ્સએપ પર આવી ગયા મતલબ કે નંબર ની આપ લે થઈ……..

 

ત્યારબાદ થી અત્યાર સુધી શું થયું મને ખબર નથી પણ અત્યારે એમના બે બાળકો છે અને રાજકોટ માં પોતાનું ઘર છે અને સુખી તથા હેપ્પી જીવન જીવી રહ્યા છે..😊

 

Sorry for the ending 🙏🏻

ડકૈત

Leave a Reply