રણની સફર ભાગ-2

“અરે આતો કોઈ નકશો લાગે છે કદાચ બહુ જૂનો છે”નુટે કહ્યું

“હા બેટા બહુ જૂનો છે અને તેની સાથે કંઈક રહસ્યમય પણ વર્તાય છે.”આદિત્યભાઈ નક્શાને સાચવીને ખોલતા બોલ્યો

આખો નકશો ખુલી ગયો.બધા થોડી વાર જોઇજ રહ્યા ત્યાં એક સન્નાટો છવાઈ ગયો જેવો કોઇ પાતાળ માં હોય!! તે નકશો તો ઇજિપ્ત નો જ હતો પણ તે શેનો હતો તે નહોતું સમજાઈ રહ્યું.આદિત્યભાઈએ બે ત્રણ વખત બધી બાજુ ફેરવી જોયો પણ પરિણામ તો શૂન્ય જ રહ્યું.અચાનક નુટની નજર એક જાગ્યા એ પડી અને બોલી ઉઠી કે “પપ્પા આ જુઓ”

બધાયે જોયું તો ત્યાં એક મુગટ નું નાનું ચિન્હ હતું જે નક્શા ની કરચલીઓમાં સહેલાઇથી જોવું શક્ય નહોતું.આદિત્યભાઈ અને અને નાનકળો બેસ તેને ધારી ધારીને જોવા લાગ્યો.ત્યાં બેસની નજર બકસા પર ગઈ તેમાં બીજો પણ એક કાગળ હતો તેને તે હાથ માં લીધો પણ તેને ભાષા અજાણી લાગતા આદિત્યભાઈ ને આપી દીધો.

Advertisement

તે અરબી ભાષામાં લખાયેલો હતો તે વાંચતા આદિત્યભાઈએ કહ્યું “આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં એક રાજનો કાફલો બીજા રાજ્યનું ધન લૂંટીને સહારા ના રણમાંથી જઈ રહ્યો હતો તેમાં રસ્તો ભૂલવાથી તે મહિનાઓ સુધી તે જ રણ માં ભટકતા રહ્યા અને છેલ્લે એક પછી એક બધા દમ તોડતા ગયા છેલ્લે હવે રાજા સાથે ત્રણ સૈનિકો જ વધ્યા હતા બીજા જાનવરો જેની ઉપર ખર્વોનો ખજાનો હતો તે જાનવરો પણ હવે દમ તોડવાની અણી પર હતા.અને હવે કોઈ એક વ્યક્તિ બહાર નીકળી શકે એટલો પૂરવઠો માંડ બચ્યો હતો.આથી સૈનિકો એ પોતાના રાજા માટે બલી આપવા તૈયાર થયા.પણ પ્રશ્ન એ હતો કે આટલો મોટો ખજાનો લઈ કેમ જવો.

એટલે એક સૈનિકે સૂચન કર્યું કે તમે જેમ બહાર જાવ તેમ આ જગ્યાનો એક નકશો બનાવી નાખજો.રાજા એ રીતે કરતા ગયા અને ખજાના ના સ્થળે એક મુગટ નું ચિન્હ બનાવી દીધું.પછી આવી ને રાજા ખૂબ બીમાર રહેવા લાગ્યા.તેમને એ ખજાના વિશે કોઈને ન કીધું પણ એ દરિમયાન ત્યાંના રાજવૈદ્યની સેવા જોઈ તેમને તે નકશો તેમને આપ્યો અને હું એમનો વંશજ.

Leave a Reply