રાગ અનુરાગ (ભાગ ૧૦)

આમ ને આમ દિવસો પસાર થવા મંડ્યા. ઓફીસ માં અનુરાગ ની હાજરી અંજલિ તથા બીજા ને પણ ગમતી. અનુરાગ નો બોલકણો અને મજાક કરવાનો સ્વભાવ થી એણે થોડા જ સમય માં ઓફિસ માં બધા નું દિલ જીતી લીધું હતું. અને ત્યાં નું વાતાવરણ પણ ખુશનુમા રહેતું. છતાંય હજી પણ અંજલિ એના સહાધ્યાયીઓ સાથે વધુ પડતું હળવા મળવા નું કે બિનજરૂરી વાતો કરવાનું ટાળતી. એકલા જ લંચ કરવાનું કે પછી પોતાનું કામ પતાવી તુરંત ઘરે ચાલ્યા જવાનું પસંદ કરતી.

એક દિવસ મિસ્ટર કશ્યપ અને અનુરાગ એ બધા સ્ટાફ ની મિટિંગ રાખી હતી. મિસ્ટર કશ્યપ એ મિટિંગ ની શરૂઆત કરી. “આજે બધા માટે એક સમાચાર છે, માટે આપણે અહીં ભેગા થયા છીએ. કલમ પ્રકાશન હાઉસ એ એક નવું સામાયિક – મેગેઝીન પ્રકાશિત કરવા જઈ રહ્યું છે. એ એક આજ કાલ ના યુવાનો એટલે કે યંગસ્ટર્સ માટે પ્રકાશિત થતું માસિક હશે. આપણે જાણીએ છીએ એમ આજકાલ ના યંગસ્ટર્સ ને વાંચન પ્રત્યે દિવસે ને દિવસે રુચિ ઓછી થતી જાય છે. તો એમને ગમે એવું, ઉપરથી એવું સાહિત્ય કે જે એમને એમના શબ્દો માં જીવન ઉપયોગી માહિતી પુરી પાડે એવો ઉદ્દેશ્ય છે. આપણે જાણીએ છીએ એમ આજકાલ ના યુવાનો ને સોશ્યિલ મીડિયા, ફેશન, પાર્ટી, નવી હોટેલ – ક્લબ કે ફરવાની જગ્યા કે લેટેસ્ટ ટેક્નોલોજી માં વધારે રસ છે. તો મૉટે ભાગે એનું કન્ટેન્ટ નું ફોકસ આ ટોપિક પર વધારે રહેશે. આ મેગેઝીન માટે આપણું ટાર્ગેટ યુવા વાચકો હશે એ ખાસ ધ્યાન રાખવાનું છે.”
“આ પ્રોજેક્ટ ને મારો દીકરો અનુરાગ સંભાળશે.” મિ. કશ્યપ એ ગર્વ થી કહ્યું. બધા એ એમની આ વાત તાળીઓ થી વધાવી લીધી. “હાલ પૂરતા સમયગાળા માટે આપણા સ્ટાફ માં થી જ બધા અનુરાગ ને મદદ કરશે.”
મિસ્ટર શુક્લ કે જે ચાલીસી વટાવી ચુક્યા હતા એ બોલ્યા, “અનુરાગ બધા યંગસ્ટર્સ ને ટિમ માં લઇ લે.” કહી હસ્યાં.
“ના અંકલ ઉમર તો માત્ર એક નંબર છે.”
“હા પરંતુ યંગસ્ટર્સ ને વધારે ખબર પડે. અને જોઈતી મદદ કરવા માટે અહીં અમે તો છે જ.” મિ. શુક્લ એ હસી ને કહ્યું.
“તો ટીના અંજલિ અને મયંક તમે આજ થી જ અનુરાગ ને મદદ કરવાનું શરુ કરી દો.
તો આપણે મિટિંગ અહીં પતાવીએ.”મિ કશ્યપ બોલ્યા. “કોઈ ને કઈ પ્રશ્ન હોય તો મારી કેબીન ના દરવાજા તમે જાણો છો એમ કાયમ સૌ ને માટે ખુલ્લા છે .”
“વેઇટ ડેડી, મારે એક જાહેરાત કરવાની છે.” અનુરાગ ઉતાવળે બોલ્યો. “આપણે આવતા અઠવાડિયે આ પ્રોજેક્ટ શરુ કર્યાં ની ખુશી માં એક પાર્ટી રાખી છે. આપણે બધા સાથે લંચ કરવા જઈશું.” અનુરાગ ની અનાઉન્સમેંટ ને બધા એ તાળીઓ થી વધાવી લીધી અને બધા છુટા પડ્યા.

બીજા દિવસે અનુરાગ એ એમની ટીમ સાથે મીટીંગ રાખી હતી.
“અત્યારે આપણે આશરે કામ ની વહેંચણી કરીએ. હું અને મયંક ટેક્નોલોજી, કાર, ગેમિંગ અને સ્પોર્ટ્સ, એ કવર કરીશું. કે જે છોકરાઓ ને આકર્ષે છે. અંજલિ તમે ફેશન માં લેટેસ્ટ ટ્રેન્ડ જેમ કે કપડાં, બેગ, શૂઝ, એસેસરી અને મેકઅપ નું કવર કરજો.”
“પણ સર મને આ વિષે કોઈ ખાસ આઈડિયા નથી.” અંજલિ તુરંત બોલી.
“તો પછી પાર્ટી ક્લબિંગ અને હોટેલ નો વિષય બચે છે. જે ટીના માટે રાખ્યો હતો. અને આઈ એમ શ્યોર કે તમે પાર્ટી પરસન નથી.” અનુરાગ એ મસ્તી માં કહ્યું અંજલિ કશું બોલી નહિ.
“એ વિષય ટીના જોશે એમ પણ એ એમાં એક્સપર્ટ છે.રાઈટ ટીના?”
“હા ચોક્કસ.”
“ડોન્ટ વરી અમે બધા મદદ કરીશું.”અનુરાગ એ કહ્યું.
“મારો પ્લાન તમને બધા ને પોટ પોતાના ટેબલ પર મળી જશે. પછી કોઈ ને પ્રશ્ન હોય તો અવશ્ય પૂછજો.” કહી અનુરાગ એ મિટિંગ પતાવી.
“એક્સક્યુઝ મી અંજલિ.” અંજલિ બહાર નીકળવા જ જતી હતી અને અનુરાગ એ ટકોર કરી.

“પ્લીઝ તમે મને સર ના કહેશો. એટલી ઉમર પણ નથી થઇ ગઈ મારી.” કહી અનુરાગ હસ્યો. “એમ પણ આપણે સરખી ઉમર ના છે, તો ફ્રેન્ડ્સ જેવા છીએ. તો રાગ અથવા તો અનુરાગ.”
અંજલિ કશું બોલી નહિ. રાગ નામ સાંભળ્યા જ જાણે એના રોમે રોમ માં એક ડર સમાય જતો. જે જિંદગી નું પ્રકરણ એને સૌથી વધુ તકલીફ આપતું હતું એ ની સામે આવી જતું. અંજલિ એ પોતાની જાત પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો. અને બોલી, “અચ્છા અનુરાગ.” કહી ઔપચારિક સ્મિત સાથે બહાર ચાલી ગઈ.

(ક્રમશ:)

Leave a Reply