રાગ અનુરાગ (ભાગ-11)

ડૉ. રાગીણી સાથે આ અઠવાડિયે અંજલિ ની બીજી મુલાકાત હતી. આગળ ની મુલાકાત બાદ અંજલિ એમની સમક્ષ વાતો કરવામાં થોડી કમ્ફર્ટેબલ થઇ હતી.
“તો અંજલિ આજે અપને પ્રશ્નોત્તરી કરીશું. જે જનરલ માહિતી ગઈ વખતે પૂછી હતી એવી નહિ, પરંતુ જે વસ્તુઓ, જેવી કે ડર કે લાગણી તમારી અંદર છુપાઈ છે એના માટે એના માટે. અંજલિ ! પેલા સામે ના સોફા પર સુઈ જા. એકદમ કમ્ફર્ટેબલી. તને જે ફાવે છે એ રીતે અને આંખો બંધ કરી ને તારા દિલ માં થી જે એક્દમ સાચ્ચો જવાબ નીકળે એ આપવાનો છે.” ડો રાગીણી બોલ્યા.
અંજલિ નું ધ્યાન ગયું કે ગયા અઠવાડિયે ડો. રાગીણી તમે કહી બોલાવતા હતા. એ આજે એકદમ મિત્ર જેવા સંબોધન થી બોલાવતા હતા. ડો. રાગીણી પણ જાણતા હતા. પરંતુ આજની પદ્ધતિ માટે એમના માટે એ જરૂરી હતું કે અંજલિ એમને મિત્ર સમજે. માટે તેઓ એ જાણી જોઈને આ સંબોધન કર્યું હતું.
“મને તારી પરમ મિત્ર જ સમજજે. અથવા તો તું તારી જાત ને એકદમ સચ્ચાઈ થી જવાબ આપે છે એમ સમજજે. તો અંજલિ આપણે શરુ કરીએ ?” ડો. રાગીણી એ કહ્યું.
અંજલિ થોડી સંકોચાઈ અને સોફા પર સુઈ ગઈ. છતાં હજી ય એનું શરીર તણાવયુક્ત પ્રતીત થતું હતું.
“રિલેક્સ અંજલિ !” એમ કહી ડો રાગીણી સૌ પ્રથમ રેલેક્સશન ટેક્નિક નો પ્રયોગ કર્યો. અને પ્રશ્નો શરુ કર્યા.
“તો અંજલિ અહીં આવવાનું તમારું કારણ શું ?
અને અંજલિ યાદ રાખજે એકદમ સાચા જવાબ.” ડો. રાગીણી એ કહ્યું.
“મારા મમ્મી પપ્પા, આઈ મીન સાસુ સસરા ની ઈચ્છા થી.”
“સરસ !” ડો. રાગીણી એ પ્રત્યુત્તર માં કહ્યું.
“પણ એતો પ્રથમ મુલાકાત માટે અહીં આ બીજી મુલાકાત માટે એમની કોઈ જોર જબરજસ્તી ?”
“ના.”
“તો પછી એ માટે નું કારણ ?”
“સાચું કહું તો મને પ્રથમ મુલાકાત પછી સારું લાગ્યું.” અંજલિ એ પ્રત્યુત્તર માં કહ્યું.
“સારું લાગ્યું એટલે ? તારી એ ફીલિંગ ને શબ્દો માં વર્ણવવા કોશિશ કર. પ્રથમ મુલાકાત પહેલા અને પછી તારી લાગણીઓ કે મન માં તને શું ફરક પડ્યો ?”
“સાચું કહું તો મને જીવવાની ઈચ્છા જ નહોતી થતી.” અંજલિ કહ્યું.
“તો પછી તે આત્મહત્યા કેમ ન કરી ?” ડો. રાગીણી સીધું જ પૂછ્યું. અંજલિ આ સાંભળી આંખો ખોલી સફાળી બેઠી થઇ ગઈ. ડો. રાગીણી ની ટેક્નિક સાચે જ બધા કરતા અલગ હતી. પરંતુ તેઓ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ દેશ વિદેશ જેમ કે અમેરિકા જર્મની જાપાન જઈ એ અલગ અલગ પદ્ધતિઓ શીખી આવ્યા હતા.
અંજલિ એમની આંખો માં પ્રશ્ન અને ફરિયાદ કે પછી નિઃસહાયતા નો ભાવ લઇ ને જોઈ રહી. પરંતુ તેઓ મક્કમ નજરે અંજલિ ની આંખો માં આંખો નાખી આત્મવિશ્વાસ થી જોઈ રહ્યા. અને કહ્યું, “જો તને એવું લાગતું હતું કે જીવન જીવવા જેવું નથી, તો તે આત્મહત્યા શા માટે ના કરી ?” ડો રાગીણી એ આત્મવિશ્વાસ થી પૂછ્યું. અંજલિ કશું બોલી શકી નહિ. “તારા પતિ ચાલ્યા ગયા ને કેટલો સમય થયો છે?”
“લગભગ નવ દાસ મહિના.”
“તો તને લગભગ એટલા સમય થી જીવન જીવવા જેવું નથી લાગતું બરાબર ને?”
અંજલિ એ હકાર માં ફક્ત માથું ધુણાવ્યું.
“આ અમયગાળૉ બહુ લમ્બો છે. આટલા વખત માં તે ક્યારે ય આત્મહત્યા નો પ્રયત્ન કર્યો?”
અંજલિ એ નકાર માં માથું ધુણાવ્યું.
“તો બસ મારો સવાલ બહુ સીધો છે, કે તને આટલી તકલીફો લાગી હોવા છતાં તે આત્મહત્યા કેમ ના કરી ?”
અંજલિ ને શું ઉત્તર એવો એ ખબર નહિ પડી .
એને કહ્યું, “રાગ ના ચાલ્યા જવા પછી મમ્મી પપ્પા એકલા પડી ગયા છે. હું જતી રહુ તો જીવી નહિ શકે. ઉપર થી મને રાગ ના પાછા આવવાની આશા હજી પણ છે.”
“અંજલિ આંખો બંધ કર. શાંત થા ! અને તારા દિલ પર હાથ મૂકી તારા ઇસ્ટ દેવ ને તારી નજર સમક્ષ જો. અને એકદમ સાચો ઉત્તર આપ. તને શું લાગે છે રાગ ના પાછા આવવા ના ચાન્સ કેટલા ટકા?”
અંજલિ એ થોડો વિચાર કરી ધીમે થી જવાબ આપ્યો.
“એક”
“હવે ધારો કે રાગ પાછો નહિ આવે અને ધારો કે મમ્મી પપ્પા પણ તારા જીવન માં નથી. તો શું તું આત્મહત્યા કરી લઈશ ?અને હા બહાના ની જરૂર નથી. મને જવાન ખબર જ છે મારે ફક્ત તારા મોં થી સાંભળવો છે.”
“ના.”
“તો ઈ પાછળ નું કારણ શું ?”
અંજલિ બે ઘડી કશું બોલી નહિ.
પછી ધીમે થી કહ્યું, “કારણ કે હું સેલ્ફીશ છું.”
“હ ? “
“કારણ કે હું સેલ્ફીશ છું. મમ્મી પપ્પા નહિ હોય, ને રાગ પાછો ન પણ આવે તો પણ હું આત્મહત્યા નહિ કરું. કારણ કે હું સેલ્ફીશ છું.” અંજલિ એ આંખો ખોલી ને ડર હતો કે ડો. રાગિણી એના પર ગુસ્સે થયા હશે પરંતુ એના થી ઉલટું એમના ચહેરા પર સ્મિત હતું. અંજલિ ને એ જોઈને નવાઈ લાગી “શાબાશ !” એમણે કહ્યું. “તો અંજલિ આ અઠવાડિયે તારા માટે એક હોમવર્ક છે. તારું એ છે કે તારા આ જીવન પાછળ નો મોટીવ એટલે કે ઉદ્દેશ્ય શું?
સમય લઇ શાંતિ થી વિચારજે. અને આવતા અઠવાડિયે ગૃહકાર્ય પૂરું કર્યા બાદ મળીશુ. અને હા અંજલિ મારી સામે સમાજ ની જેમ ચિંતા કે નિઃસહાયતા નો દેખાવો કરવાની જરૂર નથી. હું બધા ય ને તને, મને અને આ સમાજ કે એના બધાય લોકો એ સારી રીતે ઓળખું છું. માટે તું જેટલું પારદર્શક રહીશ, આ સમય થી તને એટલો જ ફાયદો થશે. અને તારા માટે જ સારું છે.” ડો. રાગીણી એ કહ્યું.
અંજલિ ઘરે જવા માટે ઉભી થઇ હોમવર્ક માત્ર એક જ લીટી નું હતું. પરંતુ સૌથી કઠિન હતું એ અંજલિ અને ડો. રાગીણી સારી રીતે જાણતા હતા.

(ક્રમશ:)

Leave a Reply