રાગ અનુરાગ (ભાગ-4)

અંજલિ રૂમ માં તો ગઈ પરંતુ ત્યાં ની એક એક વસ્તુ એને રાગ ની યાદ અપાવતી હતી. શું થયું હશે? હવે આગળ શું કરવું જોઈએ? એને કાશી સૂઝ પડતી નહોતી. એનું મન જાણે કામ કરતુ બંધ થઇ ગયું હોય એવું લાગ્યું. એ દીવાલ ને તાકી ને શૂન્યમનસ્ક બેસી રહી. એના માનસપટ પાર થી રાગ સાથે વિતાવેલી એક એક પળો કોઈ ફિલ્મ ની માફક પસાર થઇ રહી હતી.


રાગ સાથે ભલે એના લગ્ન ને એક વર્ષ જ થયું હોય પરંતુ એ જાણે રાગને વર્ષો થી ઓળખતી હોય એવો એહસાસ હતો. એ કાયમ માનતી હતી કે એનો અને રાગ નો સંબંધ સાત જન્મો નો છે. કદાચ રાગ ની સાથે ના પાછળ જન્મ ના સંબંધ ને લીધે જ આટલા ટૂંકા સમયગાળો હોવા છતાં એ ખુબ જ સારી રીતે ઓળખતી હતી. કહ્યા વગર જ એ રાગની બધી વાતો, લાગણીઓ, મનોભાવ અને ગુસ્સો પારખી જતી.

એકાએક એને ઇન્સ્પેક્ટર એ પૂછેલા પ્રશ્નો યાદ આવ્યા. એને મનોમન ડર ની લાગણી થવા માંડી. સાચે જ એ એટલા સમયગાળા દરમિયાન રાગ ને ઓળખી ના શકી હોય? સાચે રાગ કશે ચાલ્યો ગયો હોય ? એ સાચે મારા થી નાખુશ હશે? એવા સવાલો અંજલિ ને ઘેરી વળ્યાં. એના ઉત્તર શોધવા માટે એને અતીત ના પણ પલટાવવા માંડ્યાં.

રાગ સાથે એના લગ્ન અરરેન્જડ હતા. એમ તો ભણતર પૂરું થયું ને તરત જ અંજલિ માટે રાગ નું માંગુ આવ્યું હતું. એટલે એને વિચારવાનો સમય જ નહોતો મળ્યો. પણ બે કે ત્રણ મુલાકાત માં તો રાગએ એનું દિલ જીતી લીધું હતું. રાગ એ ભાવનાઓ માં વહી જાય એવો છોકરો નહોતો.

એ પ્રેક્ટિકલ, સમજુ, શાંત અને ગંભીર પ્રકાર નો હતો. અંજલિ અને રાગ બંને ની પસંદગી બહુ અલગ હતી. પરંતુ એ અને રાગ એકબીજા ને ખુબ જ સારી રીતે સમજી શકતા. એક બીજા ની પસંદગી ને સમજતા અને એનો આદર કરતા. અંજલિ ને યાદ નથી કે ક્યારેય એનો રાગ સાથે ઝગડો થયો હોય.


એની બધી ફ્રેંડ્સ પાર્ટી માં કે જયારે મળવા આવતી ત્યારે એમના પતિ કે બૉયફ્રેંડસ ની કોમ્પ્લેઇન્સ કરતી અથવા તો ઝગડા કે બોલાચાલી થઇ હોય અને પછી મનાવતી. અંજલિ ને આ જોઈ ઘણી વાર ઈર્ષ્યા પણ થઇ આવતી કે રાગ શા માટે મારી બધી જ વાત માને છે. કોઈ વાર વિરોધ કરે અને હું રિસાઈ જાઉં અને મને મનાવવા આવે એ કેવી સરસ મીઠી લાગણી થાય ! મને જ આવા સીધા શ્રી રામ જેવા પતિ મળ્યા છે ! એવું હસી ને એ ઘણી વાર કહેતી.

પ્રભુ શ્રી રામ જેવા પતિ સાથે પત્ની તરીકે રહેવું એ પણ સહેલું નથી એ ઘણી વાર હસી ને કહેતી. કોઈક વાર એને એનો સબંધ નીરસ થઇ ગયો હોય એવું લાગતું પરંતુ જયારે સવારે ઉઠી ને એ રાગ નો ચહેરો જોતી ત્યારે એનું સ્મિત એ બધી કંપ્લેઇન્સ ને ભુલાવી દેતું અને મનોમન ભગવાન ને એવો સમજદાર પતિ આપવા બદલ આભાર વ્યક્ત કરતી. રાગ કોઈ ચાંદ તારા તોડી લાવે એવો દિલફેંક આશિક નહોતો. પરંતુ સમજદારી થી આખી જિંદગી હાથ પકડી સાથે ચાલે એવો સમજુ માણસ હતો. એ અંજલિ ને બે ત્રણ મુલાકાત માં જ સમજાય ગયું હતું.

એમ ને એમ દિવસો વીતતા ગયા પરંતુ ના તો રાગ ઘરે આવ્યો કે ના કોઈ રાગ ના સમાચાર મળ્યા. પોલીસે એ રાગ ને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા. અંજલિ અને વિજયભાઈ વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કરો કાપતા, માહિતી આપતા. પરંતુ એમના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. આ વાત ને મહિનો પૂરો થવા આવ્યો હતો. એક દિવસ વિજયભાઈ અને અંજલિ પોલીસસ્ટેશન એ બેઠા હતા ત્યારે ઇન્સ્પેક્ટરએ ખુબ ધીરજ થી કહ્યું, “મિસ્ટર રાગ મહેરા ચાલ્યા ગયા ને એક મહિનો થવા આવ્યો છે.

અમે બનતા બધા જ પ્રયત્નો કરી જોયા. બધા જ વિકલ્પો વિચારી જોયા પરંતુ કઈ શક્ય હોય એવું લાગતું નથી. એમની ન તો કોઈ સાથે દુશ્મની હતી કે જે એમની હત્યા કરે અને ઉપરથી એમની બોડી મળત. એવું કઈ હોત કે કોઈ એમને અગવાહ કરે તો ખંડણી માટે જરૂર ફોન કરે. એ પણ નથી કે થી મિસ્ટર રાગ મહેરા કશે ચાલ્યા ગયા હોય. જો કશે જવા પ્રયત્ન કર્યો હોય તો આઈ ડી પ્રૂફ પરથી ઓળખ ચોક્કસ પણે થઇ હોત અને અમને માહિતી મળી જાત.

એક શક્યતા એ છે કે કદાચ એમને આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હોય. અમે આજુ બાજુ ના જંગલ – જળાશયો ની તલાશી લીધી પરંતુ કઈ હાથ લાગ્યું નથી. ઉપર થી વરસાદ ના હિસાબે જ્યાં એમની કાર મળી હતી ત્યાં પણ કોઈ સબૂત મળી શકે એવી પરિસ્થિતિ નથી. હું તમને ખોટી આશા નથી આપવા માંગતો પરંતુ માણસ ખોવાયા ના છત્રીસ કલાક સુધી જ જીવતા મળી આવવાની આશા છે. એવું બને કે એમનું શબ દૂર નદી માં તણાઈ ગયું હોય અથવા જંગલી પશુ ફાડી ખાધું હોય.

અમે અમારા તરફ થી કોશિશ ચાલુ રાખીશું અને માહિતી આપતા રહીશું પરંતુ આ શક્યતા અને તથ્યો તમને કહ્યા. હવે કોઈ માહિતી આપવી હશે તો અમે તમને કોલ કરીશું, પરંતુ હવે આ કેસ પાર થી અમારે ધ્યાન ખસેડી બીજા કેસ પણ જોવા પડશે.”


અત્યાર સુધી સાચવી રાખેલી અંજલિ ની ધીરજ હવે ખૂટવા લાગી એને અપાર ગુસ્સો આવતો હતો. એના થી રહેવાયું નહિ અને એણે ઇન્સ્પેક્ટરને સામે પૂછી નાખ્યું,


“તો તમે એમ કહો છો કે મિસ્ટર રાગ મહેતા ક્યાં છે અને એમની સાથે શું થયું છે એની તમને કોઈ જ આઈડિયા નથી ?”
ઇન્સ્પેક્ટર એ નકાર માં માથું ધુણાવ્યું.


“અરે રાગ આખે આખો માણસ છે ! યાં જય શકે એ ! કોઈ માહિતી કોઈ સાબૂત કે કોઈએ તો જોયું હશે ને ! એ ભૂત થોડું છે કે એમ જ અદ્રશ્ય થઇ જાય ! એ જીવતો જાગતો માણસ છે. તમે કહી છો એ એમ જ કશે હવા માં ગાયબ થઇ ગયો કે પક્ષી લઇ એ ઉડી ગયું કે પછી ધરતી માં સમાય ગયો. ક્યાં જય શકે એ !”


“હવે એ વાત ની હકીકત તો મિસ્ટર રાગ પોતે જ આપી શકે.” ઇન્સ્પેકશર એ પ્રત્યુત્તર આપ્યો.

ઇન્સ્પેક્ટરની વાત પર થી સાફ જાહેર થઇ ગયું હતું કે એમણે રાગ ના મળવાની આશા મૂકી દીધી હતી. અંજલિને એટલું નિસહાય ક્યારેય લાગ્યું નહોતું. કાયમ સ્તંભ જેવા અડીખમ જોયેલા વિજયભાઈ ની હિમ્મત પણ તૂટી ગઈ હતી. બંને ને શું કરવું સમજાતું નહોતું. પરંતુ રાગ ગમે ત્યારે પાછો ફરશે એ આશા હજુ એમના મન માં થી ગઈ નહોતી. અસહાય પરંતુ એક નાની સરખી શા લઇ તેઓ ઘરે પાછા ફર્યા.


(ક્રમશ:)

Leave a Reply