લગ્નના સુખથી દુઃખની સફર ( ભાગ – 4)

” તારાને મારા બધા સપના રેલાયા….
આ તે કેવી સુખ દુઃખની ઘડી..???
તારાને મારા બધા અરમાન છૂટ્યા….
આ તે કેવી સુખ દુઃખની ઘડી..???
તારાને મારા વિચારો પર પાણી ફર્યા…
આ તે કેવી સુખ દુઃખની ઘડી…??? “

( આગળના ભાગમાં આપણે જોયું કે માહી અને વિરાજ બંને માહીના ઘરે વાત કરતા હોય છે. માહીના પપ્પા હાર માની જાય છે કે, હવે કોઈ સુધારો નહિ આવે. પણ, માહી અને વિરાજના મનમાં હજુ ક્યાંકને ક્યાંક એવો વિશ્વાસ છે કે નહિ કદાચ મમ્મી પપ્પા માની જ જશે. માહી અને વિરાજ બંને માહીના પપ્પાને કહે છે માની જશે તો તમને કોઈ વાંધો નથી ને તો અમે કોશિશ કરી જોઈએ. માહીના પપ્પા કે નહિ મને તો બહુ ખુશી થશે જો એ માની જાય તો પણ મને નથી લાગતું માને છતાં, તમે બંને કોશિશ કરવાનું કહો છો તો કરી જોવો. આમ, વાત કરીને માહી અને વિરાજ બંને વિરાજના ઘરે જવા નીકળે છે.)

બંને ઘરે આવે છે. વિરાજ અને માહી આવીને બેસે છે અને બંને વાતો કરવાનું શરૂ કરે છે.

વિરાજ: ” પપ્પા તમે ઉતાવળ કરીને માહીના ઘરે ફોન કેમ કરી દિધો .???”

વિરાજના પપ્પા: ” મે એક વાર જે નિર્ણય લઈ લીધો એ લઈ લીધો હવે એમાં કોઈ ફેરફાર ન થાય, અને મે કંઇ ઉતાવળ નથી કરી મે સમજી વિચારીને જ ફોન કર્યો છે.”

વિરાજ: ” પણ, પપ્પા તમારે મારી પર ગુસ્સો છે ને..??? તમારે ઝઘડો મારી સાથે થયો છે ને તો આ માહીના ઘરનો પ્રસંગ શું કામ ખરાબ કરો છો…???”

વિરાજના પપ્પા: ” જો હવે જે નિર્ણય થઈ ગયો એ થઈ ગયો હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય અને મે તને કહ્યું તો ખરા મારી પાસે પૈસા નથી તો હું કેવી રીતે કરું તમારો પ્રસંગ…???”

વિરાજ: ” પપ્પા આ આપણા ઘરનો મોટો છેલ્લો પ્રસંગ છે અને તમે આવું બોલો છો મને તો બહુ દુઃખ થાય છે તમે મારું નહિ તો માહીના ઘરનું તો વિચારો એ લોકોના ઘરનો આ પહેલો પ્રસંગ છે.”

વિરજના પપ્પા:(થોડું ઊંચા અવાજે) “એ તો તારે બોલતા પેહલા વિચારવું જોઈએ ને હવે શું..??? હવે હું શું વિચારું તે વિચાર્યું..??”

વિરાજ: ( સાવ ઢીલો પડી ગયો) પણ, પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ હું માફી તો માંગુ છું, અને તો પણ તમારે સજા આપવી હોય તો મને આપો ને માહીના ઘરના અને માહીને કેમ ..??”

વિરાજના પપ્પા: ” તમે લોકો આ વિષય પર વાત કરવા આવ્યા હોય તો જતા રહેજો. એક વખત જે મે નિર્ણય લઈ લીધો એ લઈ લીધો હવે હું એમાં કોઈ ફેરફાર નહીં કરું.”

માહી: ( રડતા રડતા) પણ પપ્પા અમે કેટલા હરખથી કપડાં લીધા છે અને બહુ હરખ છે તો ખાલી એક રિસેપ્શન તો રાખી લઈએ તો અમને ખુશી પણ મળે અને અમારો ખર્ચો પણ લેખે લાગે.”

વિરજના પપ્પા: “તમે તો કંઇ ખર્ચ નથી કર્યો, તમારી કરતા તો અમે વધારે ખર્ચ કર્યો છે. તો પણ હું એ ધ્યાનમાં નથી લેતો.”

માહી: ( આ સાંભળીને માહીને વધુ ધ્રાસ્કો લાગ્યો કે, એક દીકરીની કે દીકરીના ઘરનાં ના પૈસાની કોઈ કદર જ નથી. મનમાં ખૂબ દુઃખ થયું પણ એ કંઇ બોલી ન શકી.) “હા ઓકે તમે જ ખર્ચ કર્યો છે.”

વિરાજ: ” પપ્પા આપણા કરતાં તો માહીને અને એના ઘરના ને વધુ ખરીદી થઈ ગઈ છે અને એ લોકોનો પહેલો પ્રસંગ છે એ ન બગાડાય ને, તમારે જે સજા આપવી હોય એ મને આપો.”

માહી: ” રહેવા દે વિરાજ કોઈ અસર નહિ થાય કોઈ પણ વાતની અહીંયા બોલવાનો કોઈ ફાયદો નથી “

વિરાજના પપ્પા: ” તમે બંને મારી સાથે લપ ન કરો, હું મારો નિર્ણય ફેરવવાનો નથી.”

વિરાજ: ” પણ એક વાર વિચાર તો કરો પપ્પા.”

માહી: ” વિચાર્યું છે ને પણ પોતાનું જ બસ બકી બધાનું જે થવું હોય એ થાય.”

વિરાજ: ( સાવ ઢીલો પડી ગયો) “જો પપ્પા તમારે આ જ નિર્ણય એ રહેવું હોય ને તો એ સારું નહિ થાય હો હું પણ પછી આ ઘરમાં નહિ રહું.”

વિરાજના પપ્પા: ” હા તો જતો રેહજે ઘર છોડીને હો ને કઈ કામ પણ નથી તારું અહીંયા તારે જ્યાં જવું હોય ને ત્યાં જતો રહેજે.”

વિરાજ: ” હા જતો જ રહીશ.”

( આમ બધી વાત કરીને વિરાજ અને માહી નીકળે છે. અને માહી વિરાજને વાત કરે છે..)

માહી: ” વિરાજ સાચું આપણે અલગ રહેવા જવું છે..??”

વિરાજ: ” હા જો ને કેવું કરે છે અહીંયા બધા મને હું એ લોકોનો પોતાનો છોકરો છું. મારા લગ્ન શું કામ બગડ્યા..???”

માહી: ” હા હું પણ એ જ વિચારું છું કે કોઈ મા – બાપ પોતાના છોકરાનું આટલું ખરાબ કંઇ રીતે કરી શકે..???”

વિરાજ: ( રડવા જેવો થઈ ગયો) ” માહી મને માફ કરજે હો આપણા સપના અને આપણી બધી તૈયારીઓ કઈ પણ કામમાં નહિ લાગે.”

માહી: ” વિરાજ તું રડ નહિ કંઇ વાંધો નહિ આપણે બંને તો સાથે છીએ ને એ મોટી વાત છે. મારા ઘરના ને હું તારી સાથે જ છીએ હો ને તું ચિંતા ન કર. અને હા મને પણ અહીંયા રહેવું નહિ ગમે તો બની શકે તો બીજું ઘર શોધી લેજે આટલા સ્વાર્થી મમ્મી પપ્પા સાથે કોણ રહી શકે.”

વિરાજ: ” એ હા ઓકે.”

( બંને વાત કરીને છૂટા પડે છે. લગ્ન બંનેના ત્રણ મહિના પાછળ છે પણ આ બધું થવાથી લગ્ન વહેલા લેવાય જાય છે. એવામાં પણ અને વિરાજના મમ્મી વિરાજને વારે વારે કહે છે સવારમાં વિરાજ તું ક્યારે જવાનો છે…??? ઘર છોડીને બેગ પેક કરી આપું તારા સાસરે રહેજે. બંનેના ઘરે લગ્નની વાત ચાલે છે આટલું જલ્દી કરવાથી માહીના ઘરે બધી રસમ નથી થતી બહુ ઓછા લોકોને આમંત્રણ આપવાનું નક્કી થયું છે. કોણ આવા મમ્મી પપ્પા હોય જે પોતાના છોકરાના લગ્નનો પણ કોઈ વિચાર નહિ કરતા…???? શું આવા સ્વાર્થી મમ્મી પપ્પા પણ હોતા હશે…????તો શું વિરાજના ઘરે બધી રસમ થશે…??? શું વિરાજના મમ્મી પપ્પા વિરાજની ખુશી માટે પણ કંઇ કરશે કે નહિ. ..???? વિરાજના ઘરે નવી વહુ આવે એની ખુશી કોઈ ને હશે કે નહિ…???? શું વિરાજને ઘર છોડીને જવા દેશે કે આમાં પણ પોતાનો સ્વાર્થ જોશે…????? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે જોડાયેલા રહો અને તંદુરસ્ત રહો.)

                                                            ( ક્રમશઃ)

Leave a Reply