સંજોગ

અમદાવાદની ક્રિષ્ના ખૂબ જ ગુસ્સેલ અને હરતું ફરતું વાવાઝોડું જ જોઈ લો. એવી છોકરી હતી. હવે તેને સંજોગ કહો કે કુદરતનો ખેલ!! એ તો ભગવાન જ જાણે. ક્રિષ્ના ને એક વખત એક છોકરાં સાથે પ્રેમ થઈ ગયો. લાખ કોશિશો છતાંય પ્રેમ શબ્દથી દૂર ભાગવાવાળી છોકરીને પ્રેમ થઈ ગયો. બસ આ વાત જ ક્રિષ્ના ના મિત્રો ને સમજમાં નહોતી આવતી.

“અરે ક્રિષ્ના, તું ભાનમાં તો છે ને!!” ગોપીએ ક્રિષ્ના ના બંને ખંભા પકડીને કહ્યું.

“હાં, હું ભાનમાં જ છું. આમ પણ હું કોઈ પણ કામ હજાર વખત વિચારીને કરું છું. તો ભાનમાં નથી. એવું તો કોઈ કહી જ નાં શકે.” ક્રિષ્ના બેધડક થઈને બોલી ગઈ.

આ તો બસ એક શરૂઆત હતી. આગળ તો હજું ઘણું થવાનું બાકી હતું. હવે આ પ્રેમ કહો કે મન નો વહેમ!! પણ ક્રિષ્ના તો આ ચક્કરમાં પડી જ ગઈ હતી. હવે કોઈ કાળે તેને આમાંથી કાઢવી મુશ્કેલ હતી.

ક્રિષ્ના ક્યારેય કોઈની વાત માનતી નહીં. બધાંને પોતાની આંગળીનાં ઈશારે નચાવતી ક્રિષ્ના ને હવે કોઈ બીજાનાં ઈશારે નાચવાનો શોખ થયો હતો‌. એ નચાવનાર રોશન હતો. જેને ક્રિષ્ના પ્રેમ કરતી હતી.

“હેય, તું અહીં શું કરે છે? હું ક્યારનો તારી રાહ જોતો હતો.” રોશને આવીને પોતાનાં આગવા અંદાજમાં કહ્યું.

Advertisement

“બસ તારી જ રાહ જોતી હતી.” ક્રિષ્ના એ પોતાનાં નટખટ અંદાજ માં કહ્યું. પણ ક્રિષ્ના એ વાતથી અજાણ હતી, કે આગળ જતાં બહું મોટાં દલદલમાં ફસાવાની‌ છે.

“તો ચાલ, રાહ કોની જુએ છે!!” રોશન ક્રિષ્ના નો હાથ પકડી તેને પોતાની બાઈક તરફ લઈ જવાં લાગ્યો.

અમદાવાદ ની ટી પોસ્ટ પર થયેલી પહેલી મુલાકાત ક્રિષ્ના માટે તેનો પહેલો પ્રેમ હતો. પણ રોશન માટે આ કોઈ નવી વાત નહોતી. દેખાવે કોઈ સાઉથ ઇન્ડિયન હીરો જેવો‌ લાગતો રોશન  માત્ર આંગળીના એક ઈશારે ક્રિષ્ના જેવી હજારો છોકરીઓની લાઈન લગાવવા જેટલો સક્ષમ હતો.

કોલેજના ત્રણ વર્ષ સુધી દિવસ-રાત રોશન સાથે ચિપકી રહેલાં રોશનના મિત્રો ને પણ ખબર નહોતી, કે રોશનના અત્યાર સુધીમાં કેટલી છોકરીઓ સાથે ચક્કર રહી ચૂક્યાં છે. જેમ રોશન માટે આ બધું નવું નહોતું. એમ રોશનના મિત્રો અને પરિવાર માટે પણ આ વાત કાંઈ નવી નહોતી. પણ, ખબર નહીં કેમ!! કોફીનો એક કપ ઓર્ડર કરતી વખતે તેમાં કંઈ વસ્તુ કેટલાં પ્રમાણમાં પડી, એ પણ પૂછી પૂછીને પીનારી ક્રિષ્ના રોશનના પ્રેમમાં કેવી રીતે પડી?? એ વાત રોશનના પપ્પાના ચા ની લારી પરથી બિઝનેસ ટાયકૂન બનવાનાં સફર જેટલી જ અજાણી હતી.

રોશન ક્યારેય એક છોકરી સાથે લાંબો સમય ટકી રહે. એ કેટેગરીમાં આવતો જ નહીં. મહિનાની તારીખ બદલતાં તેની બાઈક પાછળ ની છોકરી પણ બદલી ગઈ હોય. અમદાવાદનાં મોટાં બિઝનેસ ટાયકૂન મિ.દેવેન્દ્ર પ્રસાદ રોશનના પપ્પા હતાં. અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં મોટો બે માળનો બંગલો, એક મોટી કંપની!! જે પાંચ વર્ષ થી અમદાવાદ શહેરમાં ધૂમ મચાવી રહી હતી. પાંચ વર્ષ માં એક પણ એવો બિઝનેસમેન નહોતો, કે જે દેવેન્દ્ર પ્રસાદને માત આપી શકે. કોઈ કદાચ તેમનાં કામની આડે પગ નાંખવાની કોશિશ કરે, તો એ રસ્તે રખડતો થઈ જાય.

દેવેન્દ્ર પ્રસાદની આખાં અમદાવાદમાં બોલબાલા હતી. એ પોતાની કંપનીનું પ્રેઝન્ટેશન આપે, ત્યારે સામે બેઠેલાં બધાં વ્યક્તિ નિઃશબ્દ બની જાય. તેમની આવડત પરથી કોઈ કહી જ નાં શકે, કે પાંચ વર્ષ પહેલાં તેઓ ચા ની લારી ચલાવતા હતાં. જ્યારે આજે પાંચ વર્ષ પછી તેમણે એટલો મોટો બિઝનેસ ઉભો કરી લીધો હતો, કે ક્યારેક તેમને પોતાની પ્રગતિ ઉપર જ વિશ્વાસ નાં આવતો. પણ આ એક હકીકત હતી. જેને કોઈ અવગણી શકે એમ નહોતું. પણ અચાનક ચા ની લારી ચલાવતો વ્યક્તિ કરોડપતિ કેવી રીતે બની ગયો!! આ વાત અત્યાર સુધી કોઈની સમજમાં નહોતી આવી.

રોશન ક્રિષ્ના સાથે આજે ફરી એકવાર ટી પોસ્ટ પર આવ્યો હતો. ટી પોસ્ટ તો આજે પણ એમની એમ જ હતી. પણ આજે પહેલી મુલાકાત ને એક મહિનો પૂરો થયો હોવાથી રોશનની લાઈફમાં એક નવી છોકરી પણ ઉમેરાઈ હતી. પણ સંજોગોવસાત એ ક્રિષ્ના નહીં કોઈ બીજી છોકરી હતી. ટી પોસ્ટ ની અંદર પગ મુકતાં જ રોશનના મોબાઈલ ની રીંગ વાગી. રોશને ક્રિષ્ના ને અંદર બેસાડી, બહાર જઈને કોલ રિસીવ કર્યો.

“હાં બોલ, અત્યારે કોલ કરવાની શું જરૂર પડી??” રોશને થોડો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું.

“તે આજે મને મળવાં બોલાવેલી. પણ તું ત્યાં આવ્યો જ નહીં. તો એનું કારણ પૂછવા જ મેં તને કોલ કરેલો.” સામેથી એક શિકાયત થી ભરેલો એક મીઠો રણકાર સંભળાયો. આ એ જ છોકરી હતી. જે આજ સવારે જ રોશનના જીવનમાં તેની એન્ટ્રી મારી ચુકી હતી.

“મારી પાસે તારી રાહ જોવાનો સમય નહોતો. હું મારાં સમય પર જ ત્યાં પહોંચી ગયો હતો. પણ તું નહોતી આવી. તો હું મારાં કામે આવતો રહ્યો.” રોશને બહું જ ખરાબ રીતે એ છોકરીને જવાબ આપ્યો.

એ છોકરીએ સીધો જ કોલ કટ કરી નાંખ્યો. રોશનને આ વાતનો‌ કોઈ ફરક નાં પડ્યો. તે અંદર ક્રિષ્ના પાસે જતો રહ્યો. ક્રિષ્ના કોફી ઓર્ડર કરીને પીવા લાગી હતી. રોશન અંદર આવતાવેંત જ ક્રિષ્ના સામે આંખો ફાડીને જોવાં લાગ્યો.

“આમ શું જુએ છે?? તારે આવતાં મોડું થયું. તો મેં કોફી નો ઓર્ડર આપી દીધો. હવે કોફી આવ્યાં પછી મારાથી રાહ નાં જોવાઈ. તો મેં પીવાનું સ્ટાર્ટ કરી દીધું.” ક્રિષ્ના જાણે રોશન શાં માટે એમ જોતો હતો. એ વાતનું કારણ‌ જાણી ગઈ હોય. એમ ફટાફટ બધું બોલી ગઈ.

રોશન ક્રિષ્ના ની સામેની જગ્યાએ બેસી ગયો. ક્રિષ્ના એ કોફી પીવાનું ચાલું જ રાખ્યું. કોફી પીતાં પીતાં એ જાણે ભૂલી જ ગઈ હતી, કે તેની સાથે રોશન પણ આવ્યો છે.

રોશને એક નજર ટેબલ પર કરી. ક્રિષ્ના નાં હાથમાં જે કોફી નો મગ હતો. એનાં સિવાય બીજો કોઈ મગ ક્યાંય દેખાતો નહોતો. બધું જોતાં જ રોશનની સમજમાં આવી ગયું, કે‌ ક્રિષ્ના એ તેનાં માટે કોફી ઓર્ડર નહોતી કરી. રોશને ક્રિષ્ના સામે એક અણગમો વ્યક્ત કરતી નજર કરી. પછી જાતે જ પોતાનાં માટે કોફી ઓર્ડર કરી દીધી.

રોશન માટે તો‌ ક્રિષ્ના એક રાતનું રમકડું હતી. પણ એની સાથે રમવું રોશન માટે થોડું અઘરું પડી રહ્યું હતું. જે વાત રોશનને હવે સમજાઈ રહી હતી. ક્રિષ્ના સાથે મુલાકાત થયાંને એક મહિનો થઈ ગયો હતો. પણ આજ દિન સુધી રોશન ક્રિષ્ના ની પરમિશન વગર તેની નજીક પણ જઈ શક્યો નહોતો.

“તારે કોફી પીવાઈ ગઈ હોય, તો હવે જઈએ??” ક્રિષ્ના એ કોફી ખતમ કરીને, ઉભાં થતાં કહ્યું.

ટી પોસ્ટ પબ્લિક પ્લેસ હોવાથી ક્રિષ્ના ને વધું કાંઈ કહી નાં શકાય‌. એમ વિચારી રોશન પણ બિલ પેમેન્ટ કરીને ક્રિષ્ના સાથે ટી પોસ્ટ ની બહાર નીકળી ગયો.

ક્રિષ્ના અમદાવાદમાં એકલી જ રહેતી. અહીં તેનું પોતાનું કહી શકાય, એવું તેનાં મિત્રો સિવાય કોઈ નહોતું. તો પરિવારનો ડર કે કોઈ પાબંદી નાં હોવાથી, રોશને ક્રિષ્ના ને દર વખતે તેનાં ઘર સુધી મુકવા જવું પડતું.

આ એક મહિનો રોશન માટે બહું ભારે રહ્યો હતો. ‘ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા બાર આના’ આ કહેવત જેવી રોશનની હાલત થઈ ગઈ હતી.

(ક્રમશઃ)

Leave a Reply