સાચી શુભકામનાઓ

એક નોખું બંધન છે અદકેરું,
લાગણીનું પહેલું એ મીઠેરુ
ભાઈ બહેનનો સંબંધ સોનેરી,
વીરા તું જુગજુગ જીવે સદા,
તારી આરઝુ પૂર્ણ થાય હંમેશાં.
તારાં આ જન્મદિને હું અર્પુ તને,
જન્મદિનની લાખો શુભકામના.

સમય સાથે બદલાઈ ઈચ્છાઓ,
સર્વસ્વને પલટે એવી વિટંબણા,
સ્નેહ કદી ન પલટાય આપણો,
છે એ ધાગાનો મીઠો જાદુ પ્યારો
વીરા મારાં બનજે એક સહારો,
માતપિતાનો પ્યારો તું દુલારો બને,
જન્મદિનની લાખો શુભકામના.

બાળપણમાં કરી તી ધીંગામસ્તી,
યાદો એની આજે પણ છે મીઠી,
વીરની ભીંજાય કદીક આંખડી,
હું બનું એની ઢાલ મીઠી મજાની,
બધું ય બદલાતું સમયનાં વહેણે
પણ સંબંધને ન વિસારે તું કદી,
જન્મદિનની લાખો શુભકામના.

આજે છીએ દૂર જએકબીજાથી,
સમય સરકતા વાર નથી લાગતી,
બદલાવું તો પડશે ને હવે આપણે,
સ્નેહનો નથી બદલાયો કોઈ તાળો,
ઓછાં મળીશું પણ લાગણીઓને,
નહીં નડે કદીક હવે ભરતીને ઓટ,
જન્મદિનની લાખો શુભકામના.

ભાઈ બહેનની છું પ્યારી મિશાલ,
નોખાં સંબંધોની અનોખી મજાલ,
હું ય એક એવી મારીશ લટાર કે,
પળેપળની તારીય કરીશ દરકાર,
પરિવારની સાથે પિયરની ઉજળી,
એ ખાનદાની હું સદાય નીભાવીશ,
જન્મદિનની લાખો શુભકામના.

ડૉ.રિધ્ધી મહેતા “અનોખી”

સાચું આભૂષણ

શ્વેત સુંવાળું દેહનું આવરણ,
સ્મિત જોઈને તરસે નયન,
એક આભૂષણની એ મને
તમન્ના જાગી મુજ મનને,
કે કોઈ દેશે હવે ક્ષમા ?
વર્ષ આખું પેટ ભર્યું ને
ઓડકાર ખાધો રોજરોજ,
પારકી પંચાયતનો કોળિયો,
મન સંતોષતો મન ભરીભરી
શીદ મંગાવે છે હવે ક્ષમા?
શબ્દોનું નથી કરવું હવે,
માફી માગીને જ છેદન,
મન આખું ન્હવણ કરીને
કર્મોનું સાચું કરવું નિકંદન
પછી તો મંગાશે ને ક્ષમા ?
જિહ્વાને આપવી લગામ,
હેતનું એક મીઠેરુ એંધાણ
ભોંય સુધી થવું છે નિર્મળ
જીવતરને કરવું છે સફળ,
માફી હું માંગુ દિલથી ને,
તુંય કરે કર્મોનાં ચૂરેચૂરા,
તો જ ઘણાશે ને ઈશ્વર
નશ્વર દેહની સાચી ક્ષમા?

ડૉ.રિધ્ધી મહેતા “અનોખી”

Leave a Reply