આંધી

                                આંધી
covid-19 અને સોસીયલ ડિસ્ટન્સનાં લીધે આપણે લોકોથી જેટલા દૂર રહેવા લાગ્યા એટલા જ પરિવાર અને ફિલ્મની નજીક આવી ગયા. આવા માહોલમાં ભલે થિયેટર બંધ હોઈ પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ તો ચાલુ જ છે ને, જે અવિરતપણે મન-ગમતી ફિલ્મ પુરી પાડવા સક્ષમ છે.

નેટફ્લિક્સ કે પછી એમેઝોન પ્રાઈમ હોય કે ડિઝની હોટસ્ટાર, લગભગ બધી નવી આવેલી ફિલ્મ્સ આપણે જોઈ લીધી હશે….. પરંતુ જો થોડું ઇન્ટરનેટ વધારે હોઈ અને એક સારી પ્રેમકથા વાળી મૂવી જોવી હોઈ તો ‘વેલેન્ટાઈન્સ ડે’ નાં દિવસે રિલીઝ થયેલી “આંધી” એ ખુબ સારો વિકલ્પ બની શકે છે.

જી હા, નવા સમયમાં જુના મૂવી જોવાની વાત! નવી ફિલ્મ શ્રેષ્ઠ છે જ પરંતુ 14 ફેબ્રુઆરી,1975 માં આવેલી ફિલ્મ આંધી એ હાલની મૂવીને જોરદાર સ્પર્ધા આપી શકે તેમ છે. ફિલ્મનાં ડિરેક્ટર ગુલઝાર સાહબ છે જયારે સંજીવ કુમાર, સુચિત્રા સેન અને ઓમ શિવપુરી જેવા મઢાયેલા કલાકારોની જોરદાર એકટિંગ ફિલ્મને ધગધગતી રાખે છે. ફિલ્મનો રન ટાઈમ લગભગ 132 મિનિટ જેટલો છે.

શરૂવાત કંઈક આવી રીતે થાય છે કે…  આરતીદેવી (સુચિત્રા સેન) એ પ્રખ્યાત રાજકારણીના પુત્રી હોઈ છે જે પાર્ટી દરમિયાન જ્યુસમાં નશાકારક પદાર્થની ભેળસેળ થઇ હોવાના કારણે ઘરે જવાને બદલે એકલા જ એક હોટલમાં જઈ પડે છે જ્યાંના મેનેજર જે. કે. (સંજીવ કુમાર) હોઈ છે.

Advertisement

નશામાં ધૂધ આરતીદેવીને જે. કે. તેમના રૂમ સુધી મૂકી આવે છે, જયારે સવારે બિલ ચૂકવવાનું થાય ત્યારે આરતીદેવી પાસે પૈસા નથી હોતા આથી એ બિલ કોઈ બીજીવાર ચૂકવી દેવાનું જે. કે. તેમને જણાવી બહાર કાર સુધી મુકવા જાય છે અને આરતી દેવી જે. કે. ને પોતાના ફોન નંબર વાળું કાર્ડ આપી ત્યાંથી નીકળે છે, જે કાર્ડ જે. કે. તૈયારીમાં ફાડી નાખે છે….. અને મૂવી થોડી આગળ વધે છે. જોત-જોતામાં બંન્ને લગ્ન કરી લેય છે જેનાથી આરતીદેવીના પિતાજી ખુશ નથી હોતા.

થોડા વર્ષોમાં તો જે. કે.-આરતીદેવી, તેમની દીકરી અને વૃદ્ધ નોકર એમ ચાર જણાનો સુંદર-ખુશાલીભર્યો પરિવાર બની જાય છે, પરંતુ પિતાજીની તબિયત લથડી પડતા આરતીદેવી જે. કે. ની ઈચ્છા વિરુદ્ધ રાજકારણમાં પ્રવેશે છે અને આથી તેમણે પરિવાર છોડવો પડે છે.

હવે વર્ષો પછી આરતીદેવી પોતાની પાર્ટીના પ્રચાર માટે જયારે કોઈ જગ્યાએ આવે છે ત્યાં એમના પર પથ્થરથી હુમલો થાય છે, જેની પ્રેસ કોન્ફરન્સ પુરી થયા પછી આરતીદેવીને ધ્યાને આવે છે કે તેઓ જે રૂમમાં બેસ્યા છે તેની દરેક વસ્તુની ગોઠવણી તેમને ગમતી રીતે જ થયેલ છે. પરંતુ આ બાબત પર આરતીદેવી વધુ ધ્યાન આપતા નથી.

પાર્ટીના કાર્યકર્તાઓ માટે રાખેલી પાર્ટી દરમિયાન જે. કે. ના નોકર થકી આરતીદેવી એ જે. કે. ને મળવા તેમના ઘરે જાય છે. બાદમાં આરતીદેવીની સમાજમાં બદનામી થવી કારણ કે લોકો માટે તેઓ અપરિણીત હોઈ છે અને આમ છતાં પણ આરતીદેવીનું પાર્ટી માં ટકી રહેવું, ચૂંટણીમાં ખુબ સારા વોટ થી જીતવું અને ફરી પાછા દિલ્લી જતી વખતે જે. કે. ને પાછા આવી રાજકારણ અને ગૃહસ્થી બંન્ને સંભાળવાનું વચન આપવું આ બધુ જ રોચક છે.

જે ગીત દરમિયાન આરતીદેવી અને જે. કે. ના ફોટોગ્રાફર ફોટા લઇ આરતીદેવીને બદનામ કરવાનું કાવતરું રચે છે એ ગીત કિશોરકુમારજી અને લતાજી દ્વારા ગાવામાં આવેલ છે… ‘તેરે બીના ઝિન્દગી સે કોઈ સીકવા તો નહીં…’ ભલે હાલ હની સીંગ કે બાદશાહનો ટ્રેન્ડ હોઈ પરંતુ આ ગીત મનોમન પ્રેમમાં ના હોવા છતાં પણ પ્રેમનો અહેસાસ કરાવી આપે એવું છે.

ફિલ્મના અંતથી એક બોધ તો એવો મળે જ છે કે જીવનમાં ભલે આપણે કોઈ પાટો ચુકી ગયા હોઈએ, તેને ફરી પાછો પકડી જીવનની ગાડી ફરીથી એક વાર સળસળાટ દોડાવી શકાય છે, કે પછી ગૃહસ્થીમાં ભલે આંધી જેવી તકલીફ આવી પડે પરંતુ તેમાં પ્રેમ, હૂંફ, સમજદારી, ઈમાનદારી જેવી બાબતો સાંકળી સુંદર લગ્નજીવન બનાવી અનમોલ જીવનનો આનંદ ઉઠાવી શકાય છે.

ફિલ્મમાં કલાકારોનો દમદાર અભિનય અને ખુબ જ સરસ રીતે અપાયેલું સંગીત, તેની વાર્તા – પ્રાકૃતિક દ્રશ્યો એવી રીતે આપણને તેની સાથે જકડી રાખે છે કે ફિલ્મ જોવાનું શરુ કર્યાં બાદ જ્યાં સુધી તેનો અંત નથી આવતો ત્યાં સુધી આપણને ચેન મળશે નહીં. જો ફિલ્મને સ્ટાર આપવાની વાત હોઈ તો આટલી જૂની ફિલ્મ માટે પણ હું તો 5 માંથી 4 ઉપર જ સ્ટાર આપી શકીશ.

Leave a Reply