” બધા દુઃખો સહન કરીને હસતી રહું છું….
કારણકે.. હું એક દીકરી છું….
બે – બે ઘર હોવા છતાં પારકી ગણાવ છું…
કારણકે…હું એક દીકરી છું…..
દરેકના દિલમાં હોવા છતાં બધાંને ખટકુ છું…
કારણકે…હું એક દીકરી છું…
બધાની સાથે હોવા છતાં ખૂણામાં રડું છું…
કારણકે….હું એક દીકરી છું….
દીકરી શું હંમેશા દુઃખી જ રહેતી હશે…???? આ કવિતા પરથી તો એવું જ લાગે ને..??? ના, એવું નથી હોતું પણ એ એના દિલની ગાથા પણ કોઈને નથી કહેતી એ પણ એક સત્ય હકીકત છે. તો શું છે એક દીકરી ના દિલમાં શું કામ કોઈ જાણી ન શકે..??? ચલો જોઈએ.
પાયલ એક સામાન્ય ઘરની છોકરી છે. એને ચપ્પલ, કપડાં, મોબાઇલ આ બધાનો અઢળક શોખ છે. અને આ બધા શોખ એના પુરા થતા ન હતા એવું ન હતું. પણ, પાયલને બીજી પણ એક નાની બહેન હતી. બંને બહેનો એકબીજાનું ખૂબ ધ્યાન રાખે અને ચારેય એકબીજાનું એટલું જ ધ્યાન પણ રાખે. પાયલ ઘરમાં સૌથી મોટી આથી, ઘરની બધી વાત એને ખબર હોય એટલે એ એના પપ્પાની હાલત સમજે અને આથી બધું લે પણ સસ્તું લે અને વારે વારે જીદ પણ ન કરે. અને મનમાં વિચારે કે બસ પપ્પા પાસે પૈસા આવી જાય તો બધાના શોખ પપ્પા પુરા કરી શકે. અને પાયલ નાની બહેન ઋતુને પણ સમજાવે કે તારે બહુ મોંઘુ નહિ લેવાનું,વારે વારે નહિ લેવાનું મમ્મી જો બહુ ખર્ચ નથી કરતી. એ એના માટે કંઇ નથી લેતી. પપ્પા નથી લેતા પૈસા બહુ નથી તો આપણે ઓછું લેશું હો ને. આમ, સમજદારીથી પાયલ ભણી અને જોબ કરી અને થોડા સમયમાં લગ્ન પણ થઇ ગયા. ત્યાં પરિસ્થિતિ એના ઘર કરતા સારી હતી પણ, છતાં પાયલ એના પપ્પાની જેમ જ એના પતિનું વિચારતી અને હંમેશા જે મળે એના ખુશ રહેતી. મનમાં ઉદાસ રહેતી અને થોડું રડતી પણ પછી વિચારે આગળ જે થશે એ સારું થશે એમ વિચારીને હસતી જ રહેતી.
આ પાયલ એક જ નથી આવી મિત્રો, દરેક છોકરીમાં ક્યાંકને ક્યાંક પાયલ છુપાયેલી હોય છે. તમે તમારી બહેન, મમ્મી, પત્ની કે મિત્રમાં પાયલને શોધો અને એની મદદ ન કરો, પણ બસ ખાલી એણે ખુશ રાખવાની જ કોશિશ કરો.
( અસ્તુ)