કમળા

“કમળા ! જરા બહાર તો આવ ! જો પ્રીતિ અને જમાઈરાજ આવ્યા છે.”
વિનોદભાઈ એમની પત્ની ને બોલાવી રહ્યા હતા.

વિનોદભાઈ ના લગ્ન ને ત્રીસ વર્ષ થયા હતા પરંતુ લગ્ન ના આટ આટલા વર્ષો માં એક પણ વાર એમના પત્ની સાથે મનમુટાવ બન્યો હોયએવું કોઈના ધ્યાન માં નહોતું. એમના સબંધી અને પાડોશીઓ માટે વિનોદભાઈ અને તેમના પત્ની એક આદર્શ યુગલ હતા. પ્રીતિ એમનીએક ની એક દીકરી હતી. જેમને થોડા મહિનાઓ પહેલા એમને ચિરાગ સાથે લગ્ન કરાવ્યા હતા. આજે પ્રીતિ અને ચિરાગ એમને મળવાઆવ્યા હતા.
વિનોદભાઈ ના પત્ની ઉતાવળે રસોડા માં થી બહાર આવ્યા
“અરે આવો આવો ! હું તમારા માટે પાણી લઈ આવું.“
“અરે મમ્મી તમે બેસો અમે ઘરે થી જ આવ્યા છે એક કામ પતાવી પછી નીકળવું છે.”ચિરાગ એ કહ્યું.
“અરે એમ જ થોડું જવાય, કમળા ! ચા નાસ્તો લઇ આવ.”
વિનોદભાઈ બોલ્યા.

Advertisement


“ચિરાગબેટા તમે કમલા ના હાથ ની ચા નથી પીધી તમે એક વાર કમલા ના હાથ ની ચા અને બટાટાપૌંવા ચાખી જુઓ એ સ્વાદ તમેક્યારેય નહિ ભૂલો.”
“ના ના મમ્મી આજે નહિ બીજી કોઈ વાર.
આજે એક ખાસ કામ છે તમારું મમ્મી તમે બેસો અહીં.” ચિરાગ એ કહ્યું.
“પપ્પા મમ્મી તમારા માટે ચિરાગ એ એક સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. તમારી ત્રીસ મી લગ્ન જયંતી માટે ચિરાગ અને મેં એક ટ્રીપ પ્લાનકરી છે, તમારા માટે.”પ્રીતિ એક જ શ્વાશ માં ખુબ જ ઉત્સાહ થી બોલી ગઈ.
“અરે બેટા એની શું જરૂર છે?
ઉપર થી દિકરી જમાઈ પાસે થી અમારા થી ના લેવાય.”
“મમ્મી તમે જ કહ્યું હતું ને કે હું તમારા દિકરા જેવો છું
તો પછી ના નહીં પાડશો.”ચિરાગ એ કહ્યું.
“અને મમ્મી અમે બધી તૈયારીઓ અને બુકિંગ કરાવી રાખ્યું છે. ફક્ત તમારો પાસપોર્ટ જોઈશે.” એમ કહી પ્રીતિ અંદર ના રૂમ માંપાસપોર્ટ લેવા ચાલી ગઈ.

વિનોદભાઈ વીતેલા વર્ષો યાદ કરતા ચિરાગ કહેવા લાગ્યા,
“સાચે જ હું ખુબ જ નસીબદાર છું કે કમળા પત્ની રૂપે મને મળી. નહિ તો ખબર નહિ મારુ શું થાત ! કમલા એ ઘર અને બાળકો ની જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવી.”
એટલા માં જ પ્રીતિ કબાટ આ થી પાસપોર્ટ લઇ આવી અને ચિરાગ ને આપ્યા.
ચિરાગ પાસપોર્ટ જોઈને ફોર્મ ભરવા લાગ્યો અને આશ્ચર્ય થી બધા સામે જોઈને બોલ્યો “અરે મમ્મી નું સાચું નામ વર્ષા છે?” એકાએક એકાંત છવાઈ ગયો ચિરાગ એ પ્રીતિ સામે જોયું પરંતુ એ કઈ બોલી નહિ.
એટલા માં જ એના મમ્મી બોલવા લાગ્યા, “દિકરા કદાચ તમને ખબર ના હોય પ્રીતિ ના પપ્પા નું મારી સાથે આ બીજું લગ્ન છે. એમનીપ્રથમ પત્ની નું નામ કમળા હતું. દુર્ભાગ્યે લગ્ન ના એક વર્ષ બાદ જ અકસ્માત માં એમનું મૃત્યુ થયું હતું. તેઓ એમને ખુબ પસંદ કરતા હતા. એમની યાદ માં જ અજાણ્યે જ આજે પણ મને કમળા કહી ને બોલાવે છે.”
“હું તમારા માટે ચા અને નાસ્તો લઇ આવું.” એમ કહી તેઓ રસોડા માં ચાલ્યા ગયા.
ચિરાગ પ્રીતિ સામે જોઈ રહ્યો એના ચહેરા પર થી સાફ પ્રતિબિંબિત થતું હતું કે એના મન માં કોઈ બેચેની ચાલી રહી છે.
“માફ કરજો પપ્પા પરંતુ તમે જો મને પોતાનો દિકરો માનતા હોવ તો એક વાત કહેવી છે. તમે જ અત્યારે કહ્યું ને કે તમે મમ્મી ને જીવનસાથેતરીકે મેળવી ને ખુબ જ નસીબદાર છો તો પછી લગ્ન ના આટઆટલા વર્ષો પછી પણ તમે એમને એમના પોતાના નામ થી શા માટે નથીબોલાવતા?” ચિરાગ એ ધારદાર આંખો થી વિનોદભાઈ તરફ જોયું.

કમળાબેન રસોડા માં થી ટ્રે માં પાણી ના ગ્લાસ લઇ એ બહાર આવ્યા, “અરે બેટા એમાં શું થયું? ફક્ત નામ થી ક્યાં લાગણીઓ બદલાઈ જાય છે? ભલે ગમે તે નામ આપ્યું હોય, પણ મારા તરફ એમની લાગણી તો પોતાની છે ને ! વળી આજકાલ પણ પતિ પત્નીએકબીજા ને હુલામણા નામ થી નથી બોલવતા?” એમ કહી કમલા બેન એ વાત પલટાવવા પ્રયાસ કર્યો.
“સોરી મમ્મી પણ હું તમારી આ વાત સાથે સહેમત નથી. હુલામણું નામ આપવું એ અલગ છે અહીં એ એમની પહેલી પત્ની છે.” “તમે જકહો” ચિરાગ એ વિનોદભાઈ તરફ જોયું “તમે તમારી પહેલી પત્ની સાથે એક વર્ષ વિતાવ્યું હતું અને મમ્મી તમારી સાથે ત્રીસ વર્ષ થીસાથે રહે છે. આટલા વર્ષો માં એમને બધી જ જવાબદારી વગર કહ્યે પુરી કરી અને કઈ પણ માંગ્યું પણ નથી તો એમના સ્વમાન ખાતરતમે એમને પોતાના નામ થી બોલાવવા પ્રયત્ન પણ ના કરી જોયો?”
“મમ્મી તમે એકદમ સાચો જવાબ આપજો તમને કોઈ વાર ઈચ્છા ના થઇ કે ખરાબ ના લાગ્યું ?” ચિરાગ એ એમની આંખ માં જોઈ વેધકપ્રશ્ન કર્યો. એમની આંખ માં થી આંસુ વહેવા લાગ્યા. “સાચું કહું તો આજે મને કોઈ દુઃખ નથી. પરંતુ લગ્ન ના આટલા વર્ષો પછી પણજયારે તેઓ મને કમળા કહી બોલાવે છે ત્યારે એમ લાગે છે કે ક્યાંય ને ક્યાંય હું મારી ફરજ પર ઓછી ઉતરી હોઉં ક્યાં તો ક્યાંય નેક્યાંય એમનું ધ્યાન રાખવામાં પાછળ હોઉં એવું લાગે છે. સાચું કહું તો મારા સ્વમાન પર આજે ય ક્યાંય ઠેસ પહોંચે છે.”
“ના એવું કશું ય નથી વર્ષા.” વિનોદ ભાઈ નીચું જોઈ રહ્યા. એમની આંખો ભરાઈ આવી એમની પત્ની તરફ જોવા એમની હિમ્મત નહોતીથઇ રહી. “મને માફ કરજે વર્ષા ! જાણ્યે અજાણ્યે મેં તને ખુબ દુઃખ પહોચાડ્યું છે.” તેઓ હાથ જોડી રહ્યા અને ચિરાગ સામે જોઈ કહ્યું, “બેટા ! તમારો પણ ખુબ આભાર. સાચે જ તમે મારા દીકરા સમાન છો.” વર્ષા બેન ચિરાગ સામે લાગણી અને આભાર ની નજરે જોઈ રહ્યા.

_ડો.રુચિ પટેલ

Leave a Reply