કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-૪)

[આગળના ભાગમાં આપણે જોયું કે જ્હોન , ક્લિન્ટન અને ગર્ગ ઘાસના મેદાનના છેડે આવેલી ઝૂંપડીમાં જાય છે ત્યાં તેમને બંધનાવસ્થામાં મેરી નામની યુવતી મળે છે.  ક્લિન્ટન મેરીને ઝૂંપડીના કેદમાંથી છોડાવે છે  રોબર્ટ નામના વ્યક્તિએ મેરીને આ ઝૂંપડીમાં કેદ કરી હોય છે. મેરીની પોતાની  દુઃખ ભરી દાસ્તાન સંભળાવે છે પછી ક્લિન્ટન એને પોતાની સાથે લઈને પહાડી પ્રદેશ તરફ આગળ વધે છે ]

   ક્લિન્ટન , મેરી , જ્હોન અને ગર્ગ ઝડપથી ચંદ્રની ચાંદનીમાં પહાડી વિસ્તાર તરફ આગળ વધી રહ્યાં હતા. કારણ કે પાછળ એમને રોબર્ટ અને એના સાથીદારો પકડી પાડશે તો ખોટી મુશ્કેલીઓ ઉભી થશે એનો ભય સતાવી રહ્યો હતો.

મેરી મને બહુ તરસ લાગી છે..  અહીંયા આજુબાજુ ક્યાંય પાણી મળી રહેશે..? ક્લિન્ટન ચાલતો ચાલતો મેરી સામે જોઈને બોલ્યો.

“હા છે પણ એ માટે આપણે હજુ થોડુંક ચાલવું પડશે.. પછી તો પહાડીના ઝરણાઓ મળી જશે.. ત્યાં આપણી તરસ છીપશે..’  મેરીએ માહિતી આપતા કહ્યું.

રોબર્ટ જયારે મેરીને આ ઝૂંપડીમાં કેદ કરવા માટે લઈ આવ્યો હતો ત્યારે મેરી અને રોબર્ટ પહાડીના ઝરણાઓ પાસેથી પસાર થયા હતા.  મેરીને ખ્યાલ નહોતો કે રોબર્ટ એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે.. જયારે રોબર્ટ મેરીને હાથીઓના બચ્ચાં બતાવવાની લાલચ આપીને આ ઝૂંપડીમાં લઈ આવ્યો પછી એણે મેરી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો પણ મેરીએ સાફ ઇન્કાર કરી દીધો જેથી ગુસ્સે ભરાઈને રોબર્ટે મેરીને ઝૂંપડીમાં કેદ કરી લીધી. પણ સંજોગાવત ક્લિન્ટને , જ્હોન અને ગર્ગ આ ઝૂંપડીએ આવી પહોંચ્યા અને મેરીને ઉગારી લીધી.

     એક કલાક જેટલું ચાલતા રહ્યા ત્યારે પથરાળ જમીનની શરૂઆત થઈ. ચંદ્રની ચાંદનીનું અજવાળું સારું હતું એટલે ચારેય જણા કોઈપણ જાતની અડચણ વિના આગળ વધી રહ્યા હતા 

“મેરી હજુ કેટલું ચાલવું પડશે..’ ક્લિન્ટન હાંફી ગયેલા અવાજે બોલ્યો.

“બસ હવે થોડુંક જ..’ આમ કહીને મેરી ક્લિન્ટનનો હાથ પકડીને ડાબી તરફ વળી.

  ગર્ગ અને જ્હોન પણ થાકણા કારણે લોથપોથ થઈ ગયા હતા. ગર્ગ તો ક્લિન્ટને આપેલી રાઇફલ પકડીને માંડ માંડ ચાલી રહ્યો હતો.  જ્હોન તો થાક્યા વગર જ એમની ચીજ વસ્તુઓના બે થેલાઓ પીઠ પાછળ લટકાવીને ચાલતો હતો.

“લો આવી ગયું ઝરણું હવે પેટ ભરીને પી લો પાણી..’ મેરી સામેની દિશામાં આંગળી ચીંધીને બોલી.

  ક્લિન્ટન , ગર્ગ અને જ્હોને મેરીએ ચીંધેલી દિશામાં જોયું. થોડેક દૂર પહાડમાંથી નીકળેલું ઝરણું વહી રહ્યું હતું. ચાંદનીના કિરણો ઝરણાના પાણીમાં પરાવર્તિત થવાના કારણે પાણીનો ચળકાટ સપષ્ટ દેખાઈ રહ્યો. ચારેય તરસ્યા હતા એટલે ચારેય ઝરણા તરફ ઝડપથી ચાલ્યા. ઝરણા પાસે પહોંચીને બધાએ પાણી પીધું. પછી ઝરણાથી થોડેક દૂર પડેલા વિશાળ સપાટ પથ્થર ઉપર બેઠા.

“જ્હોનરાત બહુ થઈગઈ છે આજે તો અહીં જ સૂઈજઈએ..’  ક્લિન્ટન જ્હોન તરફ જોઈને બોલ્યો.

“હા.. પણ પેલો રોબર્ટ આવી ગયો તો…’ ગર્ગ ચિંતિત અવાજે બોલ્યો.

“મેરી તું બોલ શું કરીએ. અહીંયા જ સૂઈજઈએ કે પછી આગળવધીએ..?  ગર્ગની વાત સાંભળીને ક્લિન્ટને મેરીને પૂછ્યું.

“અહીંયા રાત વિતાવવામાં થોડુંકજોખમ તો છે. આપણે થોડાકઆગળવધીએ પછી ત્યાં કોઈકસુરક્ષિતસ્થળ જોઈને રાતે વીતાવીશું લઈશું..’ મેરીએ પોતાનો મત રજુ કર્યો.

“હા.. મેરીની વાત સાચી છે આપણે આખોદિવસથી થાકેલા છીએ અને જો રોબર્ટ આવી ગયો તો એનો સામનો કરવો આપણા માટે મુશ્કેલ બની જશે..’ જ્હોને મેરીની વાત ને સમર્થન આપતા કહ્યું.

“તો પછી ચાલો જલ્દી.. મારું માથું ઊંઘના કારણે ફરી રહ્યું છે જ્યાં સુધી મારા શરીરને આરામ નહીં મળે ત્યાં સુધી મારા મનને શાંતિ નહી મળે..’ ગર્ગ પથ્થર ઉપરથી ઉભા થતાં બોલ્યો.

ગર્ગ ઉઠ્યો અને એણે રાઇફલને એના ખભે ભરાવી. જ્હોને પોતાના બંને થેલા ઉઠાવીને પીઠ પાછળ લટકાવ્યા.રિવોલ્વરને સરખી રીતે ચેક કરીને કમરપટ્ટામાં ભરાવી. ક્લિન્ટન અને મેરી પણ ઉભા થયા.

“મેરી કઈતરફઆગળ વધવું છે..?  ક્લિન્ટનેમેરી સામે જોઈને પૂછ્યું.

“ડાબી તરફથી આ પર્વતમાળા પાર કરીને આપણે મસાઈ લોકોના જંગલમાં પ્રવેશી શકીશું. પણ એ જંગલમાં જવું બહુ જોખમી છે કારણ કે એ લોકો માણસને તો પોતાનો ખોરાક સમજે છે..’મસાઈ લોકોની વાત કરતી વખતે મેરીના અવાજમાં થોડોક ડર ભળ્યો.

“ઓહહ.. માનવભક્ષી લોકો..’ મેરીની વાત સાંભળીને ગર્ગ ડરભર્યા અવાજે બોલ્યો.

“ભલે એ લોકો માનવભક્ષી રહ્યા પણ આપણે એ જ દિશામાં આગળ વધવાનું છે. કારણ કે કેપ્ટ્ન અને આપણા સાથીદારો એ જંગલતરફ જ ગુમ થયા છે.. કદાચ એ તરફ જવાથી એમની થોડી ભાળ મળી શકે..’ ક્લિન્ટન બધા સામે જોઈને મક્કમ અવાજે બોલ્યો.

“તમારા સાથીદારોને શોધવા માટે હું તમને પુરેપુરો સાથઆપીશ..’ ક્લિન્ટનની આંખમાં જોઈને મેરી હિંમતભર્યા અવાજે બોલી.

ક્લિન્ટને માનભરી નજરે  મેરી સામે જોયું. પછી બંનેએ એક બીજાને સામે જોઈને હળવું સ્મિત કર્યું. પછી ક્લિન્ટન ચાલ્યો આગળ મેરીએ પાછળથી એનો હાથ પકડી લીધો અને ક્લિન્ટનની સાથે શરમાળ નજરે ચાલવા લાગી. આ જોઈને ગર્ગ અને જ્હોન એકબીજા સામે વિચિત્ર ઇસારો કરીને હસી પડ્યા.

Advertisement

ચંદ્ર વાદળાઓ સાથે સંતાકૂકડી રમતો રમતો આગળ વધી રહ્યો હતો. આકાશમાં છુટા છવાયા વાદળાઓ હોવાના કારણે ચંદ્રની ચાંદનીનું અજવાળું બધાને આગળ વધવા માટે મદદરૂપ બની રહ્યું હતું. જોકે રસ્તો થોડોક પથરાળ અને ખડકાળ હતો એટલે આગળ વધવામાં બધાને થોડીક અડચણો સહન કરવી પડતી હતી છતાં બધા એકબીજાને હિંમત આપીને આગળ વધી રહ્યા હતા.

અડધી રાત થવા આવી હતી. છેલ્લા એક કલાકથી બધા સતત ચાલી રહ્યા હતા એટલે બધાનું થાકેલું શરીર આરામ માંગી રહ્યું હતું.

“ક્લિન્ટન હવે અહીંયા જ આજની રાત વિતાવી દઈએ. મારાથી હવે નથી ચલાતું..’ મેરીએ મૌન તોડ્યું. એના અવાજમાં થાક વર્તાઈ રહ્યો હતો.

“જો સામે પેલું ઘટાદારવૃક્ષ રહ્યું. ત્યાં સુધી ચાલ પછી ત્યાં આપણે રોકાઇ જઈશું..’ ક્લિન્ટન દૂર દેખાતા મોટા વૃક્ષ તરફ હાથ લાંબો કરતા બોલ્યો.

“પણ મારા પગખુબ દુઃખી રહ્યા છે.. મારાથી તો એક ડગલું પણઆગળ નહી વધાય..’ મેરી નીચે બેસી પડતા બોલી.

મેરી નીચે બેસી ગઈ એટલે બધાની સફર આગળ વધતા અટકી ગઈ.  ક્લિન્ટન પણ મેરી પાસે બેઠો. જ્હોન અને ગર્ગ પણ ચાલતા ચાલતા અટકી ગયા.

“ચાલ હું તને ઉઠાવી લઉં..’ક્લિન્ટન ઉભા થતાં બોલ્યો.
આ સાંભળીને જ્હોન અને ગર્ગ ચોંકી ગયા. એમના બન્નેના મનમાં એક જ પ્રશ્ન ઉદભવ્યો કે શું સાચે જ ક્લિન્ટન મેરીને ઉઠાવીને એ વૃક્ષ સુધી લઈ જશે. મેરી પણ ક્લિન્ટનની વાત સાંભળીને શરમાઈ ગઈ.

એ ઉભી થઈ અને ચુપચાપ પેલા વૃક્ષ તરફ ચાલવા લાગી. પણ એ માંડ માંડ પરાણે પોતાના પગને આગળ ધકેલી રહી હતી.  ક્લિન્ટન મેરીની મુશ્કેલી સમજી ગયો. એણે મેરીની નજીક જઈને મેરીને કમરમાંથી પકડીને ઉઠાવી લીધી.  ગર્ગ અને જ્હોન આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. મેરીએ શરમાઈને પોતાની આંખો બંધ કરી લીધી.

   મેરીનું શરીર વધારે વજનદાર નહોતું છતાં ક્લિન્ટન એને પેલા ઘટાદાર વૃક્ષ સુધી લઈ આવતા આવતા હાંફી ગયો. મેરીને વૃક્ષ નીચે ઉતારીને ત્યાં જ બેસી પડ્યો. મેરી શરમાઈ ગઈ હતી એટલે એણે માંડ માંડ ક્લિન્ટન સામે નજરો મિલાવી. બન્નેની નજરો મળતા બંને હસી પડ્યા. આ જોઈને ગર્ગ અને જ્હોન પણ આ જોઈને મુક્તમને હસી પડ્યા.

“ચાલગર્ગ આપણે થોડીકસફાઈ કરી લઈએ. ક્લિન્ટન બિચારો થાકી ગયો હશે..’ જ્હોનની વાત સાંભળીને ગર્ગ જોરથી હસી પડ્યો. 

જ્હોનની વાતનો મર્મ સમજાતા ક્લિન્ટન પણ હસી પડ્યો. મેરી હસીને શરમથી નીચું જોઈ ગઈ.

ક્લિન્ટન અને ગર્ગે સફાઈ કરી લીધી. અડધી રાત ઉપરનો સમય થઈ ચુક્યો હતો. ચારેય થાકેલા હતા એટલે ત્યાં બધાએ લંબાવી દીધું. બધાએ જેટલી મળે એટલી આજે શાંતિથી ઊંઘ કરી લેવાની હતી. કારણ કે આવતી કાલથી મસાઈ લોકોના જંગલમાં એમની જોખમી મુસાફરી શરૂ થવાની હતી.

(ક્રમશ)Leave a Reply