કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-5)

વહેલી સવારે ક્લિન્ટનની આંખો ખૂલી. એણે આજુબાજુ જોયું તો ગર્ગ અને જ્હોન ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. થોડેક દૂર જોયું તો એમના સામાનનો એક થેલો ચીંથરાયેલી હાલતમાં પડ્યો હતો. એમની સાથે જે ખાવાનો સામાન હતો એ આજુબાજુ વેરાયેલો પડ્યો હતો. આ લોકો આખી રાત ઊંઘમાં હતા અને એક બાજુ જંગલી કુતરાઓએ એમનો થેલો ફાડીને અંદરથી ખાવાની ચીજ વસ્તુઓ ખાઈ ગયા હતા. થોડેક દૂર ક્લિન્ટનની રાઇફલ ધૂળમાં પડી હતી. જ્હોનની રિવોલ્વર પણ એજ હાલતમાં બાજુમાં જ પડી હતી. રાઇફલ અને રિવોલ્વરને આ હાલતમાં પડી જોઈને ક્લિન્ટનને જ્હોન અને ગર્ગ ઉપર ગુસ્સો આવ્યો.

“કેટલા બેદરકાર છે બન્ને.. કઈ વસ્તુને કેવીરીતે મુકવી એનું પણજરાયભાન નથી..’ ચડાવેલા મોઢે ક્લિન્ટન સૂઈ રહેલા ગર્ગ અને જ્હોન તરફ તુચ્છકારભરી નજર નાખતા
મનોમન બબડ્યો.

ઉઠીને ક્લિન્ટને શરીરને આમ તેમ મરડયું. આળસ દૂર કરવા માટે ત્યાં એના મગજમાં અચાનક ઝબકારો થયો એની આજુબાજુ મેરી તો હતી જ નહી. એ તરત ઉભો થયો અને આજુબાજુ જોવા લાગ્યો પણ એને મેરી ક્યાંય દેખાઈ નહી. એ તરત આજુબાજુની જગ્યા જોવા લાગ્યો પણ મેરિનો કોઈ પત્તો મળ્યો નહીં ત્યાં તો એની નજર નીચે મેરીના પગલાંઓની છાપ ઉપર પડી. મેરીના પગલાંની છાપ જંગલ તરફ ગયેલી દેખાઈ. ક્લિન્ટન વિચારે ચડ્યો. એના મનમાં પ્રશ્નો ઉદ્દભવવા લાગ્યા. આ મેરી સવાર સવારમાં જંગલ તરફ કેમ ગઈ હશે. અને એ પણ કોઈને કહ્યા વગર એકલી?

ક્લિન્ટન ઝડપથી ગર્ગ અને જ્હોન પાસે આવ્યો આ બન્ને ઊંઘણશી હજુ પણ ઊંઘી રહ્યા હતા. પહેલા તો ક્લિન્ટનને આ બન્નેને લાત મરવાનું મન થયું પણ પછી ગુસ્સો કાબુ કરીને એણે ગર્ગ અને જ્હોનને જોરથી ઢંઢોળ્યા.

ક્લિન્ટને ગર્ગ અને જ્હોનને એટલા જોરથી ઢંઢોળ્યા કે બન્ને એક જ જાટકે બેઠા થઈ ગયા. અને ઊંઘ ભરેલી નજરે ક્લિન્ટન સામે જોવા લાગ્યા.

“શું થયું..?  ક્લિન્ટનનું ચડેલું મોઢું જોઈને ગર્ગે આંખો ચોળતા ચોળતા નિદોષ સવાલ કર્યો.

“અરે.. યાર મેરી નથી દેખાતી આજુબાજુ ક્યાંય..  અને આપણો સામાનપણ કોઈકે રફેદફે કરી નાખ્યો છે. તમે બન્ને તો ઉઠવાનું નામ જ નથી લેતા. બસ સૂતા સૂતા ભેંકડો તાણી રહ્યા છો..’ ક્લિન્ટન જ્હોન અને ગર્ગ સામે જોઈને બોલ્યો એના અવાજમાં ગુસ્સો છવાયેલો હતો.

સામાન તો ઠીકપણ.. મેરીની તને કેમ આટલી ચિંતા છે..’ જ્હોન ઉભા થતાં બોલ્યો. એના અવાજમાં હાસ્ય સાથે રમૂજ હતી.

કંઈ નહીં.. પણ..’ ક્લિન્ટન થોથવાતા અવાજે બોલ્યો.

પણ.. શું… તને તો બહુજ ચિંતા થાય છે મેરીની..’ જ્હોન ક્લિન્ટન સામે જોઈને હસતા બોલ્યો. પછી જ્હોને ગર્ગ સામે જોઈને આંખ મીંચકારી.  ગર્ગ જ્હોનની આ હરકત જોઈને હસી પડ્યો.

ક્લિન્ટન..’ બધા વાતો કરતા હતા ત્યાં તો પાછળથી અવાજ સંભળાયો. બધાએ જોયું તો પાછળ મેરી ઉભી હતી મેરીના હાથમાં કપડાના પોટલાંમાં ફળો બાંધેલા હતા.

“અરે મેરી સવાર સવારમાં ક્યાં ચાલી ગઈ હતી તું.. અમને બધાને તે સવારથી જ ચિંતામાં મૂકી દીધા..’ ક્લિન્ટન મેરી સામે જોતાં ચિંતિત સ્વરે બોલ્યો.

ઓહહ.. પણ હું સવારમાં જાગી ત્યારે બધું વેરવિખેર પડ્યું હતું.તમે ત્રણેયપણઘસઘસાટ ઊંઘી રહ્યા હતા એટલે પછી હું તમને પૂછ્યા વગર જ આ ફળો લેવા જતી રહી..’ આમ કહીને મેરીએ ફળોનું ટોપલું નીચે મૂક્યું.

પણ તારે ક્લિન્ટનને તો પૂછીને જ જવુ જોઈએ. એ બિચારો તારી જ ચિંતામાં અડધો થઈ ગયો..’ જ્હોન મેરી સામે જોઈ હસીને બોલ્યો. ગર્ગ જ્હોનના શબ્દો સાંભળીને હસી પડ્યો.  ક્લિન્ટન અને મેરીની આંખો મળી એ પણ એકબીજાની આંખોમાં જોઈને હસી પડ્યા.

“તું કીધા વગર જતી રહી એટલે એણે બધો ગુસ્સો અમારા ઉપર કાઢ્યો..’ ગર્ગ ક્લિન્ટન અને મેરી સામે જોતાં બોલ્યો.

મેરીએ ક્લિન્ટન સામે જોયું. ક્લિન્ટન નીચુ જોઈ ગયો.

“ના હું મેરીના કારણે ગુસ્સે નહોતો થયો..’ ક્લિન્ટન ગર્ગ સામે જોતાં બોલ્યો.

“તો કયા કારણે તું અમારા ઉપર ગુસ્સે થયો..?  ગર્ગે વળતો પ્રશ્ન કર્યો.

“અરે મુર્ખાઓ તમે બન્ને રાઇફલ અને રિવોલ્વર ક્યાં મૂકીને સૂઈ ગયા છે એતો જુઓ. આ જ તો આપણુ હથિયાર છે એના વગર તો આપણે આ જંગલમાં એક ડગલું પણઆગળ વધી શકીએ એમ નથી.. અને તમે બન્ને એને જેમતેમ મૂકીને સૂઈ ગયા..’ ક્લિન્ટન ફરીથી ગુસ્સે થતાં બોલ્યો.

ઓહહ.. માફ કરી દે.. દોસ્ત..અમે થાકેલા હતા એટલે એનું તો ધ્યાન જ ના રહ્યું..’ જ્હોન પોતાની ભૂલ સ્વીકારતા બોલ્યો.

પછી જ્હોન અને ગર્ગની નજર ધૂળમાં પડેલી રાઇફલ અને રિવોલ્વર તરફ ગઈ. પોતાની આટલી બેદરકારી જોઈને એમની નજર ઝૂકી ગઈ.

“હવે એ બધી માથાકૂટ છોડો.. અને ચાલો આ ફળો ખાઈ લો એટલે આપણે આગળવધીએ..’ બધા સામે જોતાં હસીને કહ્યું.

બધા ફાળો ખાવા બેઠા. કારણ કે ફળો ખાધા સિવાય    એમની પાસે ખાવા માટે બીજો કોઈ જ વિકલ્પ નહોતો. કારણ કે એમની ખાવાની ચીજવસ્તુઓ તો રાતે જંગલી કુતરાઓ રફેદફે કરીને ખાઈ ગયા હતા.

સૂર્યનું આકાશમાં આગમન થઈ ચૂક્યું હતું. નાના મોટા ઘાસ ઉપર છવાયેલા ઝાકળબિંદુઓ સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા હતા. અહીંથી દેખાતી પહાડની ટેકરીઓ ઉપર લીલોતરી છવાયેલી હતી. મેસો જંગલ પાર કર્યા પછી આવેલી પર્વત શૃંખલા ખુબ લાંબી હતી. દૂર દૂર સુધી નજર ના પહોંચે ત્યાં સુધી નાની મોટી ટેકરીઓની હારમાળાઓ દેખાઈ રહી હતી. સૂર્યનો ઉદય થઈ ગયો હોવા છતાં હજુ દૂર સુધી ટેકરીઓ ઉપર આછું ધુમ્મ્સ છવાયેલું હોય એવું દેખાઈ રહ્યું હતું.

“મેરી હવે કઈ દિશામાં જઈએ..’ ફળો આરોગ્યા પછી ક્લિન્ટન મેરી સામે જોતાં બોલ્યો.

“જો મસાઈ લોકોના જંગલમાં જવું હશે તો આપણે ડાબી તરફઆગળ વધવું પડશે. વચ્ચે એક નદી આવશે. એ પછી મસાઈ લોકોની વસાહતો શરૂ થશે. પણતરફ જવામાં જોખમ બહુ જ છે ક્લિન્ટન..  જો એકવાર એમના હાથમાં સપડાઈ ગયા તો ત્યાંથી બચીને નીકળવું બહુજમુશ્કેલથઈ જશે..’ મેરી ક્લિન્ટનને માહિતી આપતા બોલી.

“હા.. એ બાજુ જવામાં જોખમ તો ઘણું છે.. પણકેપ્ટ્ન અને એમના સાથીદારો લગભગ એ બાજુ જ ગયા છે એટલે કદાચતરફ જવાથી એમનો પણભેદઉકેલાઈજાય..’ ક્લિન્ટન બધા સામે જોઈને ગંભીરતા પૂર્વક બોલ્યો.

“સાચી વાત છે ક્લિન્ટન આપણે મસાઈ લોકો જે તરફ રહે છે એ તરફ જ આપણે આગળ વધીશું કારણ કે આપણુ મકસદકેપ્ટ્ન અને સાથીદારોને શોધવાનું છે..’ જ્હોને પોતાનો નિર્ણય સંભળાવ્યો.

“તો પછી ચાલો હવે આગળવધીએ..’ ગર્ગ જુસ્સા ભરેલા અવાજે બોલ્યો.

   ગર્ગે રાઇફલ સંભાળી. જ્હોને પોતાની રિવોલ્વર ચકાશીને કમર પટ્ટામાં ભરાવી. મેરી અને ક્લિન્ટન આગળ ચાલવા લાગ્યા. પાછળ ગર્ગ અને જ્હોન પણ ચાલવા લાગ્યા. જ્હોન પાસે આજે એક જ થેલો હતો જેમાં ત્રણ ચાર ચાદરો અને ત્રણેય મિત્રોના કપડાં હતા. ખાવાની ચીજવસ્તુઓ જેમ થેલામાં હતી એ થેલાનો તો રાતે જંગલી કુતરાઓએ સત્યાનાશ વાળી નાખ્યો હતો એટલે એને તો ત્યાં જ મૂકીને બધા ચાલતા થયા.

  સૂર્ય ધીમે ધીમે ગગનમાં વિહરી રહ્યો હતો. સવારનો પહોર હતો એટલે બધાને ગરમી ઓછી લાગી રહી હતી. રસ્તો થોડોક ખડકાળ અને પથરાળ હતો. છતાં બધા હિમ્મત ગુમાવ્યા વગર આગળ વધી રહ્યા હતા.

“ત્યાં જુઓ.. પેલી નદી વહી રહી છે ત્યાંથી મસાઈ લોકોની વસાહતો શરૂ થશે..’ મેરી દૂર દેખાતી નદી સામેં હાથ લાંબો કરતા બોલી.

પણ આપણે એ નદીને પાર કેવીરીતે કરીશુ..?  ગર્ગે પ્રશ્ન કર્યો.

“હા નદીને પાર કેવીરીતે કરીશું મેરી..’ ક્લિન્ટન પણ ચાલતા ચાલતા મેરી સામે જોઈને બોલ્યો.

જુઓ નદી વધારે ઊંડી નથી. એનો પ્રવાહએકદમ ધીમો છે આપણુ અડધું શરીર ડૂબે એટલી જ ઊંડાઈ છે નદીની..’ મેરીએ પોતાના પેટ સુધી ઇસારો કરી સમજાવ્યું.

“તો તો ઠીકપાર કરી લઈશું..’ ગર્ગ ખુશીથી બોલ્યો.

પણ ત્યાં એક મુશ્કેલી બીજી છે ત્યાં..’ મેરી ફરીથી બોલી.

“શું મુશ્કેલી છે ત્યાં..? ચુપચાપ ચાલતો જ્હોન પોતાનું મૌન તોડતા બોલ્યો.

“મુશ્કેલી એ છે કે નદીની ઊંડાઈ ભલે થોડીક જ છે પણ એની પહોળાઈબહુજ છે.. લગભગ એકથી દોઢમાઈલ જેટલી.. આપણે નદી પાર કરતા જ બે કલાક જેટલો સમયથઈ જશે..’ મેરી બધાના મોંઢા સામે જોઈને બોલી.

પાર તો કરી લઈશું.. ભલે ગમે એટલી લાંબી હોય..’ ગર્ગ જુસ્સા સાથે બોલ્યો.

બધા આમ વાતો કરતા કરતા નદીના કિનારા પાસે આવી પહોંચ્યા. નદી એકદમ શાંત પણે વહી રહી હતી. સામેનો કિનારો ખુબ જ દૂર દેખાઈ રહ્યો હતો. સામેના કિનારે મોટા ઘેઘુર વૃક્ષો હોવાથી ત્યાંની હરિયાળી અહીં સુધી સ્પષ્ટ પ્રમાણે દેખાઈ રહી હતી.

“તો ચાલો હવે..’ ક્લિન્ટને બધાને નદીના પાણીમાં આગળ વધવા કહ્યું.

ક્લિન્ટને મેરીનો હાથ પકડ્યો.  અને ગર્ગે જ્હોનનો પછી બધા નદીના પાણીમાં આગળ વધવા લાગ્યા. લગભગ એક કલાક પાણીમાં ચાલ્યા એટલે બધા લોથપોથ થઈ ગયા.

ક્લિન્ટન..  પાછળ તો જો..’ ગર્ગે ડરેલા અવાજે ચીસ પાડતા કહ્યું.

ક્લિન્ટન , મેરી અને જ્હોને પાછળ જોયું ત્યાં અને ત્રણેયના ચહેરા ઉપર ભય છવાઈ ગયો. પાછળ ત્રણ ચાર તગડા , શરીરે એકદમ કાળા વિચિત્ર દેખાવ ધરાવતા માણસો એમની તરફ ઝડપથી આવી રહ્યા હતા.

જ્હોનરિવોલ્વરસંભાળ..’ ક્લિન્ટને જ્હોન તરફ ફરીને જોરથી બુમ પાડી.

  જ્હોને કમરપટ્ટામાંથી રિવોલ્વર ખેંચી કાઢી અને એક માણસને નિશાન બનાવીને ગોળી છોડી..

  પણ..

(ક્રમશ)

Leave a Reply