કોફી થી ચા સુધીની સફર (ભાગ-7)

0 363

 

(આગળના ભાગમાં આપણે જોયું કે ચાહત આરીફને ફોન કરે છે ત્યારે આરીફ થોડો ઉદાસ હોય છે. અને ચાહત ઉદાસ હોવાનું કારણ પૂછે છે તો આરીફ કહે છે મારે અને મારી પત્ની વચ્ચે ઝઘડો થયો છે અને એ રિસાઈને પિયર ચાલી ગઈ છે. અને આરીફ ચાહતને પૂછે છે કે તું મને મળવા આવીશ હવે ચાહતનો જવાબ જોઈએ આગળના ભાગમાં……)

 

ચાહત આરીફને મળવા જવા માટે હા પાડે છે. અને બંને એક પાર્કમાં મળે છે. બંને બપોરના ભર તડકામાં ઘણી વાર સુધી એકબીજા સાથે વાતો કરતા રહે છે. અને વાત કરતા કરતા જ આરીફ ચાહતને કહે છે કે મારી પત્ની સાથે મારું મન નથી લાગતું. આવી ઘણી બધી વાતો કર્યા બાદ પણ બંને માંથી કોઈને પણ ઊભા થવાનું મન નથી થતું. આવી રીતે એક વખત મુલાકાત કર્યા બાદ એ લોકોનો મુલાકાતનો સિલસિલો શરૂ થાય છે. અને અવાર – નવાર બંને એકબીજાને મળતા રહે છે. આરીફ ઘણી વખત ચાહત માટે ચોકલેટ લઈ જાય છે. અને ચાહતની ખૂબ કાળજી રાખે છે. અને કોઈ છોકરો ચાહતને પસંદ કરતો હોય અને જો એ ચાહતનું નામ પણ લે તો એ વાત પણ આરીફથી સહન થતી ન હતી.

 

ચાહત જ્યારે જ્યારે પરિક્ષા આપવા જાય ત્યારે ત્યારે આરીફ ચાહતને શુભેચ્છા આપવા જતો. અને જ્યારે જ્યારે ચાહત ગાડી ચલાવતી એટલી વાર આરીફ એને કહ્યા રાખતો હતો કે ગાડી ધીમી ચલાવજે તારું ધ્યાન રાખજે. અને જ્યારે ફોન પર વાત કરતા હોય અને ચાહત અવાજ બેસી ગયો હોય ત્યારે આરીફ ફોન મુકીને મેસેજમાં જ વાત કરવાનું કહેતો.

આવી રીતે ચાહત અને આરીફને જેમ જેમ સમય મળતો એમ બંને એકબીજા સાથે ફોનમાં કે મે વાત કરી લેતા. અને ખુશ રહેતા. પણ, કહેવાય છે ને, ” ખુશીને નજર ન લાગે એવું તો બને જ નહિ.” એક દિવસ ચાહત અને આરીફ વાત કરે છે એવી આરીફની પત્નીને જાણ થઈ ગઈ. ત્યારબાદ થોડી તકલીફ થઈ આરીફના લગ્નજીવનમાં આથી ચાહત વાત કરવાનું બંધ કર્યું.

ચાહતે ત્યારબાદ એકવીસ દિવસ સુધી આરીફ સાથે કોઈ વાત ન કરી. અને ચાહતે વિચાર્યું કે જો એ એની જિંદગીમાં ખુશ રહેતો હોય તો મારે એનાથી વિશેષ મારે કશું નથી જોતું. મારા લીધે એની જિંદગીમાં કોઈ તકલીફ થાય એ મને ન ગમે. તો શું હવે ચાહત આરીફ સાથે વાત કરશે કે નહિ…??? આરીફ ચાહતને ફોન કરશે કે નહિ….???? અને શું ચાહત જ આરીફને ફોન કરશે…???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટેમારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો એને આનંદ માણતા રહો.

(ક્રમશઃ)

Leave A Reply

Your email address will not be published.