કોફી થી ચા સુધીની સફર (ભાગ-5)

(આગળના ભાગમાં આપણે જોયું કે, ચાહત આરીફ પર પોતાના કરતા પણ વધુ વિશ્વાસ કરે છે. અને ચાહતે આરીફ સાથે વાત કરતા વખતે એવું પણ કહ્યું કે હું તારા સિવાય કોઈ સાથે લગ્ન નહિ કરું. અને ચાહત વિચારે છે કે આરીફ પણ મારી રાહ જોશે જ ને એ પણ મને ખૂબ પ્રેમ કરે છે.)

થોડા દિવસ પછી ચાહતને બહારથી ખબર પડી કે આરીફની સગાઈ નક્કી થઈ ગઈ છે.ચાહતને ખૂબ દુઃખ કે મારો વિશ્વાસ ખોટો પડ્યો. ચાહત પોતાને જ સવાલ કરવા લાગી શું કામ…????? શું કામ…???? આરીફે સગાઈ માટે હા પાડી હશે..??? શું એને મારો વિચાર નહિ આવ્યો હોય…???? આ બધા સવાલ એ પોતાને જ પૂછતી રહી. થોડા દિવસ બાદ ચાહતને આરીફે કહ્યું કે મને મારી ફેમિલી એ બહુ દબાવ કર્યો અને મમ્મીની તબિયત પણ સારી રહેતી ન હતી તો મારે સગાઈ કરવી પડી. પણ, આ જવાબથી ચાહતને સંતોષ ન થયો એની ઉદાસી તો હજુ એમ ને એમ એમ હતી. અને એ દિવસે ચાહત પોતાના પ્રેમને દૂર જતો જોઈને ખૂબ રડી અને આખી રાત સૂઈ પણ ન શકી બસ રડતી જ રહી.

   અંતે થોડા દિવસ પછી ચાહતે ખૂબ હિમ્મત ભેગી કરીને આરીફને ફોન કર્યો અને સગાઈની શુભેચ્છા આપી. તો ત્યારે આરીફ ચાહત ને કહે છે.

આરીફ: ” ચાહત હું મેરેજ કરો લઉ ને…????”

ચાહત: (ગુસ્સામાં) ” સગાઈ કરતી વખતે મને નહોતું પૂછ્યું તો હવે મેરેજમાં શું કામ પૂછવાનું….?????

( આમ, ગુસ્સોક્રીને ચાહતે ફોન મૂકી દીધો.)

    લગ્નના બે દિવસ પહેલા ચાહતે આરિફનો અવાજ સાંભળવા આરીફને ફોન કર્યો. બંનેએ થોડી વાર વાતો કરી ત્યારબાદ આરીફે વાત વાતમાં જ કહ્યું કે ચાલને ભાગી જઈએ.

( તો શું જવાબ આપ્યો હશે ચાહતે…??? શું ચાહત ભાગવા માટે હા પાડશે.. ???? કે ના પાડશે..??? અને ચાહત ના પાડશે તો શું આરીફ લગ્ન કરી લેશે…???? કે ચાહતની રાહ જોશે…???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો. અને સફરનો આનંદ ઉઠાવતા રહો.)

                              (ક્રમશઃ)

Leave a Reply