ચેહરો (ભાગ-2)

ચહેરા પર સવાલ ઉઠાવતી પ્રત્યેક વસ્તુ કે વ્યક્તિને અરીસા ની જેમ તોડી નાખેલી. પોતાની જાતને રૂમમાં જ સંતાડી દીધી. આખો દિવસ તેણે ક્યાય જવાનું મન ન થયું. સાંજનો સમય થતાં ફરી દરવાજો ખટખટવા નો અવાજ આવ્યો. પણ યુવકને ફરી જોવાનું મન ન થયું.! દરવાજો થોડી થોડી ક્ષણે ખખડતો રહ્યો. અંતે કંટાળીને આંચલે દરવાજો ખોલ્યો તો એક આધેડ વયનો વ્યક્તિ ઉભો હતો.

આંચલ ને નવાઈ લાગી કે યુવક કેમ ન આવ્યો? તેવા માં જ પેલો આધેડ બોલ્યો, “દરવાજો જરા જોઈ ને બંધ કરવો, અમારા એક માણસનો અંગુઠો આ દરવાજામાં આવી ગયો હતો. આંચલે બારસાખે જોયું તો લોહીના ધબ્બા દેખાયા, તે વ્યક્તિ તો ચાલ્યો ગયો પણ આંચલને ખુબ જ દુઃખ થયું, આંચલમાં ચહેરા થી માંડી અંગુઠા સુધી અગ્નિ પ્રસરી ગયો. આંચલને જમવું નહોતું, એટલે ટીફીન ખાલી કરવા ખોલ્યું તો એક ચિઠ્ઠી મળી.

આંચલે એ ચિઠ્ઠી વાંચી તો એમાં લખ્યું હતું કે “તમારો ચહેરો જેટલો તમને દુઃખી કરે છે, એટલું દુઃખ મને અંગુઠો કપાતા નથી થયું. ચિંતા કર્યા વગર જમી લેજો.” આંચલ અફસોસ ના આંગણમાં ઘસી આવી. જેમ તેમ કરીને રાત પસાર કરી. આંચલને તે યુવક પાસે માફી માંગવી હતી. સવારે કામ પતાવી બેગ લઈને એ રેસ્ટોરન્ટમાં પહોચી ગઈ. યુવકને બહાર બોલાવી અને માફી માંગતા કહ્યું, “મારાથી અજાણતા જ થઇ ગયું હતું, મને નહોતી ખબર કે દરવાજામાં તમારો હાથ હશે, હું પહેલે થી ઘણી મુશ્કેલમાં છું, મને દોશી સમજીને ને વધુ બોજ ન આપો.”

કેપ્ટન-હેરીની-શોધમાં-ભાગ-13 — આ વાર્તા પણ વાંચો.. – 

યુવકે મંદ હાસ્ય રેલાવીને ક્ષમાનો ભાવ પ્રગટ કર્યો. આંચલે અંગુઠા પર ત્રાસી નજર કરીને ત્યાંથી ઓફીસ જવા નીકળી ગઈ. આંચલનું મન થોડું હળવું થયું. અને એનાં ચહેરાના મંદ હાસ્યની છબી સામે રાખીને આખો દિવસ પસાર કરી નાખ્યો. સાંજના સમયે પાછો દરવાજો ખખડ્યો. આંચલે દરવાજો ખોલ્યો ત્યાં ટીફીન જ માત્ર હતું, આજુ બાજુ કોઈ જ નહોતું.

આંચલે ટીફીનની ગરમાટ ને  અનુભવતા દરવાજો ધીરેથી બંધ કર્યો. આંચલે ટીફીન ખોલતાની સાથે જ રોટલીઓની વરાળથી ભીંજાયેલી ચિઠ્ઠી ખોલી. એમાં લખ્યું હતું કે, “હું તમને ખુબ જ પસંદ કરું છું, પણ જેમ તમે પણ તમારા ચહેરા નો સામનો નથી કરી શકતા એમ મારી પણ હિમ્મત ન થઇ. શું તમે મારી સાથે લગ્ન કરશો? રૂબરૂમાં એટલે જ નહોતું પૂછ્યું કે અંગુઠો હજીય રુજાયો નથી, પણ જો તમારી હા હોય તો કાલે બપોરે પતંગ હોટલમાં તમારી રાહ જોવું છું- માધવ”

આ વાર્તા પણ વાંચો..રાગ-અનુરાગ-ભાગ-8

આંચલ ઘડીક કશુય સમજી ન શકી. વારંવાર માધવે લખેલી લાઈફ લાઈનો વાંચતી રહી. પહેલી વાર કોઈએ તેને પ્રપોજ કર્યું હતું. એને ફિલ થયું કે માધવે ચહેરા નહિ પણ હૃદય વાંચી લીધું હતું. આંચલે સાંજે પણ હરખમાં જમવાનું ત્યજી દીધું. એક ને એક જગ્યા પર બેસીને કલાકો વિતાવી દીધી. જાણે ચહેરા પર નું ચૈતન્ય ખીલી ઉઠ્યું હોય એમ એનાં ચહેરા પરથી મીનીટો સુધી સ્માઈલ હટતી જ નહોતી.

જે ચહેરો કરડવા દોડતો એ ચહેરો આજે વહાલો લાગવા માંડ્યો. રાત્રીના અઢી વાગ્યે વોશરૂમમાં અવનવી ક્રીમ લગાવી ને વાળની હેરસ્ટાઈલ બદલતી રહી.કબાટમાં રહેલા મનપસંદ ડ્રેસ માંથી કાલે કયો ડ્રેસ પહેરશે એની મુજવણમાં પડી ગઈ. જાણે જિંદગીના ફાઈનલ સીનનું રીહર્સલ ન હોય એમ તૈયારી કરવા લાગી.

સવાર પડી ગઈ બપોરના લંચ માટે તો એ સવારની તૈયાર થઈને બેઠી હતી. વિચારતી હતી કે માધવ ને શું કહેશે? શું પૂછશે? હું એને શા માટે ગમી, તો એ જવાબમાં શું કહેશે? પોતાના જ સવાલો ને પોતે જ જવાબ આપવા લાગી. સાડા આગ્યારે દરવાજો બંધ કરી અને કેટલાય પ્રકારની સુગંધો એ રૂમ માંથી આઝાદ કરી, આંચલે નમ્રતા ને એકટીવાની ચાવી માટે ફોન લગાવ્યો, મોડું ના થાય એ માટે નમ્રતાને પાછળથી કહેવાનો નિર્ણય લીધો. ફોનમાં નમ્રતાએ કહ્યું કે “ઘરે જ છું ચાવી લઇ જા”

આંચલ દાદરો ઉતરીને નમ્રતાના ઘરની બારી પાસે આવી અને નમ્રતાએ ચાવી ફેંકી. આંચલે જીવનની પહેલી તક ની માફક ચાવી જીલી લીધી. એકટીવા સ્ટાર્ટ કરીને શેરીની બહાર નીકળી ત્યાં જ શુકનમાં વરઘોડો સામે મળ્યો અને થોડી શરમાતી જાનૈયાની નજીકથી પસાર થઇ, સફેદ ફુવારો અને સતરંગી  કાગળના ફટાકડા જાણે એની જીતમાં જ ફૂટતા હોય એવું લાગ્યું. પછી ગાડીને લીવર આપીને ગતિમાં લાવી. ઘણા સમયથી ગાડી હાથમાં લીધી નહોતી એટલે એણે એકટીવા ચલાવવામાં ફોકસ વધાર્યું. સ્પીડમીટરમાં વારંવાર જોયા કરતી. વાહનો પુરજોશમાં એની બાજુ માંથી દોડતા હતા. વાહનોની હવાની લપંટોથી એનાં વાળ ચોમેર ઉડતા હતા.

કોફી-થી-ચા-સુધીની-સફર-ભાગ-6—-આ વાર્તા પણ વાંચો.–

લગભગ પાંચેક મિનીટ જ હોટલ પતંગ દુર હતી. અને આગળ એક સરીયાથી ભરેલો ટ્રક હતો અને ટ્રકથી લગભગ વીસેક ફૂટ દુર હતી. ટ્રક ક્યારેક ક્યારેક ધીમો થતો જતો. ક્યારેક સ્પીડ પકડતો. અને આંચલ એકટીવાની બ્રેક મારે પણ બ્રેક લાગે જ નહિ. થોડીક ક્ષણ આંચલ મુંજાઈ. બે દિવસથી જમી નહોતી એટલે બ્રેક દબાવવામાં તાકાત પણ નહોતી લાગતી. અચાનક જ ટ્રક ઉભો રહી ગયો, અને આંચલ અને નમ્રતાની એકટીવા સરિયા સાથે અથડાઈ ગઈ.

નમ્રતાનો ફોન રણક્યો…

સામેથી કોઈએ મોટા આવજે  બોલ્યું, “નમ્રતાબેન બોલે?” હા બોલું છું તમે કોણ? નમ્રતાએ ઉતર સાથે પ્રશ્ન પણ કર્યો.

“તમારી કોઈ બહેનપણીનું હોટલ પતંગ નજીક એકસીડન્ટ થયું છે. છેલ્લો કોલ આ ફોન માંથી તમને થયો છે એટલે લગાડ્યો. જલ્દી અહી પહોચો.” નમ્રતા એજ ઘડીએ હોટલ પતંગ જવા રવાના થઇ ગઈ. ત્યાં પહોચી જોયું તો અત્યંત કરુણ દ્રશ્ય હતું. લોકોની ભીડ હતી. આંચલ પર કોકની સાડીની આંચલ હતી. એકટીવાના બોનેટ પર લખેલું “નમ્રતા” નામ પણ તૂટી ગયું હતું નમ્રતાની જેમ !

 

– દિપક દવે

 

Leave a Reply