જીન – પ્રેમ નો સોદો

રામભાઈ પોતાના દીકરા અહિવ ને બચાવવા માટે કાળા જીન સાથે પેલી બુઢિયા ના કહેવાથી સોદો કરવા માટે તૈયાર થઈ જાય છે. પણ રામભાઈ એ જ ભૂલ શા માટે કરવા માગતા હતા? જે 7000 વર્ષ પહેલા બલરાજ દ્વારા કરવામાં આવેલ હતી. રામભાઈ અને તેમના પરિવાર નો લાડલો અહિવ આજે એ ભૂલ નું પરિણામ 7000 વર્ષ પછી પણ ભોગવી રહ્યો છે. તો રામભાઈ નો સોદો કોઈ નવા અહિવ ને પેદા થવા માટે મજબૂર ના કરી દે. રામભાઈ કોઈપણ વિચાર્યા વગર ઘરે થી આ કાળા જીન સાથે સોદો કરવા માટે નીકળી જાય છે. આજે મને રામભાઈ ની અંદર સાફ સાફ બલરાજ ની પરછાઇ દેખાઈ રહી હતી. રામભાઈ હતા તો બલરાજ નું જ ખૂન ને ! પણ પ્રશ્ન એ બને છે હવે કે આ કાળો જીન રામભાઈ સાથે શેનો સોદો કરી બેસશે ?

બીજી તરફ અહિવ એ જ જગ્યા પર પોહચી ગયો હતો જ્યાંથી 7000 વર્ષ પહેલા આ કાળા જીન ના સોદા ની સફર શરૂ થઈ હતી. કાળા જીન ને અહિવ ના અહી આવવાની ભનક પણ લાગી ચૂકી હતી. અહિવ ખૂબ ઊંચી પર્વત જોઇને ખૂબ ઊંચા સપના પણ જોઈ નાખે છે. હું આ પર્વત ની ટોચ સુધી તો જરૂર જઈશ ! બસ અહિવ ના મનમાં આ પહાડની ચોંટી ઉપર પોહચી ને પોતાના સફર ને રંગીન બનાવવાની મનોકામના ઓ ખૂબ ઊંચો સફર કરવા માગતી હતી. પણ આ બધું કાળા જીન ને રહેતા શક્ય થઈ શકશે ? એ પણ એક પ્રશ્ન બની ચૂક્યો હતો.

કાળો જીન પણ હવે અહિવ ને લેવા માટે આગળ વધી રહ્યો હતો. કાળા જીન નો સામનો કરવો અહિવ માટે ખૂબ જ અઘરો હતો. રામભાઈ પોતાના દીકરા અહિવ ને બચાવવા માટે આ કાળા જીન ની આ જીલ તરફ આવી રહ્યા હતા. બીજી તરફ અહિવ એ આ ઊંચા પહાડ પર ટ્રેકિંગ ના સપના જોઈ લીધા હતા. ટ્રેકિંગ કોચ ના કહ્યા અનુસાર અહિવ અને તેના મિત્રો એ ટ્રેકિંગ શરૂ કરી દીધી હતી. અહિવ ખૂબ જ મજબૂત ઈરાદાઓ સાથે આ પહાડ ઉપર ચડવાનું શરૂ કરી દે છે. અહિવ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો.

કાળો અહિવ ને મહેસૂસ કરતો કરતો જીલ ની બહાર સુધી આવી ગયો હતો. જીન અહિવ તરફ આગળ વધી રહ્યો હતો. અહિવ માટે પહાડ ઉપર ટ્રેકિંગ કરવાનો આ પહેલો અનુભવ હતો એટલે અહિવ ને વચ્ચે વચ્ચે શ્વાસ ફુલવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો હતો. અહિવ રોકાઈ રોકાઈ ને પહાડ ઉપર ચડી રહ્યો હતો. જીન પણ પોતાનું રૂપ બદલીને અહિવ નો પીછો કરી રહ્યો હતો. રામભાઈ પણ આ કાળી જીલ પાસે પોહચવા આવ્યા હતા.

જીન અહિવ નો પીછો કરતા કરતા છેક અહિવ ની નજીક આવી ચૂક્યો હતો. આ જીન અહિવ તરફ પોતાનો હાથ લાંબો કરી જ રહ્યો હતો. આજે અહિવ નેં લઈ જશે આ જીન! સાયદ 7000 વર્ષ પહેલા થયેલો સોદો આજે પૂરો થશે. જીન નો હાથ એક દમ અહિવ ની નજીક આવી જ ગયો હતો. જીન નો હાથ અહિવ ને ટચ કરી જશે તો અહિવ ને આજે ભગવાન પણ નઈ બચાવી શકે.

રામભાઈ હવે કાળા જીન ની જીલ પાસે આવી ગયા હતા. ત્યારે તેમની નજર જીન પર પડી જે અહિવ તરફ હાથ વધી રહ્યો હતો. ત્યારે રામભાઈ એ આવેશ માં આવી હાથ ઊંચો કર્યો “ મરકબ મરકબ સાવી જાવા ! મરકબ મરકબ સાવી જાવા ! “ જીન ના કાને આ શબ્દો પાડતા જીન ને પોતાનો હાથ પાછો ખેંચી લેવો પડ્યો. કાળો જીન પાછો ફરીને રામભાઈ તરફ વધી રહ્યો હતો.

“ કાળા જીન તું મારા દીકરા અહિવ પાછળ કેમ પડ્યો છે ? તું મારા દીકરા અહિવ ને છોડી દે ! “ રામભાઈ

“ તારા દીકરા અહિવ માટે મે 7000 વર્ષ પહેલા બલરાજ ને અમીર બનાવવા માટે સોદો કર્યો હતો. એટલે અહિવ ઉપર મારો હક છે. હું તેને લઇ જઇને જ રહીશ. “ કાળો જીન
“ કાળા જીન તું એ ના ભૂલ સંતાન ઉપર સૌથી પહેલા એના માતા પિતા નો હક હોય છે. પછી કોઈ બીજાનો !” રામભાઈ

“ એ આમ સંતાન માટે હોય છે ! તારો અહિવ આમ માણસ નથી. એટલે તારા દીકરા અહિવ ઉપર મારો હક છે. હું એને લઇ જઇને જ રહીશ. “ કાળો જીન

“ આમ માણસ નથી એનો શું મતલબ છે. કોણ છે અહિવ ?” રામભાઈ

“ અહિવ એક જીન છે. આવતી પૂર્ણિમા ની રાતે તારો અહિવ સંપૂર્ણ રીતે જીન બની જશે.. “ કાળો જીન

“ તું અહિવ ની જગ્યા એ મારો જીવ લઈ જા ! પણ મારા દીકરા અહિવ નો જીવ બક્ષી દે!” રામભાઈ

“ અહિવ ઉપર મારો અધિકાર છે. મે અહિવ નો 7000 વર્ષ સુધી રાહ જોઈ છે. હું તારા દીકરાને જરૂર લઈ જઈશ. “ કાળો જીન

“ હું તને મારા દીકરાને તો નઈ જ લઈ જવા દઉં ! મે સાંભળ્યુ છે કે તું સોદો કરે છે. તો બોલ મારા દીકરાની જિંદગી માટે નો સોદો શું છે ? હું કોઈપણ સોદો કરવા માટે તૈયાર છું પણ અહિવ તો તને નઈ જ લઈ જવા દઉં.” રામભાઈ

હવે વાત સોદા સુધી આવી ગઈ હતી ! આ કાળો જીન અહિવ ની જિંદગી બક્ષવા માટે રામભાઈ પાસે શું સોદો કરશે ? જાણવા માટે રાહ જુઓ આગળ ના ભાગ ની…….

ક્રમશ…….

આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary

Leave a Reply