નાના ગામડાંના મોટા સપના….

મારી જીંદગીની એક નવી શરૂઆત થઈ રહીં હતી. હું મારા 18 વર્ષ પુરા કરી 19 માં વર્ષમાં પ્રવેશ કરી રહીં હતી. આજે હૂં સરકારના મત મુજબ પણ બાલીક થ‌ઈ ગ‌ઈ હતી. મારા ચહેરા પર અક અલગ જ ચમક હતી. એક અલગ જ રોમાંચનો અનુભવ થ‌ઈ રહ્યો હતો.
       મારી આ 18 વર્ષની જીંદગીમાં હું ઘરથી દૂર, સપનાંઓની નજીક.. મારા ગામની બહાર પણ એકલી ક્યારેય નીકળી ના હતી.હંમેશા પરિવારની છત્રછાયામાં જ સુરક્ષિત મારો ઉછેર થયો હતો. અને તેમાં પણ 3 ભાઇઓની એક લોતી લાડલી બહેન હતી હું.
        જીંદગી આજ સુધી બહું જ સુંદર અને સરળ રહી હતી. દરેક ચીજ માંગ્યા પહેલાં જ હાજર હતી. દુનિયાની હર એક ખુશી પરિવારએ મને આપી હતી. પરંતુ હું સપનાઓ પાછળ દોડવા માંગતી હતી, પુરા કરવા માંગતી હતી. મોટા શહેરોમાં એકલી રહી કમાવા માંગતી હતી. દુનિયામાં એકલી આઝાદ ફરવા માંગતી હતી.
     આજ સુધી મારી બધી જ તકલીફ મારાં પરિવારે દુર કરી હતી, મારા સુધી આ તકલીફો પહોંચી જ ના હતી. પણ હવે હું આવનારી બધી જ મુશ્કેલીઓનો સામનો ખુદ કરવા માંગતી હતી. એક ઈનડીપેન્ડેન્ટ વુમન બનવા માંગતી હતી. જે બધી જ મુશ્કેલીઓનો સામનો એકલી કરી શકે, એકલી જીવી શકે.

Advertisement


       

આથી, હું મારા 18 વર્ષ પુરા થયાના કારણે બહું જ ખુશ હતી. બહુંજ બધી મિન્નતો, એફોડ અને જીદ્દ બાદ 6 મહીનાની મહેનત રંગ લાવી હતી. આખરે હુ મારા પરિવાર ને આમ એકલી શહેરમાં રહેવા માટે મનાવી શકી હતી.
       ‌‌પરંતુ, સૌથી પહેલી બવાલ જ શહેરના ચયનને લઇને હતી. ક્યાં આજે દુનિયાની સ્ત્રી ચાંદ પર પહોંચી છે, ને મારા પરિવારને તો મારુ અમદાવાદ જવાનુ સપનું પણ બહુ જ દુર લાગતું હતું. હું પોરબંદર જિલ્લાના, કુતિયાણા તાલુકાના બસ 5 હજારની વસ્તી ધરાવતા એક નાનકડા ગામડાની મોટા સપનાઓ જોનાર એક છોકરી.
     મારા ને મારા પરિવારન વચ્ચે હવે આ અમદાવાદ ને લઇ મહાભારત શરુ થયું. પરિવારનો મત પોરબંદર ને ફાળે અને મારો મત અમદાવાદ ખાતે. બહું બધી મથામણ બાદ ફેંસલો આખરે આવ્યો.. ના પોરબંદર ના અમદાવાદ ફાઈનલ થયુ વચ્ચેનું રંગીલુ રાજકોટ….

ગલ દિવ્યા…

Leave a Reply