યાર, પ્યાર અને એકરાર (ભાગ – 4)

કહાની અબ તક: રચના કેફેમાં કોઈનો વેટ કરે છે તો, ફુરસદની એ પળોમાં એણે ભૂતકાળ યાદ આવી જાય છે. એ યાદ કરે છે કે પોતે જ્યારે એની ફ્રેન્ડ રીના સાથે અંધારામાં રસ્તામાં અર્ધે પેટ્રોલ ખતમ થઈ જતાં ફસાઈ ગયા હતા. ત્યારે એમને રીના ના બી એફનીતિન ના બેસ્ટ ફ્રેન્ડ પ્રિતેશ એ હેલ્પ કરી હતી! ત્યારે જ એણે ખબર પણ પડે છે કે એ એણે લવ કરે છે, પણ કોઈ ગલટફેમીને લીધે પોતે એણે ચાહે છે એ વાત છુપાવે છે. પણ હવે તો રીના એ રચનાને એના વિશે કહી દીધું હતું! હવે શું?!

હવે આગળ: બસ વિચારો કરી ને આટલે અટકી જઇને એનાથી હસ્યા વિના ના જ રહી શકાયું!

“તું આવે છે કે નહિ?!” એણે વેટ ના જ થતાં કોલ પ્રિતેશ ને કરી જ દીધો હતો.

“એકચૂલી, હું નહિ આવતો… બીક લાગે છે તારી!” પ્રિતેશ એ સાવ શરમાતાં કહ્યું.

“ઓ મેન્ટલ! પાગલ છું તું કઈ?! જ્યારે મેં તને કહ્યું કે મને રીના એ બધું કહી દીધું ત્યારે તો આઇ લવ યુ તુએ પણ તો કહેલું. શું તું મને લવ નહીં કરતો?!” સાવ રડમસ રીતે જ રચના એ કહ્યું.

“એવું નહિ… હું કેફેમાં જ છું… બસ અંદર આવાવની ક્યારની હિંમત નહિ ચાલતી!” રચના ને કોલ પર પ્રિતેશ એ કહ્યું.

પ્રિતેશ અંદર એન્ટર થયો કે તુરંત જ રચના એણે વળગી જ પડી.

“સોરી યાર! ભૂલ મારી જ છે, મેં તો તને લવ યુ ટુ, કહ્યું જ નહિ! હું તને ફેસ ટુ ફેસ કહેવા માંગતી હતી!” એની આંખો ભીની હતી.

“ના… એવું નહિ, મને તો ખબર જ હતી… તું મને લવ કરું છું, બસ એક ડર હતો!” પ્રિતેશ એ કબૂલ્યું.

“આઇ લવ યુ, ટુ!” રચના એ એક પણ સેકંડ ગુમાવ્યા વિના કહી દીધું!

(સમાપ્ત)

Leave a Reply