યાર, પ્યાર અને એકરાર – (ભાગ-3)

કહાની અબ તક: નેહા કેફેમાં કોઈનો ઇન્તેઝાર કરે છે. પવનની એક લહેર એણે ભૂતકાળના દિવસો યાદ અપાવે છે. એ યાદ કરે છે કે ખુદ કેવી રીતે એની ફ્રેન્ડ રીના સાથે રાત્રે અંધારામાં સ્કુટી માં પેટ્રોલ ખતમ થઈ જતાં ફસાઈ ગયા હતા. એવામાં જ કોઈ ભાગવાની જેમ એમની મદદ રીના ના બી એફ નીતિનનાફ્રેન્ડ પ્રિતેશ એ કરી હતી. પણ કંઇક એવું રચના ને ખબર પડવાની હતી જે એણે સપનામાં પણ નહિ વિચાર્યું!

હવે આગળ:પ્રીતેશ એમની હેલ્પ કરી ને એની બાઈક ઉપર ચાલ્યો ગયો હતો.

“એક વાત કહું…” એકટીવા ચલાવતા ચલાવતા જ રીના એ કહ્યું.

“હા… બોલ ને!” પાછળ બેઠેલી રચના એ કહ્યું.

“કોલ તો મેં નીતિન ને જ કરેલો પણ…” રીના એ આગળ કઈ બોલ્યું નહિ તો રચના એ “પણ શું?!” મોટેથી બોલવું જ પડ્યું.

“પ્રિતેશ લવઝ યુ!” બંને એટલી જલ્દી રીના બોલી જ ગઈ!

“તો એણે મને કેમ ના કહ્યું?! આઇ મીન હું એને ના થોડી કહેત!” રચનાથી હસી જ જવાયું!

“અરે એટલે તને યાદ છે, એકવાર તુએ કહેલું ને કે તું તો કોઈને પણ લવ નહિ કરે એમ તો એટલે એ ડરતો હતો!” રીના એ વાત સાફ સાફ કહી જ દીધી!

“ઓહ મને તો લાગ્યું કે સાહેબ ફોનમાં વ્યસ્ત હશે તો આપણી વાત નહિ સાંભળી હોય!” રચના થી ફરી હસી જવાયું!

“અરે તારું નામ પડ્યું ને એટલે ખુદ આવ્યો!” રીના એ કહ્યું.

“અરે મને તો લાગેલું કે એ જ મને લવ નહિ કરતો હોય, એટલે જ હજી મને પ્રપોઝ નહિ કર્યું!” રચના એ એક નિશ્વાસ નાંખ્યો અને કહ્યું, “પણ હવે તો ખબર પડી  ગઈ!”

આવતા અંકે ફિનિશ…

એપિસોડ 4(અંતિમ ભાગ – કલાઇમેક્સ)માં જોશો: “એકચૂલી, હું નહિ આવતો… બીક લાગે છે તારી!” પ્રિતેશ એ સાવ શરમાતાં કહ્યું.

“ઓ મેન્ટલ! પાગલ છું તું કઈ?! જ્યારે મેં તને કહ્યું કે મને રીના એ બધું કહી દીધું ત્યારે તો આઇ લવ યુ તુએ પણ તો કહેલું. શું તું મને લવ નહીં કરતો?!” સાવ રડમસ રીતે જ રચના એ કહ્યું.

Leave a Reply