રાગ અનુરાગ (ભાગ ૨)

અંજલિ ને બોલવા માટે જીભ ઉપાડી.”રાગ…
રાગ….”


“કોનો ફોન હતો બેટા?” ભાવનાબેન એ એ સ્વસ્થતા જાળવતા શાંતિ થી પૂછ્યું.
“મમ્મી પોલીસ સ્ટેશનથી ફોન હતો. ત્યાં પૂછતાછ માટે બોલાવે છે. ડાભોસા ગામ નજીક થી રાગ ની ગાડી મળી છે. આજુ બાજુ ગામ ના લોકો કહે છે કે કાલે રાત થી એક સફેદ કલર ની મારુતિ સિયાઝ ત્યાં પડી છે. લોકોએ લાવારીશ સમજી ને અથવા તો બૉમ્બ ના ભય થી પોલીસે ને ફોન કર્યો.” અંજલિ રડતા રડતા બોલી.
“તો આપણે રાગ ને કોલ કરી ને પૂછી લઈએ.” એમ કહી વિજયભાઈ ઉભા થયા.
“ના પપ્પા ! પોલીસે પ્રયત્ન કર્યો પરંતુ રાગ નો મોબાઇલ સ્વીટ્ચ ઑફ આવે છે. માટે અહીં ઘર ના નંબર પાર રાગ સાથે વાત કરવા માટે કોલ કર્યો હતો. આપણને પોલીસ સ્ટેશનએ માહિતી આપવા માટે જવું પડશે.” એમ કહી અંજલિ રડવા માંડી.

“તું ચિંતા ના કરીશ દિકરા એવું બન્યું હશે કે ગાડી ખરાબ થઇ ગઈ હોય માટે એને ત્યાં મુકી દીધી હોય અને એ ઘરે પહોંચતો હોય. ભાવના ! તું અહીં રોકાઈ જા એ આવશે તો ઘરે કોઈ જોઈશે. હું અને અંજલિ પોલીસ પાસે જઈ આવીએ.” વિજયભાઈ ચાવી લેવા ગયા. “અંજલિ તું જરા રાગ ના મોબાઈલ પર ફોન લગાડી જો !”
અંજલિ તુરંત ફોન લગાવ્યો પણ ફોન સ્વિચ ઑફ આવતો હતો.
“બેટા ચિંતા ના કરીશ બધું સારું થશે.” એમ કહી ભાવનાબેન એ ગણેશજી ની નાની એવી પ્રતિમા અંજલિ ના હાથ માં મૂકી.

Advertisementઅંજલિ અને વિજયભાઈ પોલીસે સ્ટેશન એ જવા નીકળ્યા.
વરસાદ હજીય મુશળધાર વરસતો હતો. તેઓ સુભાનપુરા વિસ્તાર માં રહેતા હતા. ત્યાંથી સયાજીરાઓ પોલીસે સ્ટેશન જવાનું હતું એનું અંતર લગભગ પાંચ કિલોમીટર જેટલું હતું. એમ એટલું અંતર કાપતા લગભગ દસ થી પંદર મિનિટ નો સમય લાગતો હતો. પરંતુ વરસાદ એ લીધે રસ્તે નાના નાના પાણી ના ખાબોચિયા થઇ ગયા હતા. અને ઊડતી પાણી ની ઝાંય ને લીધે સામે જોવામાં મુશ્કેલી થતી હતી. પાંચ કિલોમીટર નો રસ્તો કાપવામાં લગભગ એમને અડધો કલાક જેટલો સમય લાગ્યો હશે. એ દરમિયાન રસ્તે અંજલિએ રાગ ના બે ત્રણ મિત્રો અને ઓફિસ માં સાથે કામ કરતા કર્મચારીઓ ને ફોન કરી તાપસ કરી હતી. પરંતુ રાગ કોઈ ને ત્યાં નહોતો અથવા તો કાલે રાત પછી રાગ ની સાથે કોઈ ની વાત નહોતી થઇ. અંજલિ નો જીવ ગભરાવા આવ્યો. એને ચક્કર આવતા હોય એવું લાગ્યું. ખુબ મુશ્કેલી થી એણે પોતાની જાત એ સંભાળી હતી.

તેઓ વરસાદ ની ચિંતા કાર્ય વગર જ સીધા ભીંજાઈને ઉતાવળે પોલીસે સ્ટેશન ની અંદર પ્રવેશ્યા. મુશળધાર વરસતા વરસાદ ને કારણે તેઓ અંદર પહોંચતા સુધીમાં પલળી ગયા હતા. ત્યાં ઉપસ્થિત હવાલદાર એ એમને દસ મિનિટ બેસવા કહ્યું. કોણ જાણે કેમ એક એક સેકન્ડ અંજલિ ને બેચેની આપતી હતી. બહુ મુશ્કેલી થી તેણે પોતાની જાત ને સાંભળી રાખી હતી.
“બેટા પાણી પીવું છે?” વિજયભાઈએ ચિંતા થી પૂછ્યું. તેઓ અંજલિ ની બેચેનીથી વાકેફ હતા. પરંતુ હાલ માં સ્વસ્થ રહેવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નહોતો. અંજલિ એ માથું ધુણાવ્યું એટલા માં જ ઇન્સ્પેક્ટર એ એમને બોલાવ્યા.

“નમસ્તે સર ! હું વિજયભાઈ મહેતા, મિસ્ટર રાગ મહેતા ના પિતાજી. આપ એ મિસ્ટર રાગ મહેતા માટે સવારે કોલ કરી ને જાણકારી માટે બોલાવ્યા હતા. આ મારી વહુ અંજલિ મહેતા, એ રાગના પત્ની છે.” વિજયભાઈએ અંજલિ તરફ ઈશારો કરતા કહ્યું.
“બેસો મારે થોડા સવાલ પૂછવા છે, થોડી માહિતી જોઈએ છે.” ઇન્સ્પેક્ટરએ કહ્યું. “જી જાણકારી માં એ હતું કે મિસ્ટર રાગ મહેતા ની કાર એક અહીં થી નજીક ડાભોસ ગામ છે, ત્યાં મળી હતી. કાલે રાત થી કાર ત્યાં છે. નજીક ના લોકો શંકા કે ગેરકાનૂની ગતિવિધિ ને લઇ ને પોલિસ ને કોલ કર્યો હતો. નંબર પ્લેટ ચેક કરતા મિસ્ટર રાગ મેહતા ની છે એટલે એમને કોન્ટાક્ટ કરવા કોશિશ કરી પરંતુ એમનો નંબર સ્વીટ્ચ ઑફ આવે છે માટે ઘર ના નંબર પર કોલ કર્યો. અત્યારે અમારી ટીમ કાર ની તલાશી લે છે.”

“તો ઈંસ્પેક્ટર રાગ ક્યાં છે?” વિજયભાઈ એ ચિંતા અને આશ્ચર્ય થી પૂછ્યું

“અમે એટલા માટે જ કોલ કર્યો જતો કે મિસ્ટર રાગ મહેતા ઘરે છે? એમની કાર વિષે કોઈ માહિતી ?”

“ઇન્સ્પેક્ટર સાહેબ રાગ કંપની ના કામ થી અમદાવાદ ગયો હતો, બે દિવસ પેહેલા. એને અગ્રિકલ્ચ માર્કેટિંગ નું કામ હોવા થી આજુબાજુ ના નાના નાના ગામ માં ફરવાનું થતું. મોડે સુધી કામ ચાલુ હોવા થી ઘણી વાર ત્યાં જ રોકાઈ જતો. કાલે રાત્રે ખુબ જ વરસાદ હોવા થી એ અમદાવાદ રોકવાનો હતો.” વિજયભાઈ એ માહિતી આપી.

“છેલ્લે તમારી એમની સાથે ક્યારે વાત થઇ હતી?” ઇન્સ્પેક્ટર એ પૂછ્યું.
“કાલે લગભગ રાત્રે નવ વાગ્યા ની આસપાસ.”અંજલિએ કહ્યું .

એટલા માં જ ઇન્સ્પેક્ટર પર ફોન આવ્યો. એમણે બહાર જઈ ને વાત પતાવી અને અંદર આવતા કહ્યું, “બે મુખ્ય સમાચાર આપવાના છે. અમારી એક ટીમએ કાર ની તાપસ કરી અને કશુંક અજુગતું મળી આવ્યું નથી. અમને ડ્રગ્સ માટે ની ચિંતા હતી પરંતુ કોઈ ગેરકાનૂની વસ્તુ મળી નથી આવી.”


વિજયભાઈ એ રાહત નો શ્વાશ લીધો.

“પરંતુ” ઇન્સ્પેક્ટર એ થોડા ચિંતાતુર અવાજે કહ્યું
“પરંતુ શું?”
વિજયભાઈ અને અંજલિ ના ચહેરા પર એકાએક ચિંતા ની રેખા ઉપસી આવી.
“કાર ની અંદર થી મિસ્ટર રાગ મેહતા નો મોબાઈલ, પાકીટ અને બીજા અગત્ય ના ડોક્યુમેંટ મળી આવ્યા છે. પરંતુ રાગ મેહતા એ જરૂરી વસ્તુઓ પોતાની કાર માં જ મૂકી ને ક્યાં ગયા હોય શકે?”
અંજલિ નું હૃદય જોર થી ધડકવા લાગ્યું. એના ચહેરા પર પ્રસ્વેદ ના બિંદુઓ ઉપસી આવ્યા. ઇન્સપેકર એ પરિસ્થિતિ ની ગંભીરતા સમજતા કહ્યું, “જુઓ ચિંતા કરવાની જરૂર નથી. એવું બને કે તેઓ કોઈ મિત્ર સાથે કોઈ જરૂરી કામ થી ગયા હોય. એમનો જલ્દી થી કોઈ કોન્ટકટ થશે. અને એ દરમિયાન એમની કાર જરૂરી દસ્તાવેજ પતાવી અહીં થી સાંજે લઇ જજો.” ઇન્સ્પેક્ટર એ કહ્યું. “અને મિસ્ટર રાગ મહેતા નો કોઈ કોન્ટાક્ટ થાય તો અહીં માહિતી આપજો એટલે અમે કાર્યવાહી પુરી કરી તમારી કાર તમને સોંપી શકીએ.”


અંજલિ અને વિજયભાઈ ઘરે આવવા નીકળ્યા. બંને ખુબ જ ચિંતાતુર હતા. વરસાદ પણ અટકવાનું નામ નહોતો લેતો. કાલે સાંજ થી ખુબ વરસાદ હોવાને લીધે હવે નીચાણ વાળા રસ્તાઓ પર પાણી ભરાવા આવ્યું હતું. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ અંજલિ અને ઘરના ની બેચેની વધતી ગઈ. ઘરે પહોંચી ને તેઓ એ ભાવનાબેનને પરિસ્થિતિ નો ખ્યાલ આપ્યો. “સાંજ સુધી રાહ જોઈએ. એમ પણ ઇન્સ્પેક્ટર સાહેબ એ પણ એમ જ કહ્યું છે. અને વરસાદ હિસાબે કદાચ રાગ કશે ફસાયો હશે.” એમ કહી વિજયભાઈ એ અંજલિ અને ભાવનાબેનને સાંત્વના આપવા કોશિશ કરી.
એક એક પળ એમના માટે જટિલ થઇ હતી. બધાય નું ધ્યાન ઘડિયાળના ટકોરે અને ફોન પર હતું, કે ક્યાંક હમણાં જ રાગ એમને કોન્ટાક્ટ કરવા કોશિશ કરશે.

(ક્રમશ:)

Leave a Reply