રાગ અનુરાગ (ભાગ-5)

રાગ ને ચાલ્યા ગયા ને એક મહિનો પૂરો થયો હતો. હવે પોલીસને પણ રાગના પાછા આવવાની કોઈ શક્યતા દેખાતી નહોતી. અંજલિ અને વિજયભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે અંજલિના માતા પિતા એને મળવા માટે આવ્યા હતા. અંજલિ અને પરિવારની હાલત જોઈ તેઓ ખુબ દુઃખી થયા. એમણે અંજલિ ને પોતાના ઘરે લઇ જવાની જીદ કરી. એમને હતું કે તેઓ થોડા ટાઈમ અંજલિ ને સાથે લઇ જશે તો અંજલિનું ધ્યાન રાખી શકશે. ઉપર થી અંજલિ ને પણ પરિસ્થિતિ માંથી બહાર આવવાની હિમ્મત મળી રહેશે. અંજલિને વિજયભાઈ અને ભાવનાબેન ને એકલા મૂકી ને જવાની ઈચ્છા નહોતી. પરંતુ તેઓ એ અંજલિ ને જીદ કરી સાથે મોકલી આપી.
“જા દિકરા થોડો સમય રહી આવ, તારા માટે પણ હવાફેર થશે.”વિજયભાઈ કહ્યું.
“ના પણ હું તમને એકલા અસહાય મૂકી ને ક્યાંય ન જઈ શકું.” અંજલિ એ જીદ પકડી.
“બેટા તું માને છે ને કે રાગ સહીસલામત પાછો આવશે” વિજયભાઈ એ પ્રશ્ન કર્યો.
“હા.” અંજલિ ની આંખ માં આંસુ આવી ગયા.
“તો બસ પછી આપણો આ વિશ્વાશ જ આપણને જીતાડશે. રાગ જરૂર પાછો ફરશે. પરંતુ એ આપણને આ હાલત માં જોઈ એ ખુબ દુઃખી થશે.” અંજલિ કઈ બોલવા જતી હતી પરંતુ બીજાય એ હાથ ના ઈશારા વડે એને અટકાવી. “અમારી ચિંતા ના કરીશ. આપણે જાતે જ પોતાની જાત ને સાંભળવાની છે. તું જઈ આવ. તારા માતા પિતા ની પણ ચિંતા ઓછી થશે. અને તારી ઈચ્છા થાય ત્યારે પછી આવી જજે બસ!” એમ સમજાવી ને વિજયભાઈ એ અંજલિને પિયર મોકલી આપી.

અંજલિ ને કેમેય કરીને ત્યાં પણ ચેન પડતું નહોતું. એક મહિના પછી અંજલિ જીદ કરી પાછી વડોદરા ચાલી આવી. “મમ્મી એજ મારુ ઘર છે. તમે વિદાય વખતે કહ્યું હતું ને ! ઉપર થી રાગના મમ્મી પપ્પા ને મારી જરૂર છે. અને હું ત્યાં હોઈશ તો રાગને શોધવામાં મદદ થશે.”એમ કહી અંજલિ પાછી વડોદરા ચાલી આવી.
રાગ ના પરિવાર એ બનતા બધા જ પ્રયત્નો કરી જોયા. કેટકેટલાય છાપાં માં જાહેરાત આપી, ન્યૂઝ ચેનલ પર માહિતી પ્રસારિત કરી શોધવા પ્રયત્ન કર્યો, આજુબાજુ પોસ્ટર્સ છપાવ્યા, એમના થી થઇ શકે એવા રાગ ને શોધવાના બધા જ શક્ય પ્રયાસ કર્યા. પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. ભાવનાબેનએ ભગત ભુવા બધા આખડી બધું કરી જોયું. પરંતુ એમને કોઈ સફળતા હાથ લાગી નહિ. દિવસે દિવસે એમની હિમ્મત તુટતી જતી હતી.


આ વાત ને છ મહિના વીતી ગયા હતા. રાગ ના જવાની અસર અંજલિ પાર સાફ દેખાઈ રહી હતી. એની આંખ ના આંસુ હજી અટકતા નહોતા. હાસ્ય જાણે એના જીવન માં થી ચાલ્યું ગયું હતું. રડી રડી ને આંખો જાણે ઊંડી ઉતારી ગઈ હતી, આંખ ની નીચે કાળા કુંડાળા થઇ ગયા હતા. અંજલિ જાણે યંત્રવત પોતાનું કામ પતાવી, આખો દિવસ રૂમ માં બેસી રહેતી. જોનાર ને એવું લાગતું કે એ જાણે જીવતી જાગતી લાશ થઇ ગઈ હોય. રાગના ગયા પછી મહેતા પરિવાર માં જાણે ખુશીઓ ક્યાંય જતી રહી હોય એવું લાગતું હતું.

વિજયભાઈ થી અંજલિ ની આ હાલત જોવાતી નહોતી. એના શરીર માં થી પ્રાણ ચાલ્યા ગયા હોય એવી હાલત હતી. અને એમના હિસાબે એ છોકરી જાણે વગર વાંકે સજા ભોગવતી હોય એવું એમને રહી રહી એ લાગ્યા કરતુ. એક દિવસ એમણે ભાવનાબેન ને સમજાવતા કહ્યું, ”ભાવના ઘણા દિવસ થી એક વાત મન માં આવે છે. તારો અંજલિ સાથે એક માં દિકરી જેવો સબંધ છે. ઉપર થી તું એક સ્ત્રી તરીકે એને સારી રીતે સમજાવી શકે એમ છે. રાગને ગયા ને ઘણો સમય થયો છે. એના જવાથી જાણે આપણા ઘર ની ખુશીઓ ચાલી ગઈ છે, સમય થંભી ગયો હોય એમ લાગે છે. ના કોઈ તહેવાર ની ખુશીઓ કે ના કોઈ હાસ્ય આ ઘર તરફ નજર કરે છે. પરંતુ આ બધાની સૌથી વધારે અસર અંજલિ પર લાગે છે . એની હજી ઉમર જ શું છે? આપણે આપણા દુઃખ માં એની તકલીફો તરફ જોયું જ નથી. આપણા માટે રાગ એ આપણો દીકરો અને સર્વસ્વ હતો. પરંતુ આપણી પાસે એક બીજા નો સાથ છે. અપને આપણી જીંદગી જીવી ચુક્યા છે પરંતુ એના જીવન ની ઓ હજી શરૂઆત થઇ છે. આપણે દીકરાને ગુમાવવા ના દુઃખ માં આપણી દીકરી જે આપણી સાથે છે અને હયાત છે એની ખુશીઓ ને કદાચ નજર અંદાજ કરી રહ્યા છીએ. ભાવના તને એવું નથી લાગતું કે એની ખુશીઓ માટે આપણે પોતાને સાંભળી ને એનું ધ્યાન રાખવું જોઈએ. અંજલિની વિદાય વેળાએ એના પપ્પા ને વચન આપ્યું હતું કે હવેથી એમની દિકરી આપણી દિકરી જ છે. અંજલિ આપણી પોતાની દિકરી હોત તો ક્યારનું એની તકલીફો તરફ આપણું ધ્યાન ગયું ઓટ અને એના માટે ચોક્કસપણે કશું કર્યું હોત.”
વિજયભાઈ ની વાત ભાવનાબેનના મન માં ઊંડે સુધી ઉતરી ગઈ. એમને પારાવાર પસ્તાવાની લાગણી થઇ.
“સાચું જ કહો છો તમે. આપણે આપણા દુઃખ માં અંજલિ ની તકલીફોને અને એની હક ની ખુશી ને નજર અંદાજ કરી છે. હું અંજલિ સાથે કાલે જ વાત કરીશ.”

બીજા દિવસની સવાર મહેતા પરિવાર માટે એક નવો નિશ્ચય લઇ ને આવી હતી. તેઓએ વીતેલી વાતો ને મૂકી, જીવનમાં આગળ વધવાનું હતું. સવારે નાહી ધોઈ, ધૂપ બત્તી પતાવી ભાવનાબેનએ અંજલિ ને પોતાના રૂમમાં બોલાવી. એમણે અંજલિના ચહેરા તરફ નજર નાખી. એની ઊંડી ઉતરી ગયેલી આંખો માં કોઈ આશા કે જીવન પ્રત્યે મોહ દેખાતો નહોતો. એના શરીર માંથી જાણે આત્મા ક્યાંય ચાલી ગઈ હોય એવું પ્રતિબિંબિત થતું હતું.
“બેટા મારે તારી સાથે એક જરૂરી વાત કરવાની છે.” ભાવનાબેન એ શાંતિ થી વાત ની શરૂઆત કરી. “તું થોડો વિચાર કરી એને સમજવા પ્રયત્ન કરજે. હું સમજી શકું છું કે હું જે કહેવા જઈ રહી છું એ કદાચ સહેલું ના હોય પરંતુ એ જ જીવનનો આપણી સામે રસ્તો છે. દીકરા !” ભાવના બેન એ અંજલિ આ માથા પર હાથ મુક્યો અને કહ્યું, “રાગ ને ભૂલી ને જીવન માં આગળ વધવા પ્રયત્ન કર.”
અંજલિની આંખમાં ઘણા સમયથી રોકી રાખેલા આંસુઓ ધસી આવ્યા. એ પ્રશ્ન ભરી નજરે ભાવનાબેન સામું જોઈ રહી. “આ તમે શું કહો છો મમ્મી ! એ મારા પતિ છે.”
“હું જાણું છું બેટા અને એ મારો દીકરો પણ છે. એ આપણા જીવનનો જ એક ભાગ છે પરંતુ એ હવે આપણી સાથે નથી. અને એની યાદો ને પાછળ મૂકીને આપણે આગળ વધતા શીખવું પડશે.”
“પણ મમ્મી મારા એમની સાથે લગ્ન થયા છે. સાથે જીવવા- મરવા, સુખ – દુઃખની કસમો ખાધી છે.”
“પણ હું ક્યાં કહું છું કે તું રાગને ભૂલી જા અથવા તો જિંદગીમાં એની જગ્યા ના રાખ. પરંતુ એની પાછળ દુઃખી થઇને આપણી જિંદગી અટકી નથી જતી. અને એવું કરવું એ ક્યાંનો ન્યાય છે? એની સારી યાદોને લઇને તારા જીવનમાં આગળ વધ. રાગએ તારા જીવનનો એક હિસ્સો છે તારું આખું જીવન એ તારું પોતાનું છે. કોઈ એક વ્યક્તિના ચાલ્યા જવા થી જીવન અટકી જતું નથી. આપણે આગળ વધતા જ રહેવું પડશે.”
અંજલિ આગળ કઈ બોલવા જતી હતી. પરંતુ ભાવનાબેન એ ત્યાં જ અટકાવી. “જિંદગી ખુબ લાંબી, સરસ અને જીવવા લાયક છે અંજલિ ! હું એમ નથી કેહતી કે તું રાગને નફરત કર અથવા તો જીવનમાં થી કાઢી નાખ પરંતુ એની યાદો માં દુઃખી થવા કરતા એની સારી યાદો ને સાથે લઇ તારા જીવન માં આગળ વધ. તારા પોતાના સપનાઓ હશે એ તરફ વિચાર. તને જે ગમતી પ્રવૃત્તિ હોય એ તરફ ધ્યાન આપ. તું માને છે ને કે રાગ ચોક્કસપણે પાછો આવશે ?”
અંજલિ એ માથું નીચું રાખી ને જ હકાર માં માથું ધુણાવ્યું.
“તો બસ પછી એ આવે ત્યાં સુધી નું જીવન તું તારા પોતાના માટે જીવ. ઘર અને રાગ ની જવાબદારી માં અત્યાર સુધી બાકી રહેલી તારી ઈચ્છાઓ, તારા પોતાના સપના, એ તરફ ધ્યાન આપ. રાગ પાછો આવશે પછી આ બધું તો સાથે જ રહેવાનું છે ને !
તું આપણા માટે તો એટલું કરશે ને ?”
અંજલિ એ આંખ માં આંસુઓ સાથે હા પાડી. “પરંતુ મમ્મી હું અહીં તમારી સાથે જ રહીશ. એમાં તમે ના નહિ પાડી શકો. હું તમારું ધ્યાન રાખીશ.”
“હા બેટા એની ક્યાં ના છે. તને જે ગમે એ કર.” કહી ભાવનાબેન એ અંજલિ ના માથા પર હાથ મુક્યો.
અંજલિ અને ભાવનાબેન એક બીજા ને ભેટી ને રડી રહ્યા. વિજયભાઈ આ સ્ત્રી સહજ ભાવના અને સંવાદ ને લાગણીવશ જોઈ રહ્યા. અને કહ્યું,
“ જા બેટા આજે શિરો બનાવ આજે આપણા બધા ના જીવન ની એક નવી શરૂઆત છે.”


(ક્રમશ:)

Leave a Reply