રાગ અનુરાગ (ભાગ-6)

આજની સવાર મહેતા પરિવાર માટે એક નવી આશા લઇને આવી હતી. આજે બધાના જીવનની અને ખાસ તો અંજલિના જીવન ની નવી શરૂઆત હતી. રોજની જેમ જ ભાવનાબેન સવારે વહેલા ઉઠી ને નહિ ધોઈ ને પૂજા કરી અંજલિ ના રૂમ માં પ્રસાદ આપવા માટે ગયા. એમણે બારણે ટકોરા માર્યા. અંજલિ વહેલી ઉઠીને તૈયાર થઇ હતી. એણે ભાવનાબેનને અંદર બોલાવી બેસાડ્યા અને એ કબાટમાં થી કઈ શોધવા લાગી.
“લે બેટા પ્રસાદ ! આજે તારા જીવન નો એક મહત્વનો દિવસ છે ને ! ભગવાન બધું સારું કરશે !” એમ કહી એમણે અંજલિ ના હાથ માં પ્રસાદ મુક્યો.
એમણે અંજલિ તરફ નજર કરી અંજલિએ આછા પીળા રંગ નો સલવાર ખમીસ પહેર્યો હતો. વાળ સરખા કરી ને અંબોડો વાળ્યો અને તૈયાર થઇ. ભાવનાબેન એની તરફ જોઈ રહ્યા. “બેટા”
એની આંખો હજી પણ નિસ્તેજ હતી. એ જાણે યંત્રવત કામ પતાવી તૈયાર થઇ હોય એવું લાગ્યું.
“આજે પહેલો દિવસ છે અને ઇન્ટરવ્યૂ છે તો આજ કાલ ની છોકરીઓ ઇન્ટરવ્યૂ માટે પહેરે છે એવા મોડર્ન કપડાં પેહેરી ને જા. વાળ સરખા કર. આ ઇન્ટરવ્યૂ માટે થોડા સાદા લાગશે.” ભાવનાબેન એ ટકોર કરી. “તારે જીવન માં આગળ પોતાના માટે વધવાનું છે. પોતાની મરજી અને ઈચ્છા થી. અમારા કેહેવાથી કે બતાવવા થી નહિ.” એમ કહી ભાવનાબેન ઉભા થયા અને રૂમ ની બહાર ચાલ્યા ગયા. અંજલિ એ અરીસા માં પોતાના ચહેરા પર નજર નાખી. આટલા દિવસો માં પહેલી વાર એને લાગ્યું કે જાણે એ પોતાનો ચહેરો નથી. એને ભાવનાબેન ની વાત સાચી લાગી એ જાણે પોતે પોતાનો જ ચહેરો અરીસા માં જોઈ ના સકતી હોય એવું લાગ્યું. એને જાણે પોતાનો ચહેરો જ અજાણ્યો લાગવા માંડ્યો હોય એવું લાગ્યું.

થોડી વાર પછી અંજલિ ડાઇનિંગ ટેબલ પર આવી. ભાવનાબેન ક્ષણભર એને જોઈ રહ્યા. એ ખુબ જ સુંદર લાગી રહી હતી. કેટલાય દિવસો પછી એમણે અંજલિ ને આ રૂપ માં જોઈ હતી. એણે ભૂરા રંગ નો કુર્તો સાથે કાલા કલર નું જિન્સ પહેર્યું હતું. અને વાળ સરખા ઓળી ને પોની વાળી હતી. ચહેરા પર આછો મેકઅપ કર્યો હતો. એને જોઈને ભાવનાબેન ના ચહેરા પર હાશકારો થયો. તેઓ જાણે નિસ્તેજ અંજલિ ના ચહેરા પર ખુશી ની એક આશા જોઈ શકતા હતા.
“બેસ બેટા આજે તારો મનપસંદ નાસ્તો બટાટાપૌંવા બનાવ્યા છે. એમ કહી અમને અંજલિ માટે ખુરશી ખેંચી બેસાડી, ડીશ માં બટાટાપૌંવા સર્વ કર્યા અને ગ્લાસ માં જ્યુસ રેડ્યું.
“ક્યારે છે ઇન્ટરવ્યૂ?” વિજયભાઈએ પૂછ્યું.
“નવ વાગ્યે પહોંચવાનું છે.”
“દૂર છે ? હું મુકવા આવું ?” વિજયભાઈ એ પૂછ્યું.
“ના હું નીકળી જઈશ. અહીં નજીક માં જ કલમ પ્રકાશક હાઉસ છે. એમાં સંપાદક ની જગ્યા ખાલી છે એના માટે.”
“અચ્છા. બધા સર્ટિફિકેટસ ને બધું બરાબર લીધું છે ને ? કઈ કામ કાજ હોય તો ફોન કરીને જણાવજે. “ વિજયભાઈ બોલ્યા.
અંજલિ એ માથું હલાવ્યું અને ટેબલ પર થી ઉભી થઇ પોતાની ફાઈલ અને પર્સ લીધું.
એટલા માં જ ભાવનાબેન દહીં ખાંડ લઇ ને આવ્યા.
“જોજે તને ચોક્કસ જ નોકરી મળી જશે.” એમ કહી એમને માથા પર હાથ મુક્યો. બંને ને પગે લાગે અંજલિ ઇન્ટરવ્યૂ માટે જવા નીકળી.

અંજલિના ગયા પછી ભાવનાબેન અને વિજયભાઈ ને એક નવી આશા અને હાશકારો થયો. “આજે કેટલા દિવસ પછી અંજલિ ના ચહેરા પર કોઈ આશા નું કિરણ દેખાય છે.” બંને એક સાથે બોલી પડ્યા.

અંજલિ બરાબર પોણા નવ એ કલમ પ્રકાશક હાઉસ ના બિલ્ડીંગ પર પહોંચી. એણે જોયું તો ઇન્ટરવ્યૂ માટે પચીસ જેટલા ઉમેદવાર હતા. બધા તૈયારી કરી આવ્યા હતા. વોક ઈન ઇન્ટરવ્યૂ હોવા થી અંજલિ ને તૈયારી માટે સમય નહોતો મળ્યો. કાલે સાંજે જ છાપા માં જાહેરાત જોઈ , આજે એ અહીં આવી હતી. ઉપર થી એને આગળ કોઈ કામ નો અનુભવ નહોતો. સૌ પ્રથમ તો બધા ઉમેદવાર ને એક કાગળ આપવામાં આવ્યો. કાગળમાં કઈ લખાણ હતું. એમાં ભૂલો શોધી, સરખી રીતે સંપાદન કરવાનું હતું. ત્યાર પછી બધા ઉમેદવારને એક પછી એક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા. અંજલિ નો વારો પણ આવ્યો.
“તો મિ. અંજલિ તમારું ક્વોલીફીકેશન શું છે?”
મિસ્ટર કશ્યપ એ પ્રશ્ન કર્યો. મિસ્ટર અનિરુદ્ધ કશ્યપ એ લગભગ પચીસ વર્ષ થી આ પ્રકાશક હાઉસ ચલાવતા હતા. એ એક ગુજરાત નું પ્રસિદ્ધ પ્રકાશક કેન્દ્ર હતું. એ એક સારા લેખક પણ હતા. એમના પપ્પા મિસ્ટર કશ્યપ પંડ્યા એ ખુબ સારા લેખક અને ગુજરાત સરકાર તરફ થી અને ગુજરાત વિદ્યાપીઠનો સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો.
“મેં એમ એ કર્યું છે. કોલેજ માં મારા મેજર વિષય ગુજરાતી ને અંગ્રેજી હતા.”
“આગળ કોઈ કામ કરવાનો અનુભવ?”
“ના.” અંજલિ એ ટૂંક માં જવાબ આપ્યો.
એમને બાકી ના પ્રશ્નો કર્યા અને કહ્યું,
“જુઓ મિસ અંજલિ તમારી પાસે અનુભવ નથી. પરંતુ જે તમને કાગળ આપવા માં આવ્યું હતું એમાં તમારું એડિટિંગ એ બધા માં બેસ્ટ છે. સાચું કહું તો માટે હું તમને જરૂર થી એક મોકો આપીશ.
તમે ક્યારથી જોઈન કરી શકો ?”
“તમે કહો ત્યારથી.” અંજલિ એ સ્મિત સાથે કહ્યું.
“તો પછી આવતી કાલ થી શરૂઆત કરીએ. શુભ કામ માં મોડું ના કરાય.” કહી મિસ્ટર કશ્યપ હસ્યા. “બાકી ની માહિતી તમને મારી સેક્રેટરી બહાર આપશે.”
“તો કાલે મળીએ.” કહી મિસ્ટર કશ્યપએ સ્મિત કર્યું.
અંજલિ ઉભી થઇ બહાર જવા નીકળી.
એને બહાર એ તુરંત જ ભાવનાબેન ને ફોને લગાડ્યો, “મમ્મી ઇન્ટરવ્યૂ પતી ગયું છે. હું મંદિર જઈ થોડી વાર માં ઘરે આવું.”

અંજલિ એ ઇન્ટરવ્યૂ નું પરિણામ ફોન પર કહ્યું નહોતું. એટલે ભાવનાબેન અને વિજયભાઈ એની રાહ જોતા બેઠા હતા. એટલા માં જ ડોરબેલ નો અવાજ સંભળાયો. ભાવનાબેન ઉતાવળે દરવાજો ખોલવા પહોંચ્યા. અંજલિ ઉતાવળે અંદર આવી.
“પહેલા શું થયું તો કહે.” ભાવનાબેન પોતાની આતુરતા રોકી શક્યા નહિ.
“હું સંપાદક તરીકે સિલેક્ટ થઇ ગઈ છું. આવતી કાલ થી મારે જોઈન કરવાનું છે.” અંજલિ એ ઉત્સાહ થી કહ્યું. “એટલા માટે જ મંદિર ગઈ હતી. પરંતુ આ સમાચાર ફોન કરતા તમને મળી ને જ આપવા હતા.” એમ કહી અંજલિ મંદિરથી લાવેલો પ્રસાદ હાથ માં મુક્યો. “અને ત્યાં સામે લીલાબા મીઠાઈ ની દુકાન માં થી શ્રીખંડ લાવી છું. ઘણા દિવસ થયા તો મને થયું લેતી જાઉં. હું જમવાનું પીરસી દઉં.” એમ કહી અંજલિ રસોડા માં ગઈ.

આજે મહિના પછી ભાવનાબેન અને વિજયભાઈ એ અંજલિ ના ચહેરા પર ખુશી ની એક ઝલક જોઈ. એમની આંખ માં આંસુ આવી ગયા. અંજલિ જુએ એ પહેલા ઉતાવળે એમને આંસુ લૂછી નાખ્યા. સાચે જ આજે એમણે અંજલિ ના નિરાશ થઇ ગયેલા જીવન માં પરિવર્તન ની એક ઉમ્મીદ જોઈ હતી. એમણે મનોમન અંજલિની સફળતા અને ખુશીઓ માટે પ્રાર્થના કરી સાથે જમવા બેઠા.


(ક્રમશ:)

Leave a Reply