હવે સૂવું નથી અક્ષર તમારે ?? કાલે સવારે કચ્છ જવાનું છે યાદ છે ને કે ભૂલાય ગયું ? ફોન માં માલતી અક્ષર ને પ્રેમ ભર્યો ઠપકો આપી ને સૂવાનું કહેતી હતી.અક્ષર ને પણ થયું કે હવે સૂઈ જવું જોઈએ એટલે બન્ને એ બાય કર્યું ને જય શ્રી કૃષ્ણ કરીને વાત પૂરી કરી.બન્ને સૂઈ ગયા.
થોડો સમય વીત્યો. ઘોર અંધારી રાતમાં અચાનક જ અક્ષર ની ઊંઘ ઉડી ગઈ અને ઘડિયાળ માં જોયું રાત ના બરાબર ૩ વાગ્યા હતા.આમ તો આવું બનતું નહિ ક્યારેય પણ આજે કદાચ વેલા જાગી ને બહારગામ જવાનું છે એટલે કદાચ એવું થયું હશે એમ વિચારી ને અક્ષર એ પાણી પી ને પાછું શરીર લંબાવ્યું.આંખ તો બંદ કરી પણ એને ઊંઘ નહોતી આવતી.એને એવી અનુભૂતિ થતી હતી કે જાણે એના જ રૂમ માં કોઈક હોય અને એને સૂતેલો જોતું હોય!
ફરીવાર આખા રૂમ માં સુતા સુતા જોયું પણ કોઈ દેખાયું નહિ એટલે વહેમ સમજી ને પાછી સૂવાની કોશિશ કરવા લાગ્યો.આ વખતે જેવી એને આંખો બંદ કરી કે તરત જ પાછી ખોલી નાખી અને બેબાકળો થઈ ને પલંગ પર જ બેઠો થઈ ગયો. ચેહરો આખો પરસેવાથી રેબ જેબ થવા લાગ્યો. જોર જોર થી શ્વાસ ચાલવા લાગ્યા.આવા વરસાદી મૌસમ ના ઠંડા વાતાવરણ માં પણ આટલો પરસેવો વળવો થોડું અજુગતું કેવાય.પણ અક્ષરે આંખ બંદ કરી એ સમયે જે દૃશ્ય જોયું એ ભલભલા ને ડરાવી દે એવું દૃશ્ય હતું અને પરસેવો આવવો વ્યાજબી હતો.એને જે જોયું હતું એમાં એની પ્રેમિકા માલતી અક્ષર ની હત્યા કરી રહી હતી.
એ સમજી જ ના શકયો કે આવું સપનું કે આવો આભાસ કેમ થયો હશે.પછી તો ઊંઘ આવી ના આવી અને સવાર પડી ગઈ પણ અક્ષર ના મગજ માંથી હજુ કાલ રાત ની ઘટના ભુસાતી ન હતી.એને વિચાર્યું કે માલતી ને જણાવું? પછી થયું કે એને જણાવીશ તો એ શું વિચારશે? એટલે પછી કેવાનું માંડી વાળ્યું.પોતાની કાર લઈ ને અક્ષર કચ્છ જવા નીકળે છે જ્યાં તેને કોઈ મીટીંગ એટેન્ડ કરવાની હતી. કાર માં પોતે એકલો જ હતો.
રસ્તો પસાર થતો જાય છે પણ પેલી ઘટના મગજ માં ઘૂમ્યા કરે છે.ધીરે ધીરે કાર આગળ ચાલે છે અને કચ્છ ના રણ મેદાન આવવાની શરૂઆત થાય છે.પવનચક્કી દેખાવા લાગે છે.આસપાસ વાહનો ની અવર જવર પણ ચાલુ હોય છે એવા માં ફરી અચાનક એને પાછું એ દૃશ્ય દેખાણું અને સામેથી માલતી કોઈ ટ્રક લઈને આવતી હોય એની કાર સાથે અથડાવા એવું દેખાવા લાગ્યું અને એના લીધે અક્ષરે કાર ના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને કાર ડિવાયડરને ઓળંગી ને સામેથી આવી રહેલા મીઠું ભરેલા ટ્રક ની અંદર ઘુસી ગઈ.!!
એકદમ શાંતિ ..થોડી વાર પછી..એમ્બ્યુલન્સ ના સાયરન ના અવાજો અને પોલીસ ના માણસો અને અન્ય વાહનો ની હાર બંધ કતાર સિવાય એક નિર્જીવ ખોળિયું માત્ર…