સંજોગ-૧૦

સંજોગ

ક્રિષ્નાએ શિવમની મદદ લેવા હાં પાડી દીધી હતી. પણ બદલામાં તેણે કંપની લેવાની નાં પાડી હતી.

ભાગ-૧૦

ક્રિષ્નાને આવેલો મેસેજ શિવમનો હતો. શિવમે ગોપીને બધી હકીકત જણાવી દેવા કહ્યું હતું. શિવમ હવે જે કરવાનો હતો. એ પછી કદાચ ગોપી પણ કોઈ મુસીબતમાં મૂકાય. એવું બની શકે એમ હતું. આથી હવે ગોપીનું બધી હકીકતથી વાકેફ હોવું જરૂરી હતું.

“મારે તને એક વાત કહેવી છે. પણ પહેલાં તું મને પ્રોમિસ આપ, કે તું ગુસ્સે નહીં થાય.” ક્રિષ્નાએ હિન્દી સિરિયલોની માફક અગાઉ જ પ્રોમિસ લઈને વાતની શરૂઆત કરી.

“આપ્યું પ્રોમિસ…પણ વાત તો કર…”

“તું જે શિવમને પ્રેમ કરે છે. એ શિવમની બહેનનાં લગ્ન મારાં લીધે તૂટયાં છે. અહીં અમદાવાદમાં મારી એક ફ્રેન્ડ છે, રચના…એ રોશનને પ્રેમ કરે છે. રોશન પણ તેને પ્રેમ કરતો. બસ એ બંનેને મળાવવા જ મેં બધો પ્લાન બનાવ્યો, ને હું આજે શિવમની ઘરેથી રોશનને લઈ આવી. જેનાં લીધે શિવમની બહેનનાં લગ્ન તૂટી ગયાં.”

ક્રિષ્નાએ બધી વાત એક જ શ્વાસે કહી દીધી. વાત પૂરી થતાં ક્રિષ્ના હાંફી ગઈ. તેણે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ હાથમાં લીધો, ને એક જ ઘૂંટમાં આખો ગ્લાસ ગટગટાવી ગઈ. ક્રિષ્નાને બીજી બાબતનાં ડર કરતાં, ગોપીનું શું રિએક્શન આવશે…એ બાબતે ડર હતો.

“તું જે કરે…એ હંમેશા સાચું અને બીજાનાં સારાં માટે જ હોય છે. એટલી તો હું પણ‌ તને જાણું છું. તો જે થયું તેને ભૂલી જા. હવે હું પણ તારી સાથે છું.”

ગોપી ક્રિષ્નાનો સાથ આપવા તૈયાર હતી. એ વાત સાંભળી ક્રિષ્નાની અડધી મુસીબત તો એમનેમ જ સોલ્વ થઈ ગઈ. પણ ગોપીને હજી ઘણી વાતો ખબર નહોતી. છતાંય ક્રિષ્નાએ તેને એકસાથે બધું નાં જણાવવાનું જ યોગ્ય સમજ્યું. બધી વાતો ગોપીને એકસાથે ખબર પડી જાય….તો ગોપીને મોટો ઝટકો લાગી શકવાની સંભાવના હતી. જેવું કરવાની ક્રિષ્નાની ઈચ્છા ન હતી.

ક્રિષ્ના ઉભી થઈને પોતાનાં રૂમમાં જતી રહી. રૂમમાં જઈને તેણે શિવમને મેસેજ કરીને, પોતે ગોપીને જે જણાવ્યું એ અને આગળની વાતો કેવી રીતે જણાવવી એ…એવી બધી માહિતી આપી દીધી.

ક્રિષ્ના આગળનાં પ્લાનને લઈને બહું ટેન્શનમાં હતી. એ સમયે જ તેને દેવેન્દ્ર પ્રસાદનો મેસેજ આવ્યો. તેમણે ક્રિષ્નાને પોતાની ઓફિસમાં બોલાવી હતી. ક્રિષ્ના તો દેવેન્દ્ર પ્રસાદની હકીકત શિવમ પાસેથી જાણી ચૂકી હતી. છતાંય તે દેવેન્દ્ર પ્રસાદને મળવાં જવું કે નહીં…એ બાબતે અસમંજસમાં હતી.

અડધી કલાક સુધી દેવેન્દ્ર પ્રસાદે મોકલેલા મેસેજને જોઈને, જવું કે નાં જવું એ વિચાર કર્યા પછી ક્રિષ્નાએ એક વ્યક્તિને મેસેજ કર્યો.

એ વ્યક્તિ દેવેન્દ્ર પ્રસાદની કંપનીમાં કામ કરતો પ્રજ્ઞેશ હતો. પ્રજ્ઞેશે ક્રિષ્નાનો મેસેજ વાંચી તરત જ રિપ્લાય આપ્યો.

“દેવેન્દ્ર પ્રસાદ બહું ચાલાક વ્યક્તિ છે. જો તેણે તારાં ફાયદા માટે તને પોતાની ઓફિસમાં બોલાવી હોય..તો તું અહીં નાં આવતી. કેમ કે, દેવેન્દ્ર પ્રસાદ ક્યારેય પોતાનું નુકશાન કરાવી, બીજાનો ફાયદો નાં કરાવી શકે. એમાં તેનું કોઈ ષડયંત્ર હોય. એ વાત પાક્કી છે.”

પ્રજ્ઞેશનો મેસેજ વાંચીને ક્રિષ્નાએ દેવેન્દ્ર પ્રસાદની ઓફિસે જવાનું માંગી વાળ્યું. ક્રિષ્નાને દેવેન્દ્ર પ્રસાદને બરબાદ કરવો હતો. જે માટે તેનું સુરક્ષિત રહેવું જરૂરી હતું.

વહેલી સવારે દેવેન્દ્ર પ્રસાદ પોતાની ઓફિસમાં બેસીને ક્રિષ્નાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. તેણે ક્રિષ્નાને જે સમય આપ્યો હતો. એ સમયની ઉપર એક કલાક વીતી ગઈ હતી. છતાંય ક્રિષ્ના આવી નહોતી. દેવેન્દ્ર પ્રસાદે ક્રિષ્નાને ઘણી વખત કોલ પણ કર્યા. પણ ક્રિષ્નાનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.

“સર, તમને મળવાં કોઈ મનિષ ભારદ્વાજ આવ્યાં છે.”

ઓફિસના સ્ટાફનાં એક માણસે દેવેન્દ્ર પ્રસાદને મનિષ ભારદ્વાજ આવ્યાં છે. એવી સૂચના આપી, કે તરત જ દેવેન્દ્ર પ્રસાદના ચહેરાનો રંગ ઉડી ગયો.

મનિષ ભારદ્વાજ સમયનાં બહું પાક્કા વ્યક્તિ હતાં. તેમનાં હાથમાં કોઈ કોન્ટ્રાક્ટ આવે, તો એ તેમને પૂરો કર્યા વગર જંપ નાં લેતાં. એવામાં દેવેન્દ્ર પ્રસાદ દ્વારા અપાયેલ કોન્ટ્રાક્ટમા તેમનો ખાસ્સો એવો સમય બગડ્યો હતો. એ વાતથી ગુસ્સે થઈને મનિષ ભારદ્વાજ સીધાં દેવેન્દ્ર પ્રસાદની ઓફિસે જ ટપકી પડ્યાં.

સ્ટાફનો માણસ સૂચના આપીને ગયો. તેને દશ મિનિટ વીતી ગઈ. પણ હજું સુધી મનિષ ભારદ્વાજ દેવેન્દ્ર પ્રસાદ પાસે આવ્યાં ન હતાં. દેવેન્દ્ર પ્રસાદ પોતાની ખુરશી પરથી ઉભાં થયાં. એ સમયે જ તેમની ઓફિસનો દરવાજો ખૂલ્યો. સામે મનિષ ભારદ્વાજ ઉભાં હતાં. તેમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો.

“દેવેન્દ્ર પ્રસાદ, પેલી છોકરી ક્યાં છે?? મારો આદમી છેલ્લાં એક કલાકથી પાર્કિંગમા તેની રાહ જોવે છે. જો એ આવવાની જ ન હતી. તો મને પહેલાં જાણ કરી દેવી હતી.”

મનિષ ભારદ્વાજનો વીજળીનાં કડાકા જેવો અવાજ સાંભળી દેવેન્દ્ર પ્રસાદ ગભરાઈને ફરી ખુરશી પર બેસી ગયાં. મનિષ ભારદ્વાજ દેવેન્દ્ર પ્રસાદના આવકારની રાહ જોયાં વગર જ તેમની સામેની ખુરશીમાં બેસી ગયાં.

“એ છોકરીને હું ક્યારનો કોલ કરું છું. પણ તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવે છે. તે દિવસે તો એ મારું રાઝ જાણવાં બહું ઉતાવળી થતી હતી. પણ ખબર નહીં કેમ…આજે એ મારાં બોલાવવા છતાંય નાં આવી.”

દેવેન્દ્ર પ્રસાદ આમતેમ નજર કરીને બોલી રહ્યાં હતાં. પણ તેમની વાતોની મનિષ ભારદ્વાજ પર કોઈ અસર નાં થઈ. કોને ક્યાં કારણસર મોડું થયું…ને કોણ ક્યાં કારણસર નાં આવ્યું. એવી વાતોથી તેમને કોઈ મતલબ ન હતો. તેમને તો બસ પોતાને સોંપેલ કામ સમયસર થાય, ને હાથમાં રૂપિયાની રોકડી રકમ આવે‌. એ બાબત જ મહત્વની હતી.

“હવે આજ પછી તારું કામ નક્કી હોય, તો જ મને જાણ કરજે. આજે મારે તારાં લીધે નુકસાન અને સમયની બરબાદી બંન્ને થયું.”

મનિષ ભારદ્વાજ પોતાનો ગુસ્સો દેવેન્દ્ર પ્રસાદ પર ઠાલવીને જતાં રહ્યાં. દેવેન્દ્ર પ્રસાદે મનિષ ભારદ્વાજનો ગુસ્સો તેમની હાજરીમાં તો સહન કરી લીધો. પણ તેમનાં ગયાં પછી દેવેન્દ્ર પ્રસાદ ખૂબ જ ગુસ્સે થયાં.

દેવેન્દ્ર પ્રસાદ ઓફિસનુ બધું કામ પડતું મૂકીને ઘરે જતાં રહ્યાં.  રોશન બસ તેમની રાહ જોઈને જ બેઠો હતો. દેવેન્દ્ર પ્રસાદની બરબાદીનો પ્લાન રોશને જ આગળ વધારવાનો હતો.

“પપ્પા, તમે હવે ઓફિસનુ કામ થોડાં દિવસ રહેવા દો. તમે એક ટ્રીપ પર જઈ આવો.”

રોશને દેવેન્દ્ર પ્રસાદ ઘરમાં પ્રવેશ્યા. એવી જ દિલ્હીની ટિકિટ દેવેન્દ્ર પ્રસાદના હાથમાં મૂકી દીધી. દેવેન્દ્ર પ્રસાદે ગુસ્સામાં હોવાથી ટિકિટ પર બહું ધ્યાન નાં આપ્યું.

“દિલ્હી તારે જવાનું છે. ત્યાં આપણી કંપનીની બીજી શાખા છે. તેમાં તારી મદદની એ લોકોને જરૂર છે.”

દેવેન્દ્ર પ્રસાદ સોફા પર આરામથી બેસીને રોશન સાથે વાત કરવા લાગ્યાં. રોશન પોતાને દિલ્હી જવાનું છે. એ વાત સાંભળી થોડો ગુંચવાઈ ગયો.

“અહીં તમારી કંપની સેટ થઈ ગઈ છે. તો મને એમાં કામ કરવામાં તકલીફ નહીં પડે. દિલ્હીની કંપની હમણાં જ ચાલું થઈ છે. તો ત્યાં તમારી વધું જરૂર છે. તમે ત્યાં જતાં રહો. હું અહીં સંભાળી લઈશ.”

“સારું…તો હું કાલે સવારે જ દિલ્હી જવા રવાના થઈ જઈશ.”

રોશન દેવેન્દ્ર પ્રસાદને કેવી રીતે મનાવવા, એ બરાબર જાણતો હતો. દેવેન્દ્ર પ્રસાદ ગુસ્સામાં હોવાથી તેમને વધું ચર્ચા કર્યા વગર જ દિલ્હી જવાની હાં પાડી દીધી.

દેવેન્દ્ર પ્રસાદના દિલ્હી ગયાં પછી તેમની બરબાદીનો સાચો ખેલ શરૂ થવાનો હતો. જે વાતથી તેઓ બિલકુલ અજાણ હતાં. દેવેન્દ્ર પ્રસાદ પોતાનાં રૂમમાં જઈને દિલ્હી જવાની તૈયારી કરવા લાગ્યાં.

“કામ થઈ ગયું છે. હવે મેં તને જે માહિતી મેળવવાનું કહ્યું હતું. એ માહિતી મને કાલ સવારે દશ વાગે પપ્પાની ઓફિસમાં પહોંચાડી દેજે.”

દેવેન્દ્ર પ્રસાદ દિલ્હી જવાની તૈયારીમાં વ્યસ્ત થયાં, કે તરત જ રોશને શિવમને એક મેસેજ મોકલી દીધો. જેમાં દેવેન્દ્ર પ્રસાદની બરબાદીનો અંશ હતો.

(ક્રમશઃ)

Leave a Reply