હવેલીનું રહસ્ય (ભાગ-1)

પોતાનો હાથ સુદ્ધા દ્રશ્યમાન ના થાય તેવા રાત્રીના ગાઢ અંધકારમાં એક પડછંદ પરંતુ ખૂંધ નીકળી હોય તેવી વિકૃત આકૃતિ કોઈ અજાણ્યા પુરુષની ચારે તરફ ખૂબ જ ઝડપથી પવનના સૂસવાટા કરતી ફરી રહી હતી જાણે કે તે ઉડી ના રહ્યું હોય ત્યાં જ અચાનક તે આકૃતિએ પોતાની ઝડપ વધારી અને કર્ણભેદી કર્કશ અવાજે એક પછી એક શબ્દો ઉચ્ચાર્યા.


“સંયમ,શાંતિ,પ્રેમ,ભૂલ,ગુસ્સો,હું,ભૂતકાળ,ડર… “


છેલ્લા શબ્દએ આર્યનની ઊંઘ ઉડાવી દીધી બિહામણા સપનાના કારણે તેને કપાળ ઉપર પ્રસ્વેદબુંદો ઉપસી આવી હતી જાણે કે તે પરસેવે નહાયો ના હોય. સફાળા તેણે પાણી પીધું અને સામેની જર્જરિત ભીંત ઉપર લટકાવેલ ડિજિટલ વૉચ પર નજર કરી.

તા.૧૩/૦૯/૨૦૨૦ શુક્રવાર ,સમય:- ૩ વાગ્યા અને ૭ મિનિટ.


“નોટ અગેઇન..” પરસેવો લૂછતાં ચિંતાતુર સ્વરે તે બોલી ઉઠ્યો.


હજુ તેને પોસીના ગામમાં નોકરીના કારણે રહેવાનો આઠમો દિવસ જ હતો પરંતુ છેલ્લા સાતે-સાત દિવસની રાત્રી તેના માટે એક કઠોર પરિસ્થતિ માફક હતી. દરરોજ રાત્રે તેને આ જ સ્વપ્ન આવતું એક ખૂંધ નીકળેલી આકૃતિ અજાણ્યો પુરુષ શબ્દો બોલવાનો સિલસિલો અને છેલ્લો શબ્દ “ડર” સાંભળતાની સાથે જ દૃશ્યમાન થતો, તે આકૃતીનો વિકૃત ચહેરો કે જેની એક આંખ અને નાક ના હતા પરંતુ તે છિદ્રમાંથી વંદા અને ઈયળ જેવા કીટકો નીકળતા હતા. ઉપરથી આછા ભૂરારંગનો કોઈ પણ ઘટ વગરનો ચહેરો હતો જેમાંથી પીળાશ પડતા લાંબા લોહી નીતરતા તીક્ષ્ણ દાંત સ્વપ્નના અંતે જોરથી મુખમાંથી લોહી ઉડાવી “ડર” શબ્દના ઉચ્ચાર સાથે નજરે આવતા અને તે સાથેે જ આર્યન ઊંઘમાંથી સફાળો જાગી જતો.


એક મહિના અગાઉ સરકારી નોકરી માટેની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું હતું સદનસીબે આર્યન તેના મેરીટ લિસ્ટમાં આવી જવાથી સરકારી નોકરી પામ્યો હતો પરંતુ તેનો ક્રમાંક ઘણો પાછળ હોવાથી તેને પોતાના શહેરથી દુર પોશીના ગામમાં સ્ટાફ નર્સ તરીકેની નોકરી મળેલ. અમદાવાદ શહેરમાં રહેતા વ્યક્તિ માટે એટલે દુર કોઈ અજાણ્યા ગામમાં જવું ઘણું અગવડભર્યું લાગે પરંતુ તે બાળપણથી અનાથ હોવાના કારણે તેને કંઈ ખાસ ફરક પડતો ન હતો. તેણે આશ્રમ છોડી ગામમાં નોકરી કરવા માટે મન મનાવી લીધું પરંતુ તેને પણ ખબર ના હતી કે આ સફર તેને કઈ દિશામાં આગળ લઈ જઈ રહી છે.

અઠવાડિયા પહેલાં

રસ્તો ઘણો લાંબો હોવાના કારણે સવારની બસમાં નીકળેલો આર્યન રાત્રીના સાડા ૧૦ના સુમારે ગામમાં પ્રવેશ્યો આખે રસ્તે ફક્ત ઘોર અંધકાર હતો જંગલ જેવો વિસ્તાર હોવાથી બસની તમામ બારીઓ બંધ કરી દેવામાં આવી આર્યન સા વાત સમજે તે પહેલાં જ બારી વાટે એક સાંપ તેના ખોળામાં આવી પડ્યો અને ફેણ ચઢવી તેને કરડવા જ જતો હતો ત્યાં જ એક અજાણ્યા હાથે સમય સૂચકતા વાપરી સાપને તેની ગરદનથી પકડી બહાર ફેંકી દીધો એક ક્ષણમાં જાણે ઘણું બધું ઘટી ગયું હતું.

Advertisement

“થેંક યું સો મચ… મને બચાવવા માટે..”
“ઇટ્સ ઓકે અત્યારે ના બચાવતો તો આગળ પણ મારે જ બચાવવા પડતા..” અજાણ્યા ચહેરા એ હસીને કહ્યું.
“હું સમજ્યો નહિ..”
” માય સેલ્ફ અક્ષ, હું આ ગામનો નવો ડોક્ટર છું આજે જ અહી રહેવા માટે આવ્યો છું..”
” તો તમે એકલા ના બચાવતા સાહેબ મારી પણ મદદ જોઈતી..” આર્યન પણ હસતા હસતા બોલ્યો.
“મતલબ?”
“હું આર્યન,હું પણ આજે જ અહી આવ્યો છું આ ગામનો નવો નર્સ..”
“અરે ભાઈ ભાઈ!! આ રીતે મુલાકાત થશે વિચાર્યું ના હતું ,ચાલો સારું છે કોઈક તો બહારનું મળ્યું..”
બંને લોકો વાતો કરવા લાગ્યા ત્યાં જ આર્યન બારીની બહાર કશુંક વિકૃત ઉડીને જતા જોયું પરંતુ મનનો ભ્રમ સમજી જવા દીધું ત્યાં જ અચાનક બસને એક આંચકો લાગ્યો અને બધા લોકો બસની સીટ નીચે છૂપાઈ ગયા.. બસનું પંચર થયું હતું તે તો સમજ આવ્યું પણ લોકોનો આવો વર્તાવ સમજની પરે હતો ત્યાં જ એક જણે જોરથી બૂમ પાડી


” તે આપણને બધાને મારી નાખશે…”


સૌ કોઈ ગભરાયેલા હતાં આકાશ અને આર્યન હજુ પણ અવઢવમાં હતા કે ચાલી શું રહ્યું છે આ ત્યાં જ બસનો કંડકટર તેમને નીચે બેસાડી જોડે બેસી ગયો અનેં બોલ્યો.
“ડોબાઓ મોતની બીક નથી લાગતી નીચે બેસો હવેલીના ભૂત જોઈ જાહે તો હાત પેઢીઓએ વેઠવાનું થાહે..”
“શું કઈ હવેલી?? ભૂત??” આર્યન આશ્ચર્ય પામી બોલ્યો ત્યાં જ તેની નજર બસથી થોડે દુર એક જર્જરિત હવેલી પર પડી કે જે પૂનમની રાત્રિના અજવાસમાં ચમકી રહી હતી, જેને જોતા જ તેને કમકમાટી અનુભવી..
“વ્હોટ રબીશ ભૂત.. છોડો હું તો ચાલતો જાઉં છું.ગામ વધુ દૂર હોય તેવું લાગતું નથી.. બ્રધર તમે આવો મારી સાથે?”
“સાહેબ ભૂત વસ્તુ અલગ છે પણ અજાણ્યા રસ્તે એકલા રાતે ના જવાય ચોર ડાકુનો કોઈ ભરોસો નહીં સારું રહેશે આ લોકો જોડે જ રહીએ…” આર્યન વિચારતા બોલ્યો.
“વાત તો સાચી છે તમારી પણ…..”
હજુ તેઓની વાત પૂરી પણ થઈ ન હતી ત્યાં જ એક ચીસ સંભળાઈ બધા લોકોની ધ્યાન તે તરફ ગયું તો આગળના ઝાડ ઉપર એક અડધી ખવાયેલ લાશ લટકી રહી હતી જેમાંથી લોહીના ટીપા રસ્તાની વચ્ચે વચ પડી રહ્યા હતા.બને મેડિકલના માણસો આ જોઈ વિચારમાં પડી ગયા તત્કાળમાં તેમણે પોલીસ બોલવાનો નિર્ણય લીધો પરંતુ અફસોસ કોઈના પણ ફોનમાં ટાવર ના હતું..
આ ઘટના નિહાળ્યા બાદ સમગ્ર રાત્રિ તમામ લોકોએ બસમાં જ વીતાવી અને સવાર થતાં જ બસનું ટાયર બદલી ગામમાં પ્રવેશ્યા.આ સમગ્ર રાત્રી દરમ્યાન ગામના લોકોનું વર્તન તદન એક બલિના બકરા સમાન હતું કે જેનું જાણે મોત આવી જ ગયું હોય..
પણ તે દિવસ પછી કોઈ પણ આવી ઘટના ઘટી નહિ પેલી લાશ પણ કોઈ જંગલી પ્રાણીએ ખાધી હોય તેવું લાગતું હતું ઉપરાંત લોકોની વાતો હવેલીના વિષય ઉપર પણ ઘણી ચાલતી.. પણ આ સપનું! આ સપનું શું છે?શા માટે આવે છે તેને આવે છે?… આવા અનેક પ્રશ્ન આર્યનના મનમાં હતા..

ક્રમશ:

અક્ષયકુમાર વાણિયા

Leave a Reply