હવેલીનું રહસ્ય

વર્તમાનમાં

“બોસ એક મસ્ત ન્યૂઝ આપુ??” અક્ષે આર્યનને ઝંઝોળી કહ્યું.
“ન્યૂઝ પછી ચાલશે પણ પાર્ટી પહેલાં જોઈએ બોલો મંજૂર??”
” જરૂર જરૂર હવે તો પાર્ટી હવેલીમાં જ થશે??”
“શું? એક મિનિટ તું પેલી હવેલીની વાત નથી કરી રહ્યો ને? ક્યાંક તે એ ભાડે નથી લીધી ને??”
“ભાડે અને હું લઉં?? ચાલ ચાલ મે તો ખરીદી જ લીધી છે કેટલી ઓછી કિંમતમાં મળતી હતી એમ પણ અહીંયાના સરકારી રહેઠાણ કેવા છે ખબર છેને તારું તો મારા કરતાં પણ ગયેલું છે…” તેણે જોર જોરથી હસતા કહ્યું.
“અરે પણ એતો ભૂતિયા છેને લોકો કેવી કેવી વાતો કરે છે….” આર્યન ચિંતાતુર સ્વરે બોલ્યો
” પણ બન કઈ જ નહિ આપડે મેડિકલ છીએ આ બધામાં આપણે માનવાનું ના હોય અને એ બધું છોડ ને તારું એક કામ છે યાર.. હવેલીનું થોડું રેનોર્વેશન કરવાનું છે તો મારે જાવું પડે તેમ છે તું ઓપીડી જોઈ લઈશ?”
” હા સાહેબ એમપણ અમે જ જોઈએ છીએ ફરી તમારી પાસે આવે છે જાવ નિરાંતે પણ યાર હજુ એક વાર વિચારજે..” હજુ આર્યન વાત પૂરી કરે તે પહેલાં જ અક્ષ તેની હા સાંભળી કેબીનની બહાર નીકળી પડ્યો.

“મે આઇ કમ ઇન સર??” અચાનક જ એક બાળક જેવો અવાજ કેબીનના દરવાજા આગળથી આવ્યો. એક નાની ૧૦-૧૨ વર્ષની છોકરી ટગર ટગર આર્યનને જોઈ રહી હતી..
“આવ બેટા શું થયું?? તારી સાથે કોઈ નથી આવ્યું..” આર્યન પ્રેમથી બોલી ઊઠ્યો.
“આવ્યા છોને તમે ભાઈ..”
“અરે બેટા એમ નહિ તારી સાથે ઘરમાં કોણ રહે મોટું છે??”
“મારી સાથે મારા પપ્પા…”
” એ ક્યાં ગયા અને તું કેમ એકલી આવી ગઈ બેટા? બીમાર છું?”
“પપ્પા મરી ગયા… તેમને મારી નાખ્યા.. મને મને પણ પૂરી રાખી છે બચાવો મને ભાઈ..” છોકરી ડુસકા ભરતી બોલી ઉઠી જેને જોઈ આર્યન તરત ઉભા થઇ તેના આંસુ લૂછ્યા પણ ત્યાં જ અચાનક બધે અંધારું થઈ ગયું નાની બાળકી વધુ જોરથી રડવા લાગી ભર બપોરે રાત્રી સમાન અંધારું આર્યન પણ અવઢવમાં પડી ગયો..
“એ આવી ગયો મને બચાવી લેજો ભાઈ… ભાઈ હું હવેલીમાં…” તે આર્યનને ભેટી બોલી પડી પણ તે પોતાના શબ્દો પૂર્ણ કરે તે પહેલાં જ તેને ખેચી લેવામાં આવી..
પણ ત્યાં જ અચાનક અવાજ આવ્યો..
“સંયમ,શાંતિ,પ્રેમ,ભૂલ,ગુસ્સો,હું,ભૂતકાળ,ડર… “
અને જોરથી તે જ વિકૃત આકૃતિ એ આર્યનનું ગળું પકડ્યું આર્યન માટે શ્વાસ લેવો પણ અઘરો પડી રહ્યો હતો તેનું મોં ખુલી ગયું આંખો ફાટી જવા આવી તેણે ઉપર જોયું તો તે જ માસૂમ છોકરીના શરીરના અવયવો હવામાં કપાયેલા તરી રહ્યા હતા ડર ના માર્યા આર્યન તે આકૃતિ તરફ નજર કરી પ્રતિઉત્તરમાં સામે તે આકૃતિ અટ્ટહાસ્ય કર્યું તેના મોંમા રહેલ લોહીના છાંટા તાજા હતાં અને આર્યનની આંખ બંધ થઈ ગઈ..
“સાહેબ ઓ સાહેબ… ઊઠો” અક્ષ એ જોરથી પાણીની છાલક આર્યનને મારી..
“સાલા તારા ભરોસે ઓપીડી મૂકીને ગયો અને તું સૂઈ જાય છે બહાર જો લાઇન લાગી છે જલ્દી કામ કર ચાલ મારું પણ પતી ગયું એટલે હું પણ વહેલો આવી ગયો..”
“હાસ તે સપનું હતું…”
“દિવસે પણ બૈરાં ના સપના જોવે ભાઈ વહેલો પરણી જા ચાલ ઉઠ મહો ધોઈ કામે લાગી જા”
આર્યન એ હાશ અનુભવી ઉઠ્યો અને વોશ બેસિન આગળ મોં ધોયું ત્યાં જ તેની નજર તેની ગરદન પર ગઈ જ્યાં કોઈના પંજાના નિશાન હતાં….

Leave a Reply