કોફી થી ચા સુધીની સફર (ભાગ-2)

( આગળના ભાગમાં આપણે જોયું કે, ચાહત કેવો રીતે ભણતી પણ જાય છે અને એના પરિવારની મદદ પણ કરતી જાય છે. અને જોત – જોતામાં તે ઓગણીસ વર્ષની થઈ જાય છે, અને એ કોલેજમાં પણ આવી જાય છે. અને એક દિવસ એને અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે તો કોણ હશે તે….????)

એ સમયમાં વોટ્સએપ ન હતું. આથી, ટેક્સ્ટ મેસેજ મેસેજ આવ્યો. ચાહતને ટેક્સ્ટ મેસેજ ફ્રી ન હતા. આથી, ચાહતે અજાણ્યા નંબર પર સીધો ફોન જ કર્યો. ફોન આવ્યો છે એવું જોઈને છોકરાને લાગ્યું કે એ મારો અવાજ ઓળખી જશે. આથી, એણે ચાહતના ફોનમાં ટેક્સ્ટ મેસેજ ફ્રી કરાવ્યા. છોકરાને ડર હતો કે ચાહત મારી સાથે વાત નહિ કરે તો…???? આથી છોકરા એ પોતાની બધી માહિતી અને નામ ખોટા આપ્યા. પણ ચાહતે કોણ છો..???ને મને ઓળખો છો..???એવો મેસેજ કર્યો તો છોકરા એ કહાતની બધી માહિતી ચાહતને આપી, એના ક્લાસનો સમય,એની કોલેજના ટાઈમ ટેબલ અને ઘરની બધી જ માહિતી સાંભળીને ચાહતે વિચાર્યું કે નક્કી આ કોઈક જાણીતું છે, આથી, ચાહતે બે દિવસ એની સાથે ખૂબ વાતો કરી. બે દિવસ બાદ છોકરા એ જ સામેથી પોતાની સાચી ઓળખ આપી અને સરનામું પણ કહી દીધું.

પરંતુ ચાહતને સાચું જ લાગતું ન હતું. આથી, એને ભરોસો અપાવવા માટે એને બહાર બોલાવી મોઢું બતાવવા અને ત્યારબાદ રાતના સવા બે વાગે ફોનમાં અવાજ પણ સંભળાવ્યો. આથી, ચાહતને વિશ્વાસ આવ્યો કે આ તો ફેમિલી ફ્રેન્ડ આરીફ જ છે. ત્યારે ચાહતને પાક્કો વિશ્વાસ આવી ગયો કે, આ આરીફ જ છે. ચાહત મનમાં ને મનમાં ખૂબ ખુશ થાય છે અને વિચારે છે કે, આરીફને તો હું ઓળખું છું. એ તો બહુ સારો અને પ્રમાણિક છોકરો છે. અને એના ફેમિલીની ખૂબ સંભાળ પણ રાખે છે. આ બંને વાત તો મને આરીફની ખૂબ જ ગમતી.

ત્યારબાદ તો ચાહતે અને આરીફે મેસેજમાં રોજ – બરોજ ખૂબ વાતો કરી અને વધુને વધુ એકબીજાને ઓળખવા લાગ્યા. અનિકબિજની પસંદ નાપસંદ નો ખ્યલરખવા લાગ્યા. આમ, વાતો કરતા કરતા જ ઓગણીસ – વીસ દિવસ વીતી ગયા. એક દિવસ આરિફને એની ફેમિલી સાથે મોલમાં જવાનું થયું. તો આરીફે ચાહત માટે મોલ માથી એક ચોકલેટ લીધી. અને ચાહતના ભાઈ સાથે ચોકલેટ મોકલી. એ દિવસે ચાહત ખૂબ ખુશ થઈ.

પણ કહેવાય છે ને કે, ” ખુશીને નજર લગતા જરા પણ વાર ન લાગે. આરીફના દીદી એ ચાહતની મમ્મી વચ્ચે ખૂબ સારી મિત્રતા હતી. બંને એકબીજા સાથે બધી વાતો શેર કરતા. તો આરીફના દીદી એ ચાહત અને આરીફ બંનેની વાત ચાહતની મમ્મીને કરી દીધી.

( ચાહતની મમ્મીને વાત ખબર પડી પછી શું થયું હશે…?? શું એ ચાહત પર ગુસ્સો કરશે…???? કે કંઇ નહિ કહે..???? કે આ સંબંધ સ્વીકારી લેશે…???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો અને સફરની મજા માણતા રહો. )

( ક્રમશઃ)

Leave a Reply