રાગ અનુરાગ (ભાગ-9)

“હાઈ !” અનુરાગ એ અંજલિ તરફ પોતાનો હાથ લંબાવ્યો હતો.

અંજલિ બે ઘડી એને જોઈ રહી. પરંતુ અનુરાગ સ્મિત સાથે હાથ લંબાવી ઉભો જ રહ્યો. ઘડીભર સ્વસ્થ થઇ અંજલિ એ સામે હાથ લંબાવ્યો અને ઔપચારિક સ્મિત સાથે કહ્યું, “અંજલિ મહેતા.”
“અનુરાગ પંડ્યા.” કહી અનુરાગ ખુરશી ખેંચી અંજલિ ની બાજુ માં બેઠો.
“હાશ ! તમે સ્મિત તો કર્યું ! બાકી આગળ મને જોઈ તમારી પ્રતિક્રિયા થી મને લાગ્યું કે મારો ચહેરો એટલો ભયાનક છે કે તમે મને જોઈને ડરી ગયા.” અનુરાગ એ અંજલિ ને હસાવવા પ્રયત્ન કર્યો. પરંતુ અંજલિ એ કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.
“અચ્છા, હું તો એ કહેવા આવ્યો હતો કે તમને કઈ ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી !” કહી અનુરાગ ઉભો થવા જતો હતો.
અંજલિ ને તુરંત એની ભૂલ નો અહેસાસ થયો.
“ ના.. ના એક્ચુલી, આઈ એમ સોરી ! બે દિવસ થી મારી થોડી તબિયત સારી નહોતી એટલે મારુ ધ્યાન જ નહોતું. બાકી તમારી વાતો થી મને જરા પણ ખોટું લાગ્યું નથી.”
“ઓકે , તો ઠીક.” કહી રાગ ખુરશી પર બેસી ગયો.

અંજલિ એ અનુરાગ ના ચહેરા પર સૌ પ્રથમ વાર નજર નાખી. એનો ચહેરો કોઈ ને જોતા જ પહેલી નજરે મંત્રમુગ્ધ કરી નાખે એવો તેજસ્વી હતો. ઘઉંવર્ણી , ૬ ફૂટ ઊંચાઈ અને એથલેટીક – કસાયેલું શરીર . ચહેરા પર સ્મિત એક ગજબ આકર્ષણ આપતું હતું.
“બાઈ ધ વે, લોકો આ ચહેરા ની એક ઝલક જોવા માટે ઇંતેજાર કરે છે.” અનુરાગ મસ્તી માં બોલ્યો.
“એવું એમ ? બાકી ચહેરો એટલો સારો પણ નથી. ઠીક ઠાક જ છે.” એમ કહી અંજલિ એ મોં બગાડ્યું અને જોર થી હસી પડી. અનુરાગ અંજલિ ના હાસ્ય પર મોહી પડ્યો. તદ્દન નિર્દોષ નાના બાળક ની માફક એ હસી રહી હતી.
“ રાત્રે મળ્યા હોત તો હું જરૂર ભૂત જ સમજતે.” અંજલિ એ ઉમેર્યું
“એતો જોઈશું મિસ અંજલિ.” કહી અનુરાગ ત્યાં થી ચાલી નીકળ્યો.
અંજલિ ને આખી ઘટના પર હસવું આવી ગયું

અંજલિ ઘરે પહોંચી. આજે અંજલિ ચિંતાતુર નહોતી લગતી. આજે ભાવનાબેન એ અંજલિ ના ચહેરા પર નાની સરખી ખુશી જોઈ. એમણે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી. રોજ સાંજે જમવાનું અને કામ પતાવી અંજલિ સીધી રૂમ માં ચાલી જતી. પરંતુ આજે અંજલિ ટીવી સામે બેઠી હતી. આ નાનો સરખો બદલાવ જોઈ ભાવનાબેન અને વિજયભાઈ ને આનંદ થયો. બીજા દિવસે અંજલિ ની સાઈકોલોજીસ્ટ સાથે અપોઇમેન્ટ હતી. ઓફિસ નું કામ પતાવી, એ બરાબર સાંજે ચાર વાગ્યે ડો રાગીણી ને ત્યાં પહોંચી.
“આવો મી. અંજલિ મહેતા!” ડો રાગીણી એ કહ્યું.

આ વાર્તા પણ તમને ગમશે..


અંજલિ રૂમ માં પ્રવેશી. એણે જોયું તો નોર્મલ ડૉક્ટર ના રૂમ કરતા આ સાવ અલગ હતો. ના કોઈ હોસ્પિટલ બેડ કે લીલા પડદા. રૂમ પીળા અને સફેદ કલર થી તેજસ્વી લાગતો હતો. બાલકની માં મોટા કાચ લગાવેલા હતા જેમાં થી શહેર ની ચહલ પહલ દેખાતી હતી. ડો રાગીણી સામે એક ખુરશી પર હાથ માં લેટર પેડ લઇ બેઠા હતા. એમની સામે બેસવા માટે અલગ આગ પ્રકાર ની ખુરશીઓ અને સોફા મુક્યા હતા. રૂમ માં થોડા છોડ ના કૂંડાં પણ મૂક્યા હતા. અંજલિ સૌ પ્રથમ વાર સાઈકોલોજીસ્ટ ને ત્યાં ગઈ હતી એટલે આવું વાતાવરણ જોઈ એને થોડી નવાઈ લાગી.

“બેસો અંજલિ.” ડો રાગીણી એ સ્મિત સાથે કહ્યું. “હું ડો. રાગીણી”
અંજલિ એ ઔપચારિક સ્મિત કર્યું અને સોફા પર બેઠી.
“બી કમ્ફર્ટેબલ.” ડો. રાગીણી એ કહ્યું
“તમને નવાઈ લાગતી હશે આ સેટઅપ જોઈને પરંતુ સાઇકોલોજી ક્લિનિક એ બાકી ના ક્લિનિક કરતા અલગ હોય છે.
તો આપણે શરુ કરીએ?”
અંજલિ એ ફક્ત માથું હલાવ્યું.
“તો અંજલિ અહીં આવવાનું તમારું કારણ શું ? આઈ મીન કઈ વસ્તુ છે જે તમને પરેશાની આપે છે?” ડો. રાગીણી એ માહિતી માટે પ્રશ્નો પૂછવાના શરુ કર્યાં.
“એવી કોઈ પરેશાની નથી.” અંજલિ થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરતા બોલી
“અચ્છા.” ડો. રાગીણી જાણતા હતા કે શરૂઆત માં વ્યક્તિ સાચું કહેવામાં સંકોચ અનુભવતા હોય છે.
“ઊંઘ બરાબર આવે છે ? “
“હા.”
“રાત્રે સપના ડરાવતા હોય એવું ?”
“ના.” અંજલિ માત્ર ટૂંકમાં જવાબ આપતી હતી.
“પરણ્યા છો?”
“હા.”
“ઘર ના સાથે કોઈ તકલીફ?”
“ના.”
“અચ્છા તો પછી પતિ સાથે ?”
“ના.” અંજલિ એ જવાબ આપ્યો.
“તમે હાઉસવાઈફ છો?”
“ના. બે મહિના પહેલા મેં નોકરી શરુ કરી.”
“ત્યાં તમને ગમે છે ? “
“હા.”
“તમારા પતિ શું કરે છે ?”
“એ બિઝનેસમેન હતા.” અંજલિ ને તુરંત પોતાની ભૂલ સમજાઈ. “આઈ મીન તેઓ બિઝનેસમેન છે.”
અચ્છા ડો રાગીણી ને ખ્યાલ આવ્યો કે અંજલિ અહીં કશું છુપાવે છે. અને સૌ પ્રથમ વાર કોઈને પણ બધી વાતો શેર કરવી અનકમ્ફર્ટેબલ લાગે એ સ્વાભાવિક હતું. વળી ડો. રાગીણી આ ફિલ્ડ માં એક્સપર્ટ હતા.
“ક્યાં છે તેઓ નો બિઝનેસ?”
“અહીં વડોદરા માં જ.”
“અચ્છા ! એ સાથે મુકવા આવ્યા અહીં ?”
“ના એ બહાર ગામ ગયા છે.”
“કેટલો સમય થયો?”
અંજલિ અચાનક અવાક થઇ ગઈ. “
આશરે છ આઠ મહિના થયા હશે.” બોલતા બોલતા એ તૂટી ગઈ. એની આંખ માં આંસુ ધસી આવ્યા. ઘણા સમય થી રોકેલી બધી ભાવના ઓ ધસી આવી.
“ઇટ્સ ઓકે અંજલિ !
આ માટે જ આપણી એપોઇમનેટ છે. રોકો નહિ પોતાને, જે મન માં છે એ બધું બહાર આવવા દો.”
ડો રાગીણી એ કહ્યું.

(ક્રમશ:)

Leave a Reply