પ્રેમ કોને કહેવાય છે?

એમને મને પૂછ્યું કે પ્રેમ કોને કહેવાય છે ?

મેં કહ્યું, તું જ કેને પાગલ કે કોને કહેવાય છે😄

નયનથી નયન મળે તો શરમાય જવાય છે,

આવું તો શું છે પ્રેમમાં કે ભાન ભૂલી જવાય છે

ક્ષણભર જોવા અધીરા બની જવાય છે,

અને મળે જો એક ઝલક તો સ્તબ્ધ થઇ જવાય છે

અજાણ હોવા છતાં લાગણી બંધાય જાય છે,

જેમાં વાચા કરતાં તો મૌન ઘણું કહી જાય છે

જેમની હાજરીથી અધૂરું જીવન પૂર્ણ થઇ જાય છે,

એને જ તો પાગલ પ્રેમ કહેવાય છે

હવે સમજાયું પાગલ કે પ્રેમ કોને કહેવાય છે🙂,

હજુ ખબર નહિ મુજ ‘અડિયલ’ને કે પ્રેમ કોને કહેવાય છે

-‘અડિયલ’ છાયા

શીખી ☺️ લેજો !!!

મળે જો કોઈ જીવનમાં તો બે ઘડી ગુફ્તગુ કરી લેજો,
જેવા મળે લોકો થોડા એવાં બની લેજો


નાનાની સાથે નાની નિખાલસતા શીખી લેજો,
મોટા ની પાસેથી મળે જો માન તો દેતા શીખી લેજો


યુવાઓ પાસેથી થોડું યુવાનીનો તરવરાટ શીખી લેજો,
સ્વાર્થની આ દુનિયામાં થોડું એ પણ શીખી લેજો


હોય ગમે તેવો અવસર તો પણ હસતા શીખી લેજો,
રડતા લોકોનું સ્મિત બની હસાવતાં શીખી લેજો


જે કંઈ પણ મળે દુનિયામાં એ થોડું શીખી લેજો,
મુજ ‘અડિયલ’ થોડું વાંચતા શીખી લેજો

-‘અડિયલ’ છાયા

Leave a Reply