” પ્રોફેશનલ વ્યક્તિ માં થોડા મદદરૂપ થતાં નિયમો “
૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે .
૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ અથવા વ્યાજ પર લીધેલા પૈસા પાકતી મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવા .
આ વસ્તુ તમારું વ્યક્તિત્વ અને તમારો વ્યવહાર દર્શાવે છે .
૩. જયારે કોઈ વ્યક્તિ તમને લંચ /ડિનર પર બોલાવે ત્યારે મોંઘી ડીશ નો ઓર્ડર આપવો નહી શક્ય હોય તો એ વ્યક્તિ ને જ કહેવું કે ” આજે મારે તમારી પસંદગી નું ખાવું છે આપ જ ઓર્ડર આપો “
૪. કોઈ દિવસ ઓકવર્ડ પ્રશ્નો જેમકે ” ઓહ ,,તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ‘ અથવા ” તમે હજુ સુધી ઘરનું ઘર કેમ નથી લીધું ?” અથવા ” ” ભગવાને તમને તકલીફ આપી છે માટે એ તમારો પ્રોબ્લેમ છે “
૫. હમેંશા તમારી પાછળ ચલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી આ રીતે જાહેર સ્થળો એ કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહી બની જાઉં “
૬. જો તમે ટેક્સી માં કોઈ મિત્ર સાથે જતા હોવ તો એ આવખતે ભાડું આપે છે તો તમે બીજી વખતે તમે જ આપજો
૭. અલગ અલગ રાજકીયસવાલો ને માન આપજો
૮. કોઈ વ્યક્તિ બોલતું હોય ત્યારે એને વચ્ચે થી અટકાવવા નહી
૯. જો તમે કોઈ ની મજાક કરતા હોવ અને એને મજા ના આવતી હોય તો એની મજાક કરવાની બંધ કરી દેશો
૧૦ . જયારે કોઈ વ્યક્તિ મદદરૂપ થયા હોય એનો હમેશા આભાર માનવો
૧૧. જાહેર માં હમેંશા વખાણ કરો અને ખાનગી માં જ ક્રીટીસાઈઝ કરો
૧૨ . કોઈ દિવસ કોઈ ના વજન પર કોમેન્ટ ના કરો જસ્ટ એટલું જ કહેવું ” તમે મસ્ત લાગો છો “. જો તેઓ ને વજન ઘટાડવું હશે કે વધારવું હશે અને તમારી પાસે નોલેજ હશે તો એ પૂછશે અને તો જ વજન વિશે વાત કરવી
૧૩. જયારે કોઈ વ્યક્તિ એના મોબાઈલ માં ફોટો બતાવતા હોય છે ત્યારે કોઈ દિવસ એ ફોટો જોઈ ને લેફ્ટ કે રાઈટ સ્વાઇપ ના કરો તમને ખબર નથી હોતી કે આના પછી કેવો ફોટો હશે . માટે એ ટાળવું.
૧૪. જો તમારા સહ કર્મચારી તમને કહે કે તેઓ ને ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ છે તો કદાપિ પૂછવું નહી કે શેના માટે છે ? માત્ર એટલું જ કહો કે ઓકે આશા રાખું છુ કે સારું થઇ જશે . જો તેઓ પોતાની બિમારી વિશે જણાવવા માંગતા હોય તો જ જાણશો કેમકે ઘણી વખત તેમની બીમારી ખાનગી હોઈ શકે છે
૧૫. સફાઈ કામદારો સાથે ને પણ એમડી જેટલી જ રીસ્પેક્ટ આપો . તમે કોઈ સાથે ખરાબ રીતે વર્તો છો એના થી કોઈ સારી ઇમ્પ્રેશન નહિ પડે પરંતુ લોકો તમે કેટલી નમ્રતા થી વાત કરો છો એની સારી ઇમ્પ્રેશન ની નોંધ લેશે
૧૬. જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતો હોય તે વખતે તમારું એની સામે જોવાને બદલે ફોન માં જોવું એ ખરાબ આદત છે
૧૭. જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહિ
૧૮. જ્યાંરે કોઈ વ્યક્તિ ને ઘણા સમયે મળતા હોઈએ ત્યારે એમની ઉમર . પગાર વિશે પૂછવું નહિ
૧૯. તમારા બિઝનેસ ને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ખરાબ ચીતરવા ની કોશિશ ના કરે ત્યાં સુધી એ વ્યક્તિ ને બિઝનેસ ને લઇ ને દુશ્મન ના બનાવો
૨૦. જયારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે ગોગલ્સ પહેર્યા હોય તો એ કાઢી ને વાત કરવી . આ વસ્તુ તમે એને આદર આપો છો એવું દર્શાવે છે અને આપ જાણો જ છો કે આંખ ના કોન્ટેક્ટ થી તમારી વાતચીત ની અસર સારી રહે છે
હું સમજુ છુ કે આ ટીપ્સ આપ સૌ ને ખુબ કામ લાગશે
-ડો.સુરેશ સાવજ