આત્મસન્માન

આઈ લવ ઇટ વ્હેન યુ કોલ મી સેન્યોરીતા……મોબાઈલની રીંગ વાગે છે. સ્ક્રીન પર પોતાની ફ્રેન્ડ હિનાનું નામ ડિસ્પ્લે થઈ રહ્યું હતું. ને અમી પોતે જોઈ રહેલું મૂવિ પોઝ કરીને કોલ રીસિવ કરે છે…

“હેલ્લો…” અમી
સામે છેડેથી હિના અને એના પતિ રિકેનનો હસવાનો અવાજ આવી રહ્યો હોય છે…..
” હેલ્લો શું થયું? ” અમી ને કંઈ સમજ ના પડતા પૂછે છે.
“હાહાહા… બકા અમે તારી ઉપર હસતા હતા….” સામે છેડેથી હસતા હસતા હિના અમીને કહે છે કે, ” બકા 1 ફૂટ એટલે 12 ઇંચ થાય ને તે જે તારા ડ્રોઅર નું માપ મોકલ્યું છે એમાં પહોળાઈ 8.5 ઇંચ જ! આટલું નાનું ના હોય ને બકા! ને તે પાછું અમને સેન્ડ પણ કરી દીધું!”

અમી ને મનમાં તો જ્વાળામુખી ફાટી નીકળે છે પણ વધુ કંઇ ના બોલતા , ” 1મિનિટ હું મેઝર ટેપ રાખી ને ફોટો મોકલું!”

અમીના આવા ટૂંકા જવાબથી હિનાને પોતાની ગેરવર્તણૂક પર થોડી શરમ આવે છે પણ એ કંઇ બોલે એ પહેલા અમી કોલ ડિસકનેકટ કરી ને ફટાફટ મેઝર ટેપને ડ્રોઅર પર રાખીને ફોટો વોટ્સએપ પર મોકલી આપે છે અને ખાસ બોલ્ડ ફોન્ટસ માં એક પ્રશ્ન પણ ટપકાવી દે છે કે, ” આને ઇંચ જ કહેવાય ને! ”

(આપડા પ્લેટફોર્મ પર 100 વ્યુ પર 1 રૂ આપવામાં આવે છે એમનુ પ્રુફ)

અમીને રાહત થઇ કે પોતાની કોઈ ભૂલ નથી પણ ” ડાઉન ટુ અર્થ ” ના એટીટયુડ ને લીધે કોઈની હાસી નું પાત્ર બની ગઈ.

મેસેજીસ પર બ્લ્યુ ટીક દેખાયું કે તરત જ હિનાનો “સોરી બકા તને ખોટું તો નથી લાગ્યું ને?” પૂછતો વળતો પ્રશ્ન આવ્યો.

મેસેજ માં જવાબ આપવાને બદલે અમી કોલ કરી લેવાનું પસંદ કરે છે કે વાતને ચોળી ને ચીકણી કરવા જેવી નથી ને કહે છે કે, ” અરે એમાં ખોટું શું લગાડવાનું! મને પણ સાઇઝ નો ડાઉટ‌ હતો પણ હવે કલિયર થઈ ગયું ….!” ને થોડી આડા અવળી વાતો કરી ફોન મુકાય છે!

——————————————————————–
મિત્રો આ નાની એવી સત્ય ઘટના છે! પણ બહુ વિચારવા જેવી વાત છે કે અમુક માણસને કેટલો ભ્રમ હોય છે કે પોતે સાચા જ છે ને સામે વાળી વ્યક્તિમાં બુધ્ધિનો છાંટો નથી! ત્યાં સુધી પણ વાત વ્યાજબી છે. પણ તમે એ માણસને સામે કઈ રીતે કહી શકો કે, ” અમે તારા પર હસીએ છીએ! ”

આતો ઠીક છે અમી એ પ્રૂફ આપીને સામેવાળાની બોલતી બંધ કરી. પણ દર વખતે આવું શક્ય ન બને અથવા પ્રૂફ આપવાનો મોકો જ ના મળે!

શું સંબંધ સાચવવાની જવાબદારી એક બાજુ પર જ કેમ નમેલી હોય છે!

હા કદાચ સજા મળતી હશે દર વખતે..
” હશે મારી ભૂલ! ”
” અચ્છા એવું? સારું તમને ફાવે એમ! ”
“હવેથી ધ્યાન રાખીશ ! ”

આવા વાક્યો બોલીને ઝઘડો શમાવનાર ને!

———————————————————————–
હું તો કહું છું કે એક વ્યક્તિ તરીકે ભલે તમે નમ્ર રહો! ના નથી. પણ એટલા એ નહિ કે લોકો તમારી સામે જ તમારો મજાક ઉડાવે! પાછળથી ભલે ઉડાવે એતો નવરા માણસનું કામ છે! નહિતર બિચારા બેકાર લોકો પોતાનો સમય વ્યતીત કેવી રીતે કરશે? થોડાક કૂતરાઓને પણ મોકો આપવાનો ભલે ભસે! પણ એટલું આત્મસન્માન જરૂર કેળવવું કે લોકો સામે બોલતા પહેલા એક વાર વિચાર તો જરૂર કરે!

Leave a Reply