કાવ્યસંગ્રહ 1

હવે શું કહું કે, ગમી ગયા તમે!
આંખથી સીધા હૈયામાં, ઉતરી ગયા તમે!
ઉન્માદો આપી, ઊંઘ ચોરી ગયા તમે!
સપનાઓ આપી, સમય લૂંટી ગયા તમે!
કે લાગણીઓ આપી, મંઝિલ બની ગયા તમે!

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

ફરી આવી સવાર નવા સમણાઓ લઈને!
આવી છે એ માત સપનાની રાતો ને દઈને!
ધારું છું નહિ વેડફો આજે તો સમય!
પરિક્ષા લેશો હવે તો આવશે પ્રલય!

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

હા મળી જલક
મન મલક મલક
આંખો પલક પલક
દિલ ધડક ધડક
શબ્દો સરક સરક
હોઠ મરક મરક
પ્રીત છલક છલક

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

હા વધી છે ભરતી આ હૈયાના દરિયે.
પૂનમ છે રોજ અહીં, ઓટ ના દીસે.
હા વધ્યા છે અરમાન ને થોડી હિંમત પણ.
બસ બે ડગલાં આગળ ને ચાર પાછળ.
શું છે એ તત્વ, ખેંચતું મુજને!
યાચું હું એક દિન મળવા તુજને!

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

રહી ગયો ઊભો રાહે તમારી.
ખસી ગયો સીધો નીગાહે તમારી.
રહી ગઈ આજે પણ મનની મનમાં મારી.
શું થશે આગળ જાણે કિસ્મત મારી.

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

હું ક્યાં કહું છું કે મારા બનો.
હક તો આપો કે તમારા ગણો.
માંગ્યો ક્યાં અમે હાથ તમારો.
ઘડી બે ઘડી ઘણો સાથ તમારો.
આમ તો ના તીર નજરોના ચલાવો.
ઘાયલ તો હતો હું પહેલેથી જ તમારો.

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

હસવું નહોતું જો બોલવું જ નહોતું!
જોવું નહોતું જો આવવું જ નહોતું!

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

મજા કહેવી કે સજા તે કહી દો જરા.
રાહ જોવી કેટલી તે કહી દો જરા.
આવ્યા તમે તો ફૂલો ખીલ્યા.
ને હસ્યા જરા ને નીર ખળખળ વહ્યા.
ડૂબું હું કે તરી પેલે પાર જઉં?
કહો તો કિનારે તમારી વાટ જોઉં!
મીઠી તો છે પણ વસમી એ છે!
આગમનની આશ થોડી કપરી એ છે!

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

વીત્યાં દિવસો ને હવે વીત્યાં છે વર્ષો.
દેહ તો વધ્યો મન તારા માર્ગે જ ચોંટ્યો!
આશા ફળી મરતાને તરણા સમાન!

Leave a Reply