કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-12)

પણપિસ્તોલ અહીંયા ક્યાંથી આવી..?  આ પ્રશ્ન ગર્ગના મનને મૂંઝવવા લાગ્યો.

ગર્ગે આજુબાજુ જોયું તો બીજી કોઈ વસ્તુ એને દેખાઈ નહી.
એ પિસ્તોલ લઈને જ્યાં ક્લિન્ટન , મેરી અને જ્હોન સૂતા હતા ત્યાં આવ્યો.

ગર્ગ એમના પડાવ પાસે પહોંચ્યો ત્યારે બધા ઉઠી ગયા હતા. મેરી અને ક્લિન્ટન એકબીજાને આલિંગનમાં જકડીને બેઠા હતા જયારે જ્હોન તાપણું કરીને કોઈક અજીબ પ્રકારનું ફળ અગ્નિમાં શેકી રહ્યો હતો.

ગર્ગસવાર સવારમાં ક્યાં ચાલ્યો ગયો હતો..?  ગર્ગ પાસે આવ્યો ત્યારે જ્હોને એના હાથમાં રહેલું ફળ બાજુમાં મૂકતા પૂછ્યું.

બસ હું તો આ તરફ જ..’ ગર્ગ ધીમેથી હસીને બોલ્યો.

ત્યાં તો જ્હોનની નજર ગર્ગના હાથમાં રહેલી કાટ ખાયેલી પિસ્તોલ ઉપર પડી. જ્હોન થોડીક વાર કંઈ પણ બોલ્યા વગર  વિસ્મયથી ગર્ગના હાથમાં રહેલી પિસ્તોલ તરફ તાકી રહ્યો.

ગર્ગ આ તારા હાથમાં પિસ્તોલ ક્યાંથી આવી ??  અને એ પણકાટ ખાયેલી..’ જ્હોને અચરજભરી નજરે ગર્ગ સામે જોઈને પ્રશ્ન કર્યો.

“હા.. જ્હોન હું સવારમાં ઉઠીને આ બાજુએથોડીકલટાર મરવા નીકળ્યો ત્યારે મને આ પિસ્તોલ અડધી જમીનમાં દટાયેલી હાલતમાં મળી..’ ગર્ગે સામેની દિશામાં હાથ કરીને કહ્યું.

ક્લિન્ટન અને મેરી થોડેક દૂર બેઠા બેઠા આ બંનેની રકઝક સાંભળી રહ્યા હતા.  જ્હોન અને ગર્ગના ગંભીર ચહેરા જોઈને ક્લિન્ટન મેરી પાસેથી ઉઠીને એમની પાસે આવ્યો.

“શું થયું જ્હોન..?  ક્લિન્ટને ગર્ગ અને જ્હોન પાસે આવીને જ્હોન તરફ જોઈ જિજ્ઞાસાવશ પૂછ્યું.

“અરે.. આ ગર્ગને સામેની જે ચોપાટ જગ્યા દેખાય છે ત્યાંથી આ પિસ્તોલ મળી છે..’ જ્હોન સામેની દિશામાં હાથ કરીને ગર્ગના હાથમાં રહેલી પિસ્તોલ ક્લિન્ટનને બતાવતા બોલ્યો.

ક્લિન્ટને ગર્ગના હાથમાંથી પિસ્તોલ પોતાના હાથમાં લીધી. અને ચારેય બાજુથી પિસ્તોલને ફેરવી ફેરવીને જોવા લાગ્યો.

જ્હોનપિસ્તોલ ઉપર કાટ જામેલો છે.. મારા માનવા મુજબએકાદ મહિના પહેલા જ આ પિસ્તોલ અહીંયા કોઈકના હાથમાંથી પડી  ગઈ હશે કે કોઈઅન્ય કારણથી અહીંયા આવી ગઈ હશે..’  ક્લિન્ટન જ્હોન અને ગર્ગ સામે જોઈ ગંભીર થતાં બોલ્યો.

પણક્લિન્ટનપિસ્તોલ અહીંયા આવી કેવીરીતે..?  શું અહીંયાથી પણ મહિના પહેલા કોઈક લોકો પસાર થયા હશે.? ગર્ગે થોડુંક વિચારીને એકસાથે બે પ્રશ્ન કર્યા.

“હા ગર્ગકદાચ અહીંયાથી કોઈ લોકો પસાર થયા હોય અને એમના હાથમાંથી પિસ્તોલ પડી જાય એવું પણ બને..’ ક્લિન્ટન ગર્ગના પ્રશ્નો સાંભળીને બોલ્યો.

થોડીક વાર બધા એકબીજા સામે તાકી રહ્યા એમની વાતો સાંભળીને મેરી જ્યાં બેઠી હતી ત્યાંથી ઉભી થઈને એમના પાસે આવી.

ક્લિન્ટન હું કંઈક કહું આ બાબતે..?  મેરી ક્લિન્ટન પાસે આવીને ક્લિન્ટન સામે પ્રશ્નાર્થ નજરે જોતાં બોલી.

“હા.. કેમ નહીં.. બોલ ને વ્હાલી તું શું કહેવા માંગે છે..’ ક્લિન્ટન મેરી સામે જિજ્ઞાસાભરી નજરે જોતાં બોલ્યો. મેરી વળી શું કહેવા માંગતી હશે..?  એવો પ્રશ્ન ગર્ગ અને જ્હોનના મનમાં ઉદભવ્યો. એ બન્ને પણ મેરી સામે જોઈને ઉભા રહ્યા.

ક્લિન્ટનકદાચપિસ્તોલ તમે જેમની શોધમાં નીકળ્યા છો એ કેપ્ટ્ન હેરી કે એમના કોઈઅન્ય સાથીદારોની પણહોઈ શકે.. કદાચકેપ્ટ્ન હેરી અને એમના સાથીદારો અહીંયા થઈને પસાર થયા હોય અને એમના કોઈક સાથીદારની પિસ્તોલ અહીંયા પડી ગઈહોય એવું પણ બની શકે..’ મેરી બધાના ચહેરા સામે જોઈને બોલી.

મેરીના આ વિચારોએ ક્લિન્ટન , જ્હોન અને ગર્ગને વિચારતા કરી દીધા.

“હા.. કદાચ મેરી તારી વાત સાચી પણહોઈ શકે..’ થોડુંક વિચારીને ક્લિન્ટન મેરી સામે જોતાં બોલ્યો.

ક્લિન્ટનકદાચકેપ્ટ્ન હેરી અને એમના સાથીદારો અહીંયાથી પસાર થયા હોય તથા એમણે પણ આપણી જેમ જ અહીંયા રાત વિતાવી હોય અને ચાલતી વખતે તેઓકદાચએકપિસ્તોલ અહીંયા ભૂલી ગયા હોય એવું પણ બને..’ જ્હોન ક્લિન્ટન સામે જોઈને મોંઢા ઉપર ગંભીરતા લાવતો બોલ્યો.

જ્હોનની વાતે ફરીથી બધાને વિચારમાં મૂકી દીધા. ક્લિન્ટન મનમાં વિચારવા લાગ્યો કે જો કેપ્ટ્ન હેરી અને એમના સાથીદારો આ રસ્તે થઈને પસાર થયા હોય તો કદાચ આ રસ્તે આગળ જતાં એમના સગડ જરૂર મળશે.

જ્હોન.. આ પિસ્તોલ મળી ત્યાં ચાલો ફરી એકવારજોઈલઈએકદાચ બીજી કોઈ વસ્તુ પણ આપણા હાથ લાગે..’ ગર્ગ જ્હોન સામે જોતાં બોલ્યો.

“હા.. ગર્ગ તારી વાત સાચી છે ચાલો આજુબાજુ બધે ફરી વળીએકદાચ બીજી કોઈ વસ્તુ હાથ ચડી જાય અને કેપ્ટ્ન હેરીની શોધનો માર્ગ મોકળો થઈજાય..’ જ્હોને ગર્ગની વાતમાં સંમત થતાં કહ્યું.

જલ્દી બધા ગર્ગને જ્યાંથી પિસ્તોલ મળી આવી હતી એ જગ્યાએ આવ્યા. અને આજુબાજુની જગ્યા ફંફોળવા લાગ્યા.  પણ કોઈ જ વસ્તુ હાથ લાગી નહી. ત્યાં મેરીની નજર થોડેક દૂર ઉભેલા નાનકડા ઘાસમાં રહેલી કાપડાની પટ્ટી ઉપર પડી. મેરી એ ઘાસ તરફ ચાલી.

ઘાસ પાસે પહોંચીને મેરીએ હળવેકથી એ કાપડની પટ્ટીને ખેંચી. કાપડની પટ્ટી ખેંચાઈને ઘાસમાંથી બહાર આવી.  મેરીએ જોયું તો કાપડની પટ્ટીના છેડે કોઈક પ્લાસ્ટિકની વસ્તુ લટકતી હતી.

ક્લિન્ટન.. અહીં આવને..’ ક્લિન્ટન થોડેક દૂર આજુબાજુની જગ્યાએ કોઈક શોધી રહ્યો હતો એ તરફ જોઈને બુમ પાડી. મેરીનો અવાજ સાંભળીને ક્લિન્ટને પાછળ  જોયું.

“શું થયું થયું મેરી..’ ક્લિન્ટન મેરી તરફ જોતાં બોલ્યો.

“આ જો મને અહીંયાથી કંઈક મળ્યું છે..’ મેરી પોતાના હાથમાં રહેલી દોરી સાથે બાંધેલું પ્લાસ્ટિકનું ચોરસ આકારનું વસ્તુ ક્લિન્ટન સામે ધરીને બોલી.

ક્લિન્ટન ઝડપથી મેરી પાસે આવ્યો. ગર્ગ અને જ્હોને પણ પણ મેરીને ક્લિન્ટન સામે કોઈક વસ્તુ ઊંચી કરતા જોઈ એટલે એ બંને પણ ઝડપથી ક્લિન્ટન અને મેરી પાસે આવ્યા.

“આ વળી શું છે..’ ક્લિન્ટન મેરીના હાથમાંથી દોરી વાળું પ્લાસ્ટિકનું વસ્તુ લેતા બોલ્યો.

“અરે.. પહેલા તું પહેલા આના ઉપર જામેલી માટી તો દૂરકર એટલે ખબર પડે કે આ વસ્તુ છે શું..?  જ્હોને ક્લિન્ટન સામે જોઈને ઠપકાભરી નજરે કહ્યું.

જ્હોને કહ્યું કે તરત ક્લિન્ટન પ્લાસ્ટિકની એ વસ્તુ ઉપર જામેલી માટી સાફ કરવાં લાગ્યો.

“મને તો આ કોઈકનું ઓળખપત્ર લાગે છે..’ ક્લિન્ટન માટી સાફ કરીને બોલ્યો.

ઓળખપત્ર..?  ગર્ગ પ્રશ્નાર્થ નજરે બોલ્યો.

“મને આપ.. હું જોઉં શાનું ઓળખપત્ર છે આ..’ જ્હોન ક્લિન્ટનના હાથમાંથી એ વસ્તુ આંચકી લેતા બોલ્યો.

જ્હોને ફરીથી એને સરખું સાફ કર્યું અને પછી ઝીણી આંખો કરીને એ પ્લાસ્ટિકના ઓળખપત્ર ઉપર છપાયેલા ઝીણા અક્ષરો ઉકેલવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

પ્રોફેસરઅલ્બુકર્ક..’ જ્હોને એ ઓળખપત્ર ઉપર છપાયેલા ઉકેલી શકાય એ શબ્દો વાંચતા કહ્યું.

“શું પ્રોફેસર અલ્બુકર્કનું નામ છે આ ઓળખપત્રઉપર..? ક્લિન્ટન એકદમ બોલી ઉઠ્યો.

“હા.. પણ આગળના અક્ષરો ભૂંસાઈ ગયા છે એટલે વાંચી શકાતું નથી..’ જ્હોન નિરાશાથી ભરાયેલા અવાજે બોલ્યો.

આગળ નહીં વંચાય તો હવે ચાલશે.. હવે આપણને ખબર પડી ગઈ છે કેપ્રોફેસર અને આપણા સાથીદારો આ રસ્તેથી જ આગળ નીકળ્યા છે. અને પ્રોફેસરનું ઓળખપત્ર અહીંયા પડી ગયું છે..’ ક્લિન્ટન બધા સામે જોઈને હર્ષિત અવાજે બોલ્યો.

“હા.. તો હવે શું કરીએ..?  મેરીએ પ્રશ્નાર્થ નજરે ક્લિન્ટન સામે જોયું.

“હવે આપણે આ રસ્તે આગળ વધીશું.. આગળ જતાં જરૂર આપણને કેપ્ટ્ન અને એમના સાથીદારોની ભાળ મળશે..’ ક્લિન્ટન વારાફરથી ગર્ગ અને જ્હોન સામે જોઈને મેરી ઉપર નજર સ્થિર કરતા બોલ્યો.

“તો હવે ચાલો વિલંબ કરવો પોસાય એમ નથી આપણે પણ એમની પાછળ જલ્દી નીકળી પડીએ..’ જ્હોને બધા સામે જોઈને કહ્યું.


પછી જ્હોને પોતાનો થેલો ભરી લીધો ઝડપથી. રિવોલ્વર સારી રીતે ચકાસી લીધી. ગર્ગે રાઇફલ સંભાળી. ક્લિન્ટને મેરીને પોતાની બાજુમાં રાખી અને આ ચારેય જણાનો કાફલો આ નવા માર્ગે કેપ્ટ્ન હેરીની શોધમાં નીકળી પડ્યો.

(ક્રમશ)

Leave a Reply