કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-3)

3 3,235

[આગળના ભાગમાં આપણે જોયું કે જ્હોન , ગર્ગ અને ક્લિન્ટન આદિવાસીઓ સાથેની અથડામણ થયા પછી ભાગીને સાંજ સુધીમાં ગાઢ જંગલ પાર કરી લે છે અંધારું થઈ ગયું હોય છે. સામેની દિશામાં દેખાઈ રહેલી ટેકરીઓ અંધારામાં ભયકંર લાગી રહી હોય છે ત્યાં ગર્ગની નજર ઘાસના મેદાનના સામેના છેડે કંઈક દીવડા જેવું સળગી રહ્યું હોય એના ઉપર પડે છે ત્રણેયને ભૂખ અને તરસ લાગી હોય છે એટલે ત્રણેય નવી આશા સાથે એ દિશામાં જાય છે.]

   ઘાસના મેદાનના છેડે દીવડો સળગી રહ્યો હતો. ત્રણેયને તરસ લાગી હતી. અને ભૂખ પણ. અજાણ્યો પ્રદેશ હતો એટલે ત્રણેયના મનમાં ભય પણ પેદા થઈ ગયો હતો. છતાં કંઈક ખાવા પીવાનું મળી રહેશે એ આશા સાથે ગર્ગ , જ્હોન અને ક્લિન્ટન એ દિશામાં આગળ વધ્યા. જેમ જેમ તેઓ એની નજીક જઈ રહ્યા હતા એમ એમ એમના મનમાં ભયનો વધારો થઈ રહ્યો હતો.

જ્હોનકંઈક ઝૂંપડી જેવું લાગે છે..’ ગર્ગ જ્હોન સામે જોઈને ધીમા અવાજે બોલ્યો.

“હા અને આજુબાજુ પણ બીજી કોઈ ઝૂંપડી નથી.. ફક્તએકદેખાઈ રહી છે ..’ જ્હોન ક્લિન્ટન અને ગર્ગ સામે જોઈને બોલ્યો.

“હા.. ચાલો સાવચેતી પૂર્વકઆગળ વધો..  જોઈએ તો ખરા કે સાવનિર્જન પ્રદેશમાં ઝૂંપડી બનાવીને કોણ રહે છે..’ ક્લિન્ટન બોલ્યો અને એણે ખભે લટકાવેલી રાઇફલ હાથમાં લીધી.

     જ્હોને પણ એની રિવોલ્વર કાઢીને હાથમાં લીધી પછી ત્રણેયએ અવાજ ના થાય એ રીતે ઝૂંપડી તરફ ડગ માંડ્યા. દૂરથી ફક્ત ઝૂંપડીની અંદર એક દીવડો સળગી રહ્યો હોય એવું દેખાતું હતું. બહાર ગાઢ અંધારું હોવાથી ઝૂંપડીની બનાવટ બહારથી કેવી છે એ જોઈ શકાતું નહોતું.

       ગર્ગ સૌથી પાછળ હતો અને જ્હોન સૌથી આગળ ક્લિન્ટન એની પાસે રહેલી રાઇફલને આગળની દિશામાં લાંબી કરીને આગળ વધી રહ્યો હતો. ત્યાં સૌથી મોખરે ચાલી રહેલા જ્હોને બન્નેને ઉભા રહેવાનો ઇસારો કર્યો. પછી એણે બન્નેને કાન તરફ ઇસારો કરીને પૂછ્યું કે તમને કંઈ સંભળાય છે. ક્લિન્ટન અને ગર્ગે કાન સરવા કર્યા. એમને ઝૂંપડીમાં કોઈક કણસતું હોય એવો અવાજ આવ્યો.

Advertisement

“કોઈક કણસી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો છે..’ ગર્ગે ક્લિન્ટનની નજીક જઈને કાનમાં કહ્યું.

“જે હોય એ ચાલો આપણે તપાસકરીએ..’ ક્લિન્ટન ધીમેથી બોલ્યો. એમનાથી થોડે દૂર ઉભા રહેલા જ્યોર્જે બન્નેને ગુપસુપ કરતા જોઈને ચૂપ રહેવાનો ઇસારો કર્યો અને પાછળ આવવાનો સંકેત કર્યો.

  ધીમેથી ત્રણેય આગળ વધ્યા આ ઝૂંપડી પાસે આવીને ઉભા રહ્યા. ક્યાંય દરવાજો હોય એવું દેખાયું નહીં એટલે જ્હોને લાકડાઓના કાણામાંથી અંદર ડોકિયું કર્યું. અંદરનું દ્રશ્ય જોઈને જ્હોન સ્તબ્ધ થઈ ગયો. એણે ક્લિન્ટન અને ગર્ગને પણ અંદર જોવા માટે ઇસારો કર્યો.

   ક્લિન્ટન અને ગર્ગે અંદર જોયું તો ઝૂંપડીની અંદર એક સ્વરૂપવાન યુવતી બેઠી હતી. એના હાથ ઝૂંપડીની અંદરના એક થાંભલા સાથે બંધાયેલા હતા.રડવાના કારણે એ યુવતીના ગાલ ઉપર અમૂક જગ્યાએ કાળા ડાઘ ઉપસી આવ્યા હતા. વાળ વિખેરાઈને મોંઢા ઉપર આવી ગયા હતા. એની આંખોમાં વધારે રડવાના કારણે લાલાશ ઉપસી હતી. રડવાના કારણે એના હોઠ ફફડી રહ્યા હતા. એનાથી થોડેક દૂર સળગી રહેલી મશાલનું અજવાળું એની આ દશાને પ્રદર્શિત કરી રહી હતી.

જ્હોને આજુબાજુ નજર ઘુમાવી પણ કોઈ દેખાયું નહીં પછી એણે ક્લિન્ટન અને ગર્ગને ઝૂંપડીના લાકડા તોડીને અંદર ઘુસવાનો ઇસારો કર્યો. તરસના કારણે બેબાકળા બનેલા ક્લિન્ટને થોડીક જ વારમાં ઝૂંપડીના લાકડા તોડીને અંદર જવાનો રસ્તો કરી લીધો. પછી ત્રણેય ઝૂંપડીની અંદર ઘુસ્યા અને પેલી યુવતીની બાજુમાં મોટા પાત્રમાં પાણી હતું એ પી ગયા અને પછી ત્યાં જ બેસી ગયા.

      આમ અચાનક ઝૂંપડીના લાકડાઓ તોડીને  અને ત્રણ માણસો અંદર ઘૂસી આવ્યા એટલે પેલી યુવતી હેતબાઈ ગઈ એ ડરના લીધે કંપવા લાગી. એ ફાટી નજરે આ ત્રણેય સામે જોઈ રહી. ક્લિન્ટને પહેલા ગર્ગ અને જ્હોન સામે જોયું અને પછી એણે એ યુવતી સામેં જોયું.  એણે યુવતી સામે જોઈને શાંત રહેવાનો ઇસારો કર્યો.

“અરે ડરો નહીં અમે તમારા મિત્રો છીએ..’ ક્લિન્ટને એ યુવતીને કહ્યું.

ક્લિન્ટનનો અવાજ સાંભળીને એ યુવતીના મોંઢા ઉપરથી ડરની રેખાઓ થોડીક ગાયબ થઈ. પણ હજુ પણ એના શરીરનું કંપન ચાલુ હતું.

“તમે ગભરાઓ નહીં અમે તમને મુક્ત કરાવવા માટે આવ્યા છીએ..’ આમ કહીને ક્લિન્ટન એ યુવતીની નજીક ગયો અને એના હાથના બંધનો છોડી નાખ્યા.

પેલી યુવતીને હજુ આ ત્રણેય ઉપર વિશ્વાસ ના હોય એવી રીતે એ ત્રણેય સામે ડરભરી નજરે તાકી રહી. એના નિદોષ ચહેરા ઉપર ડરના વાદળો છવાયેલા જોઈને પીટરને એના પ્રત્યે સહાનુભૂતિ ઉત્પ્ન્ન થઈ.

કોણ છો તમે..?  માંડ માંડ પેલી યુવતીના ગળામાંથી ધ્રુજતા અવાજે આટલા શબ્દો નીકળ્યા.

“અમે અમારા ખોવાયેલા સાથીદારોની શોધમાં નીકળ્યા છીએ.  મારું નામક્લિન્ટન છે અને આ મારા બન્ને સાથીદારો  જ્હોન અને ગર્ગ..’ ક્લિન્ટને જ્હોન અને ગર્ગ તરફ ઇસારો કરીને ત્રણેયનો પરિચય આપ્યો

ક્લિન્ટનના અવાજ ઉપરથી એ યુવતીને થોડોક ભરોષો બેઠો.

પણ તમે કોણ છો અને આ નિર્જન પ્રદેશમાં આવી રીતે બંધાયેલી અવસ્થામાં..?  ક્લિન્ટ પેલી યુવતીની આંખમાં જોઈને ફરીથી બોલ્યો.

   ક્લિન્ટને આટલું પૂછ્યું ત્યાં તો એ યુવતીની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. અને પછી એ એકદમ દોડીને ક્લિન્ટનને ભેંટી પડી. ક્લિન્ટનને પહેલા તો શું કરવું એ સમજાયું નહીં અને પછી એણે વાત્સલ્યથી એ યુવતીના માથા  ઉપર હાથ ફેરવ્યો. પેલી યુવતી થોડીક વાર ક્લિન્ટનને ભેંટીને રડતી રહી.

“મને પણ તમારી સાથે લઈજાઓ..  તમે કહેશો એ હું કરીશપણ આ કેદમાંથી મને મુક્ત કરાવો..’ પેલી યુવતી રડતાં રડતાં બોલી.

“હા લઈ જઈશું પણ તમે પહેલા તમારું નામ તો બતાવો અને તમને અહીંયા કોણે કેદ કર્યા એ તો કહો..’ ક્લિન્ટન એના માથે હાથ ફેરવીને આશ્વાશન ભર્યા અવાજે બોલ્યો.

“મારું નામ મેરી છે..  આગળની વાત પછી કહીશ.. હમણાં ચાલો આપણી પાસે સમય નથી જો એ લોકો આવી ગયા તો આપણે બધા મુસીબતમાં મુકાઈ જઈશું..’ પેલી યુવતીએ આંસુ લૂછતા બોલી.

   પેલી યુવતીની વાત સાંભળીને ગર્ગ અને જ્હોન પણ ઉભા થયા અને ઝડપથી ઝૂંપડીની બહાર નીકળ્યા.  એમની પાછળ ક્લિન્ટન મેરીનો હાથ પકડીને બહાર આવ્યો. જતાં જતાં એમણે ઝૂંપડીમાં સળગતી મશાલ બુઝાવી દીધી. પહેલા ત્રણ જણા હતા હવે નવા સાથીદાર તરીકે મેરી મળી એટલે ચાર જણા થઈ ગયા.

  આકાશ સ્વચ્છ હતું. આકાશમાં ચંદ્રનો ઉદય થઈ ચુક્યો હતો.  એટલે ચંદ્રની ઝંખી રોશની આગળ વધવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.  ક્લિન્ટન , મેરી , જ્હોન અને ગર્ગ ચારેય જણા ઘાસના મેદાનને પાર કરીને હવે પહાડી પ્રદેશ તરફ આગળ વધી રહ્યા હતા.  ક્લિન્ટન મેરીનો હાથ પકડીને ચાલી રહ્યો હતો એટલે એણે એના ખભાથી રાઇફલ ઉતારીને ગર્ગને સોંપી દીધી હતી. ક્લિન્ટન અને મેરી એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા એ જોઈને ગર્ગ અને જ્હોન એકબીજા સામે જોઈને છૂપું હસી લેતા હતા.

“મેરી હવે તો કહો તમને અહીંયા કેદ કોણે કર્યા અને તમે ક્યાંના રહેવાસી છો..?   ક્લિન્ટને ચાલતા ચાલતા મેરીને પૂછ્યું.

“હું કેરો શહેરની રહેવાશી છું. મારા પિતાજી હાથીદાંતના મોટા વેપારી છે.. થોડાક દિવસ પહેલા મારા પિતાજી એમના સાથીદારો સાથે આ જંગલમાં હાથીદાંતની શોધમાં આવ્યા હતા. હું અને મારા પિતાજીના દોસ્તનો દીકરો રોબર્ટ પણ બધાની સાથે જંગલમાં આવ્યા હતા. મને હાથીના બચ્ચાઓ ખુબ ગમતા હતા.  રોબર્ટે મને હાથીના બચ્ચા બતાવવાની લાલચ આપીને બધાથી છૂટી પાડી. પણ મને એના ખોટા ઈરાદાની ખબર નહોતી. પછી એણે મને આ આ ઝૂંપડીમાં કેદ કરી લીધી.  અને લગ્ન કરવા માટેનું દબાણ કરવા લાગ્યો. પણ હું માની નહીં.. એટલે એણે મને કહ્યું કે તું જયારે લગ્ન કરવાની હા પાડીશ ત્યારે ને તને અહીંથી મુક્ત કરીશ.. આજે એ એના સાથીદારો સાથે નજીકના શહેરમાં ગયો છે.. પણ જ્યારે એ આવશે ત્યાં સુધી આપણે ઘણા દૂર નીકળી જઈશું..’ મેરીએ પોતાના દુઃખની દાસ્તાન કહી સંભળાવી.

“ઓહહ.. દુઃખદ..’ ક્લિન્ટને મેરીની વાત સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું.

“ક્લિન્ટન પાછળ તો જો.. આપણે જે ઝૂંપડીમાં હતા એ કદાચ સળગી રહી છે..’ ગર્ગે દૂર સળગી રહેલી ઝૂંપડી તરફ હાથ લાંબો કરીને કહ્યું.

  ક્લિન્ટન , મેરી અને જ્હોને પાછળ જોયું તો દૂર ધુમાડાના ગોટાઓ આકાશમાં ઉપર ચડી રહ્યા હતા.અને આજુબાજુના અગ્નિની લાલાશ સ્પષ્ટ પણે અહીં સુધી દેખાઈ રહી હતી.

“મને લાગી રહ્યું છે કે રોબર્ટ એના સાથીદારો સાથે આવી ગયો હશે અને એણે મને ઝૂંપડીમાં નહિ જોઈ હોય એટલે ગુસ્સે ભરાઈને ઝૂંપડીને સળગાવી મૂકી હશે..’ મેરી ચિંતામિશ્રિત અવાજે કહ્યું.

“હા.. એવું જ બન્યું હશે આપણે ઝડપ કરવી પડશે નહિતર એ લોકો આપણને પકડી પાડશે..’ ક્લિન્ટન બધા સામે જોઈને બોલ્યો અને મેરીનો હાથ પકડીને એ પહાડી પ્રદેશ તરફ ચાલવા લાગ્યો. ગર્ગ અને જ્હોન પણ સળગતી ઝૂંપડી તરફ એક નજર નાખીને ક્લિન્ટન અને મેરીની પાછળ ચાલવા લાગ્યા.

(ક્રમશ)


3 Comments
 1. મહેશ પટેલ says

  રસપ્રદ…waiting ભાગ-4

 2. Khyati Parmar
  Khyati Parmar says

  Nice…

 3. Urmi Chauhan
  Urmi Chauhan says

  Nice….

Leave A Reply

Your email address will not be published.