કોફી થી ચા સુધીની સફર (ભાગ-9)

0 304

( નમસ્કાર, મિત્રો આ વખતે મે થોડું વધારે જ મોડું કરી દીધું છે એ બદલ માફ કરજો. મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે ચાહતને આરીફ ફલેટના પગથિયે જ મળે છે અને ફોન કરવાનું કહે છે ચાહત ઘરે આવીને આરીફના ફોન પણ કરે છે. એ બંને વાત કરતા હોય છે ને આરિફની પત્નીને ખબર પડી જાય છે. તો હવે તે શું કરે છે તે જોઈએ આગળના ભાગમાં….)

 

 

આરીફની પત્નીને જાણ થતા તે ગુસ્સે ભરાય જાય છે. પણ, એ આરિફને કોઈ વાત નથી કરતી કે નથી આરીફના ઘરે પણ કોઈ વાત કરતી. એ જઈને આ વાત ચાહતની મમ્મીને કહે છે. આવાત સાંભળીને ચાહતના મમ્મી ખૂબ ગુસ્સે ભરાય જાય છે. અને ચાહત જેવો ઘરમાં પગ મૂકે છે કે તરત જ એનો વારો પાડી દે છે. ચાહતને એનવમામમી ખૂબ ખીજાય પણ છે અને મારે પણ છે. અને કહે છે કે,

 

 

ચાહતના મમ્મી: ” દર વખતે ચાહત તારો જ કેમ વાંક આવે છે..? વાત તો તમે બંને કરો છે ને..?? તો કેમ એનો કોઈ વાંક નથી આવતો..? મને જ આરીફના ઘરેથી કેમ એવું સાંભળવા મળે છે કે ચાહત જ આરીફને ફોન કરીને હેરાન કરે છે. આરીફ તો ખૂબ ડાયો અને સીધો છોકરો છે.

( આ બધું સાંભળીને ચાહત કંઇ બોલતી નથી. અને ચૂપચાપ બેઠી રહે છે અને વિચારે છે કે બધામાં મારો જ વાંક નથી આવતો. એ વાતમાં કોઈ શક નથી કે આરીફે પણ મારા માટે થઇને મારા નાના ભાઈની ગાળો ખાધેલી છે. અને મારું આખું ઘર આરીફને ન બોલવાની વાત પણ બોલે છે જે એણે ફક્ત મારા માટે સાંભળ્યું છે. )

 

 

થોડા દિવસ બાદ ચાહતનાના મમ્મી ચાહતને લગ્ન માટે ખૂબ દબાણ કરવા લાગ્યા. ત્યારે ચાહતે ગુસ્સામાં આવીને એવું કહી દીધું હતું કે તમને જે છોકરો ગમે એની સાથે નક્કી કરી લ્યો, હું એની સાથે લગ્ન કરી લઈશ. અને ત્યારબાદ શરૂ થયા છોકરા જીવન કાર્યક્રમો એક પછી એક છોકરો જોવા આવે. હું એમની માહિતી અને ફોટો જોતી. સાત જેટલા છોકરા જોયા પણ ઘરે કોઈને એક પણ ગમ્યો નહિ. પણ, એમાં ક્યારેક એવું થતું કે છોકરાવાળા હોવા આવવાના છે એવું હું ક્યારેક આરિફને કહેતી તો આરીફ એમ જ કહેતો જોજે એ લોકો તને ના જ પાડશે. અને તારું નક્કી નહિ જ થાય.

 

 

( તો શું આરીફ છોકરાને ના પાડવાનું કહેતો હશે..??? કે એ ખાલી અનુમાન જ લગાવતો હશે..??? અને કહેતો હોય તો એ શું કામ આવું કરે છે..?? શું એને લગ્ન કરવા હશે ચાહત સાથે..??? કે બીજું કોઈ કારણ હશે..?? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે જોડાયેલા રહો ને આ સફરનો દિલચસ્પ અંત માણવા મટે તૈયાર રહો. બહુ જલદી જ આપણી આતુરતાનો અંત આવશે.)

( ક્રમશઃ)

Leave A Reply

Your email address will not be published.