(આગળના ભાગમાં આપણે જોયું કે, ચાહત એના ઘરે બધાંને મનાવવાની ઘણી કોશિશ કરે છે પણ કોઈ આ સંબંધ માટે માનતું નથી. તો પણ ચાહત હજુ આરીફ સાથે બોલતી જ હોય છે. ઘણીવાર ચાહત આરીફ સાથે વાત કરતી હોય અને એના મમ્મી આવી જાય છે.)
ચાહતની મમ્મી ફોન શરૂ હોય ને જ ચાહત પાસેથી લઈને આરીફ સાથે વાત કરે છે અને પૂછે છે કે હજુ શું કામ વાત કરો છો….???? તો આરીફ કહે છે કે મે ફોન નથી કર્યો ચાહત મને ફોન કરે છે. આ સાંભળીને ચાહતને એના મમ્મી ઘણું ખીજાતા. અને ચાહતને પણ આ જવાબ સાંભળીને ઘણું દુઃખ થતું હતું. કારણકે, બંને પોતાની મરજીથી જ વાત કરતા હતા. પણ, છતાં એ આરીફને પ્રેમ કરતી હોવાથી એમ જ વિચારતી કે હશે એ જે કહે એ જ સાચું.
જોત – જોતામાં ચાહતની પહેલા વર્ષની વાર્ષિક પરીક્ષા આવી ગઈ. પણ ઘરેથી ચાહતને આ પરિક્ષા આપવાની ના પાડતા હતા અને નોકરી પણ છોડી દેવા માટે દબાણ કરતા. પણ ચાહતે નોકરી ન છોડી બસ ખાલી બે – ત્રણ દિવસની રજા લઈ લીધી. ત્યારે ચાહતનું મગજ ખૂબ દુઃખી થઈ જતું. અને એ વિચારતી કે મે અલ્લાહ પાસે અત્યાર સુધી કશું જ નથી માંગ્યું. અને અત્યારે જે માંગ્યું એ મને મળી તો ગયું પણ એ મારા નસીબમાં નથી. આ બધું થયા બાદ ચાહતે આરીફ સાથે ખાલી એક જ વાર વાત કરી હતી, ત્યારબાદ ચાહતે આરીફ સાથે વાત કરવાનું બંધ કરી દીધું.
ચાહતે પરિક્ષા ઘરે બધાંને માનવીને આપી દીધી. ત્યારબાદ વેકેશન આવતા જ ચાહતે એક ડાયરી લીધી. જેમાં એ આરીફ વિશે લખતી અને આરીફને યાદ કરતી. ચાહતને આરીફ પર પોતાના કરતા પણ વધુ વિશ્વાસ હતો. અને ચાહતે આરીફને કહ્યું પણ હતું કે હું તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહિ કરું. તો આ બાજુ આરીફે ચાહતને કહ્યું ન હતું પણ ચાહતને વિશ્વાસ હતો કે આરીફ મારી સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહિ જ કરે.
( પણ, શું થશે આ વિશ્વાસનું ….????? શું ચાહત આરિફની રાહ જોવે છે એમ આરીફ પણ ચાહતની રાહ જોતો હશે…???? કે એ બીજા સાથે લગ્ન કરી લેશે…???? ચાહતને જે આરીફ પર વિશ્વાસ છે એ સાચો પડશે કે ખોટો…???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો અને a સફરની મજા માણતા રહો.)
(ક્રમશઃ)