કોફી થી ચા સુધીની સફર (ભાગ-6)

( આગળના ભાગમાં આપણે જોયું કે આરીફ અચાનકથી સગાઈ કરી લે છે. ત્યારબાદ ચાહતને તે મેરેજનું પૂછે છે તો ચાહત થોડી ગુસ્સે થાય છે અને ફોન મૂકી દે છે. આરીફના લગ્નના બે દિવસ પહેલા જ ચાહત આરીફનો અવાજ સાંભળવા ફોન કરે છે તો આરીફ ચાહતને કહે છે ચાલ બંને ભાગી જઈએ.)

ચાહત: ” ના રે, એવું હું ન કરી શકું. મારી પાછળ મારી બે બહેનો અને ભાઈ છે અને બધા મારાથી નાના છે હું આવું પગલું ન ભરી શકું.”

ત્યારબાદ ચાહતે આટલું કહીને ફોન મૂકી દીધો. અને વિચારે છે કે આરીફે કશ મારી રાહ જોઈ હોત તો બંને સાથે હોત. પણ, મને અફસોસ છે કે આરીફ મારી રાહ ન જોઈ શક્યો અને આ વાતનો અફસોસ મને જિંદગીભર રહેશે. ખબર નહિ આરીફને આ વાતનો અફસોસ થતો હશે કે નહિ.

 

આરીફના લગ્ન બાદ ચાહત આરીફને મહિનામાં એક વાર જ ફોન કરતી. આરીફ પણ ચાહત સાથે ખૂબ સારી રીતે અને પ્ટમથીવાત કરતો. અને ચાહત બસ આટલાથી જ ખૂબ ખુશ રહેતી કે ચલો સાથે નથી તો કંઇ નહિ પણ એનો અવાજ તો સાંભળવા મળે છે એની સાથે ફોનમાં વાતો તો કરી શકાય છે. આ વાતથી જ ચાહતને સંતોષ હતો.અને ચાહતે પોતાના ઘરે પણ કહી દીધું હતું કે મારે લગ્ન નથી કરવાં.

થોડા સમય પછી એક વખત ચાહતે કોલેજમાંથી આરીફને દર વખતની જેમ ફોન કર્યો તો આરીફ થોડો ઉદાસ હતો. તો ચાહતે પૂછ્યું શું થયું..??? તો આરીફે કહ્યું કે મારી પત્ની રિસાઈને પિયર ગઈ છે અને જિંદગી પણ થોડી થોડી ખરાબ ચાલી રહી છે અને થોડા થોડા પ્રશ્નો પણ જિંદગીમાં છે. આથી, આરીફ પૂછ્યું તુ મને મળવા આવી શકીશ…??? આપણે થોડી વાતો કરીએ.

 

( તો મિત્રો શું જવાબ હશે ચાહતનો….????? શું ચાહત મળવા જશે….??? અને મળવા જશે તો શું કામ…???? અને નહિ જાય તો શું કામ…???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ અનોખી અને રોમાંચક સફરમાં જોડાયેલા રહો.)

Leave a Reply