(આગળના ભાગમાં આપણે જોયું કે, આરીફના લગ્ન પછી પણ બંને વાત કરતા હોય છે અને આ જ કરણના લીધે આરીફ અને એની પત્ની વચ્ચે ઝઘડો થાય છે અને આ જોઈને ચાહત વિચારે છે કે હવે માટે આરીફ સાથે વાત નથી કરવી જો આરીફની જિંદગીમાં જો મારા લીધે કોઈ તકલીફ આવે એ મને ન ગમે એ અત્યારે એની જિંદગીમાં ખુશ છે તો માટે એનાથી વિશેષ શું જોઈએ આથી ચાહત આરીફ સાથે વાત કરવાનું બંધ કરી દે છે.)
થોડા દિવસ બાદ આરીફ એની બહેનને પૂછે છે કે ચાહત કેમ મને ફોન નથી કરતી…?? અને આ વાત આરીફની બહેન ચાહતને કહે છે. અને એટલે ચાહત વિચારે છે કે આરીફ મર ફોનની રાહ જોવે છે એ મને ગમ્યું. આથી, ચાહત આરીફને ફોન કરે છે અને બંને ઘણી બધી વાતો કરે છે કેમ છો…?? કેમ નહિ અને પછી આરીફ એના ધંધાની વાતો કરે છે. અને ત્યારબાદ અચાનક જ આરીફ પૂછે છે. ” શું કરે છે તું અત્યારે..??? આટલા બધા માંગા આવે છે તો તું ક્યારે લગ્ન કરીશ…??” આ સાંભળીને ચાહતને બહુ ખરાબ લાગ્યું આથી એણે ફોન કાપી નાખ્યો અને પછી વિચારે છે કે, ” એને ખબર છે કે એ જ મારી શક્તિ છે એક પ્રકારની એની સાથે વાત કરવાથી જ મને એક અલગ પ્રકારની ખુશી અને શાંતિ મળે છે અને એ જ વ્યક્તિ મને આવું પૂછે છે..???”
ત્યારબાદ ઘણા દિવસો સુધી ચાહતે આરીફ સાથે કોઈ વાત ન કરી. અને આરિફનો પણ કોઈ ફોન ન આવ્યો. એક દિવસ અચાનક જ ચાહત એના ફલેટના દાદરા ચડીને એના ઘરે જતી હતી અને આરીફ સામો મળ્યો આરીફે કહ્યું, “ચાહત ફોન કરજે.” ચાહતે ઓકે કહ્યું. અને ઘરે ગયા બાદ ચાહત વિચારે છે કે કેમ ફોન કરવાનું કહ્યું હશે..??? કોઈ તકલીફ હશે કે એમ જ મારી યાદ આવી હશે..??? આમ વિચાર કરતા કરતા જ ચાહત આરીફને ફોન કરે છે. બંને ફોન પર વાત કરતા જ હોય છે અને આ વાતની જાણ આરીફની પત્નીને થઈ ગઈ.
( ઓહ! આટલું મોટું ટ્વીસ્ટ તો હવે શું થશે મિત્રો…????
આરીફની પત્ની શું ફોન પર જ ચાહત સાથે વાત કરશે આરીફ પાસેથી ફોન લઈને…???? કે પછી ચાહતના ઘરે જઈને એની સાથે ઝઘડો કરશે…?? કે એ આરીફના ઘરે અને
ચાહતના ઘરે જાણ કરશે..??? કે એ પોતે આ વાતના લીધે રિસાઈ જશે .??? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો.)
(ક્રમશઃ)