જીન – પ્રેમ નો સોદો (ભાગ-1) :-

ભાગ્યે જ આ દુનિયા માં કોઈ એવું હશે જે જીન વિશે નઈ જાણતું હોય !  જીન મિત્રો તમે ચાહો એટલી ઊંચાઈ સુધી તમને લઈ જઈ શકે છે, પણ એના બદલા માં એ સોદો કરે છે ! પણ તમે જીન નો સોદો પૂરો ના કરો ત્યારે એ બદલો પણ લે છે. તો આવો એક નવા જ અંદાજ સાથે ” જીન – પ્રેમ નો સોદો ” જેમાં દર્દ અને બદલા થી ભરેલી જીન ની પ્રેમ કહાની જોઈએ , જ્યાં કશું જ કાલ્પનિક નથી. 

                        ” જીન – પ્રેમ નો સોદો “

આજથી 7000 વર્ષ પહેલા ની વાત છે જ્યારે અરબ ની એક જીલ ની અંદર એક કાળો જીન રહેતો હતો ! આ જીન વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. એ સમયે બલરાજ ને અમીર બનવાની લાલસા જાગે છે ને એ અમીર બનવા માટે એક ખોટો રસ્તો પકડે છે. આ રસ્તો હતો જીન નો ! કશુજ વિચાર્યા વગર એ જીન પાસે જવા માટે રવાના થઈ જાય છે.

બલરાજ જીલ ની નજીક પોહચી ને કાળા જીન ને બોલાવે છે. આખરે કાળો જીન આવી જાય છે ! ને આ લાલસા માં અંધ બનેલો બલરાજ અમીર બનવાની માંગણી જીન પાસે કરી લે છે. પણ બદલામાં જીન બલરાજ પાસે કંઇક એવું માગી લે છે જેનાથી બલરાજ ના પગ નીચેથી જમીન ખસી જાય છે! પણ જીન એ એવું તો શું માગ્યું હતું બલરાજ પાસે ? આખરે બલરાજ અમીર બનવાની લાલસા માં જીન સાથે સોદો કરી લે છે! આ સોદો બલરાજ ની આખી પેઢી બરબાદ કરી નાંખવાનો હતો! પણ બલરાજ ને પોતાની અમીરી આગળ એ સમયે કંઈપણ દેખાયું નઈ ! જીન સાથે ના સોદા ની વાત થી અજાણ હતો બલરાજ નો પરિવાર ! પણ શું બલરાજ ની અમીર બનવાની લાલસા બરબાદ કરી દેશે 7000 વર્ષ પછી પણ તેના પરિવાર ની જિંદગી ? જીન નો છાયો હવે 7000 વર્ષ પછી અહિવ ની જિંદગી માં આવી રહ્યો હતો પેલો સોદો. પૂરો કરવા માટે.

રામભાઈ નો હસતો ખેલતો પરિવાર અમીરી ના જલ્સા માણી રહ્યો હતો ! રામભાઈ પોતાની પત્ની લીલાબેન અને બે બાળકો અહિવ અને અવનિ સાથે રહેતો હતા ! બહુ ખુશ હતો આખો પરિવાર કેમકે કોઈ બાજુ થી એમને કમી નોહતી ! અહિવ અને અવનિ ખૂબ જ લાડ કોડ થી મોટા થયા હતા ! પણ હવે આ ખુશીયો ગ્રહણ લાગવાની આરે હતી. 7000 વર્ષ પહેલા બલરાજ એ કરેલા સોદા ને પૂરો કરવા માટે હવે જીન આવી રહ્યો હતો ! પરંતુ આ વાત થી અંજાન રામભાઈ નો પરિવાર પોતાના લાડલા દીકરા અહિવ ના જન્મદિવસ ની ઉજવણી માટે તૈયારી કરી રહ્યો હતો ! પણ આ જન્મદિવસ રામભાઈ ના પરિવાર માટે માતમ ઊભો કરવાનો હતો. બલરાજ નો કરેલો સોદો હવે અહિવ જિંદગી લૂંટાવી ને પૂરો કરવો પડે તેમ હતો.

Advertisement

અહિવ ના જન્મ ની ઉજવણી બસ શરૂ થવાની આરે જ હતી ! તો બીજી તરફ રામ ની હવેલી તરફ કાળા વાદળો છવાઈ જવા માટે આગળ વધી રહ્યા હતા ! એક તરફ કેક અહિવ તરફ આગળ વધી રહી હતી તો બીજી તરફ કાળો જીન ! અહિવ ની નજીક કેક આવી ગઈ હતી ને કેક ઉપર લખ્યું હતું ” Happy 21st birthday Ahiv “. હા આ અહિવ નો 21 મો જન્મદિવસ હતો ! આજે પૂરા ચંદ્ર ની રાત ની સાથે ચંદ્રગ્રહણ પણ હતું , જેના લીધે જીન સર્વશક્તિમાન બની ગયો હતો. બલરાજ એ કરેલો સોદો હવે જીન 7000 વર્ષો પછી પૂરો કરશે! એવું બલરાજ એ દૂર દૂર સુધી વિચાર્યું પણ નોતું !

ઠીક આઠ વાગી ગયા હતા; ને કેક અહિવ ના આગળ જ હતી ! કેક ઉપર હવે મીણબત્તી જલાવવામાં આવી ને થોડી વાર પછી અહિવ એ મીણબત્તી ને ફૂંક મારી ! પછી અહિવ એ કેક કાપી ને આખા પરિવાર ને એક પછી એક ખવડાવી. અહિવ નો પરિવાર આજે ખૂબ જ ખુશ હતો , પણ આ ખુશી હવે ખાલી 3 કલાક ની જ મહેમાન હતી ! કેમકે ઠીક 12:01 મિનિટ એ ચંદ્ર ને સંપૂર્ણ ગ્રહણ લાગી જવાની તૈયારી માં હતું ! જીન નામની મુસીબત અહિવ સુધી આવી રહી છે એ વાત થી અંજાન અહિવ નો પરિવાર તેનો જન્મદિવસ ધૂમધામથી મનાવી રહ્યો હતો ! 

બરાબર રાત ના 11:30 થઈ ગઈ હતા, ને ચંદ્રગ્રહણ પર હવે શરૂ થઈ ગયું હતું ! બીજી તરફ અહિવ ને મહેમાનો ગિફ્ટ આપી નીકળી રહ્યા હતા ! હવે રામભાઈ નો પરિવાર અને થોડા મહેમાનો હતા, જે સવારે રવાના થવાના હતા. 11:45 થઈ ચૂકી હતી ને રામની હવેલી ઉપર કાળા જીન ના કાળાં વાદળાં છવાઈ ગયાં હતાં. હવે જીન બઉ દૂર નોતો પણ આ વાત થી અંજાન રામભાઈ નો પરિવાર દીકરાને લાડ લડાવવામાં લાગેલો હતો ! દીકરો 21 વર્ષ નો થયો એટલે રામ એ તેના જન્મદિવસ ઉપર મર્સિડીઝ કાર તેને ઉપહર માં આપી દીધી ! અને પોતાની ડ્રીમ કાર જોઈને અહિવ ની ખુશી સાતમે આસમાન સુધી પોહચી ગઈ! પણ આ ખુશી હવે ક્યાર સુધી ?
ઘડિયાળ માં હવે 12 ના ટકોરા પડવામાં 2 જ મિનિટ ની વાર હતી ! રામ ભાઈ નો પરિવાર પણ આજે ખૂબ જ થાકી ગયો હતો. એટલે હવે એ મહેમાનો અને પોતાના પરિવાર સાથે સુવા માટે જાય છે. રામભાઈ અને તેમની પત્ની લીલાબેન પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા ને તેમની નજર અચાનક જ પોતાના દીકરા અહિવ ઉપર પડે છે.
અહિવ આજે બહુ જ ખુશ હતો કેમકે તેને પોતાની ડ્રીમ કાર રામભાઈ એ ગિફ્ટ માં આપી દીધી હતી. પોતાના દીકરાને આટલો ખુશ જોઈ રામભાઈ અને લીલાબેન અહિવ ના રૂમ માં જાય છે કેમકે દરેક વાર ની જેમ અહિવ ના જન્મદિવસ ઉપર રામભાઈ અને લીલાબેન દીકરા સાથે જ પોતાની રાત પ્રસાર કરવા માગતા હતા ! ઘડિયાળ માં બરાબર હવે 12 ના ટકોરા પડી ગયા હતા ! જીન પણ રામ ભાઈ ની હવેલી સુધી આવી ગયો હતો ! આ વાત થી અંજાન રામભાઈ અને લીલાબેન દીકરા અહિવ ના માથા ઉપર હાથ ફેરવી રહ્યા હતા ! ચંદગ્રહણ પણ હવે સંપૂર્ણ થવામાં બસ 10 સેકન્ડ બચ્યા હતા. રામભાઈ અને લીલાબેન પાસે તેમનો અહિવ પણ હવે 10 સેકન્ડ જ હતો .

જીન રામભાઈ ની હવેલી ની અંદર આવી ગયો હતો ! હવે બસ 10-9-8-7-6-5-4 તેમ તેમ સેકન્ડ વીતતા જતા હતા, ને જીન હવે અહિવ ના રૂમ સુધી પોહચી ગયો હતો. 3-2 ને હવે 1 જ સેકન્ડ બચ્યો હતો ને જીન અહિવ પાસે પોહચી ગયો હતો ! ધીરે ધીરે તે પોતાનો હાથ આગળ કરી રહ્યો હતો ને ચંદ્રગ્રહણ થઈ જાય છે , ને જીન હવે સર્વ શક્તિમાન બની ગયો હતો !

   * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આગળ શું થશે ? આજથી 7000 વર્ષ પહેલાં શું સોદો કર્યો હતો બલરાજ એ ! જે આજે અહિવ નું આજ ખરાબ કરી રહ્યો છે ? આ બધા પ્રશ્નો ના જવાબ આગળ ના ભાગ માં !

અંકિત ચૌધરી અંત

Leave a Reply