જીન – પ્રેમ નો સોદો – ભાગ 2

ભાગ :- 2 અહિવ પર જીન નો છાયો

ચંદ્રગ્રહણ સંપૂર્ણ થઈ ચૂક્યું હતું, તો બીજી તરફ જીન પણ રામભાઈ ની હવેલી માં પોતાનો 7000 વર્ષ જૂનો સોદો પૂરો કરવા માટે આવી ગયો હતો ! જીન ધીરે ધીરે અહિવ ના કક્ષ તરફ આગળ વધી રહ્યો હતો. આ વાત થી બેખબર રામભાઈ અને લીલાબેન પોતાના વલ્સોયા દીકરા ને લાડ લડાવવામાં લાગેલા હતા. જીન ધીરે ધીરે અહિવ ના રૂમ સુધી પોહચી ગયો હતો. હવે જીન પોતાનો હાથ અહિવ તરફ લાંબો કરવા જ જઈ રહ્યો હતો ! કેમકે કાળો જીન અહિવ ને પોતાની સાથે લઈ જવા માટે જ રામભાઈ ની હવેલી માં આવ્યો હતો.

અહિવ આજે વધારે પડતો ખુશ હતો. લીલાબેન અને રામભાઈ પોતાના દીકરા અહિવ ના માથા ઉપર પોતાના હાથ ફેરવી રહ્યા હતા. જીન નો ત્રીજો હાથ પણ અહિવ તરફ આગળ વધી રહ્યો હતો. જીન નો હાથ હવે અહિવ ના શરીર સુધી પોહચી ગયો હતો ; પણ એ અહિવ ને હાથ પણ ના લગાવી શક્યો ! ફરીવાર એ પોતાનો હાથ અહિવ તરફ લંબાવે છે પણ ફરીવાર પણ કાળો જીન અહિવ ને હાથ લગાવી શકતો નથી. અહિવ પાસે માતા પિતા નામની શકતી હતી , જેની આગળ સર્વશક્તિમાન બનેલો આ કાળો જીન પણ નાકામ હતો.

આ વખતે તો કાળો જીન અહિવ ને હાથ પણ ના લગાવી શક્યો ! પરંતુ કાળો જીન હાર માને એમ નોહતો ! કાળો જીન ફરી આવશે ! બલરાજ ની 7000 વર્ષ પહેલા કરેલી ભૂલ અહિવ ની જિંદગી માટે સજા બની જવાની આરે જ હતી. થોડી વાર પછી રામભાઈ અને લીલાબેન ની આંખ લાગી જાય છે ને તે બંને અહિવ પાસે જ સૂઈ જાય છે.

આ વાત ને થોડા દિવસ વિતી જાય છે ! કાળા જીન નો પ્રકોપ ફરી એકવાર વધી રહ્યો હતો ! કાળા જીન ના કાળા વાદળો ફરી એકવાર રામભાઈ ની હવેલી ઉપર છવાઈ જવા ની તૈયારી માં હતા. પણ આ શું? અહિવ તો આજે એકલો ટ્રૅકિંગ માટે જઈ રહ્યો હતો ! એના ટ્રૅકિંગ નું સ્થળ હતું આ કાળા જીન ની જીલ પાસે આવેલો કાળો ડુંગર ! અહિવ ને જોઈને તો હવે એવું જ લાગતું હતું કે અહિવ સ્વયં જઈને જ આ કાળા જીન નો સ્વીકાર બની જશે ! અહિવ ને લઇ જવો એ કાળા જીન માટે પણ ઘણું અઘરું હતું.

લીલાબેન અને રામભાઈ ના આશીર્વાદ લઈને અહિવ ચાલી નીકળે છે. કાળા જીન ના કાળા વાદળો પૂરી રીતે અહિવ ની હવેલી ઉપર છવાઈ ચૂક્યા હતા , ને કાળો જીન પણ રાત્રે રામભાઈ ના ઘર સુધી આવી જવાનો હતો ; કેમકે આજે હતી અમાસ ની રાત ! ઘોર અંધારી રાત માં કાળો જીન અહિવ ના પરિવાર ને અંધકાર માં રાખી ને અહિવ લઈ જવા માગતો હતો. કાળો જીન એ વાત થી થોડો અજાણ હતો કે અહિવ ખુદ એની પાસે આવી રહ્યો હતો.

Advertisement 

અહિવ હવે 21 વર્ષ નો થઈ ચૂક્યો હતો ! એટલે બલરાજ ના કરેલા સોદા ને લીધે અહિવ ની અંદર પણ થોડી ઘણી શકતી ઓ તો આવી જ ગઈ હતી ! પણ આ વાત થી અજાણ હતો અહિવ. પોતાને મળેલી શક્તિ નો ઉપયોગ કઈ રીતે કરશે અહિવ ? એને તો ખબર જ નથી કે એ પણ એક જીન છે ! હા અહિવ 21 વર્ષ નો થતાં જ જીન બની ગયો હતો. કેમકે એના ઉપર કાળા જીન નો છાયો હતો એટલે જ અહિવ પણ જીન બની ગયો હતો! અહિવ ને ક્યારે ખબર પડશે કે એની પાસે પણ શક્તિ ઓ છે ? પણ કાળા જીન ના કાળા વાદળો અહિવ ની સાથે સાથે જ આગળ વધી રહ્યા હતા.

અહિવ જેવો જ હવેલી ઉપર થી નીકળે છે કે એ જ સમયે એક કાળી સાડી પહેરીને વિધવા આવે છે , આ વિધવા ઘણા જ તંત્ર મંત્ર જાણતી હોય છે. એને આકાશ માં જોતા જ ખબર પડી જાય છે કે આકાશ માં કાળા જીન ના કાળા વાદળો છવાયેલા છે. “ રોકી લો આને ! આના માથા ઉપર મોટી મુસીબત છે ! તું ના જા , રોકાઈ જા ! “ ત્યારે લીલાબેન થોડા ડરી જાય છે પણ રામભાઈ કહે છે કે “ આ પાગલ બુઢિયા ની વાતો માં તું ના આવ ! કોણ છે આ કાળો જીન ? મે તો પહેલા ક્યારેય નથી સાંભળ્યું કાળા જીન વિશે ! “ રામ ભાઈ પોતાની પત્ની નો ડર ઓછો કરવા માટે આ વાત કહી તો દે છે પણ એમના મન માં થોડો ડર તો ઊભો થઈ જ ગયો હતો ; કેમકે એમને થોડી ઘણી ખબર હતી જ આ કાળા જીન વિશે.

અહિવ આગળ આગળ ને કાળા જીન ના કાળા વાદળ એની પાછળ પાછળ. “ જોઈ લે મે કહ્યું હતું ને કે આ કાળા જીન ના કાળા વાદળ છે ! જો તારા દીકરા ની સાથે સાથે જ જઈ રહ્યા છે. બચાવી શકે તો બચાવી લે તારા દીકરાને કેમકે જીન પોતાનો સોદો પૂરો કરવા માટે આવી જ ગયો છે. બચાવી લે ! “ બુઢિયા ની વાત સાંભળીને રામભાઈ ઉપર આકાશ માં નજર કરે છે અને જોવે છે તો બુઢિયા ની વાત એમને સાચી લાગે છે. લીલાબેન તો રડવા જ લાગી ગયા હતા. એ પોતાના લાડકવાયા અહિવ ને કોઈ પણ શરતે ખોવા નોહતા માગતા. પણ શું કરે અહિવ ની કૉલેજ બસ આવી ગઈ ને અહિવ એમાં બેસી ને નીકળી ગયો ! હવે રામભાઈ અને લીલાબેન પાસે એક જ રસ્તો હતો કે પોતાના દીકરા ની સલામતી માટે ભગવાન પાસે દુઆ કરે ! પણ એની પહેલાં રામભાઈ અને લીલાબેન પોતાના લાડકવાયા ને ફોન કરવામાં લાગી જાય છે. અહિવ ફોન ઉપાડે છે “ હા પપ્પા બોલો ! હજુ મને ઘરે થી ગયે પાંચ મિનિટ પણ નથી થઈ; ને તમે અને મમ્મી મને મિસ કરવા લાગ્યા ! “ ત્યારે રામભાઈ ને કઈ બોલવાની હિંમત નોહતી !પણ ખાલી એટલું જ કહી શક્યા કે “ બેટા ધ્યાન રાખજે તારું, તને કઈ પણ એવું લાગે તો તરત જ મને ફોન કરી દેજે ! “ ત્યારે અહિવે “ ઓકે પાપા ! તમારું અને મમ્મી નો ખ્યાલ રાખજો. “ ને ફોન મૂકી દીધી.

રામ ભાઈ ના મનમાં એક સવાલ જાગે છે કે કાળો જીન પોતાના દીકરા અહિવ પાછળ કેમ પડ્યો છે ? આ વાત નો જવાબ લગભગ આ બુઢિયા આપી શકે એમ હતી. એટલે એ પેલી બુઢિયા ને પૂછી લે છે કે “ કાળો જીન છે કોણ ? અને મારા દીકરા અહિવ ની પાછળ કેમ પડ્યો છે ? જેટલું તમને ખબર હોય એટલું મને જણાવો ! “

હવે આગળ ના ભાગ માં……..

કોણ હતી આ બુઢિયા ? જે કાળા જીન ના સોદા વિશે જાણતી હતી ? શું હતો જીન નો સોદો ? જાણવા માટે બન્યા રહો મારી સાથે ! બધા જવાબ આગળ ના ભાગ માં !

whatsapp :- 9624265491

instagram :-. https://instagram.com/official_ankit_chaudhary_?igshid=scisnfzxcouy

Leave a Reply