નફરત થી પ્રેમ સુધી (ભાગ-2)

ક્લાસ પૂરો કરી બંને કેન્ટીન માં ગયા. નાસ્તા નો ઓર્ડર આપીને બંને પહેલા દિવસ ના અનુભવ વિશે વાત કરવા લાગ્યા. 
            થોડી જ વાર થઇ હતી ત્યાં સમીર ત્યાં આવી પહોંચ્યો. દરેક વખત ની જેમ કેન્ટીન માં ધમાલ મચાવી દીધી. કૃતિ આ બધું જોતી હતી, તેને આ બધું જરાય નહોતું ગમતું.તે ઉભી થઈને સમીર પાસે ગઈ અને કહ્યું, “તમને આ બધું કરીને શુ મળે છે, તમે કોલેજ માં આ બધું કરો છો જરાય સારુ નથી લાગતું” આટલુ કહ્યું ત્યાં સમીર નો ગુસ્સો વધ્યો અને ગુસ્સા માં બોલી ઉઠ્યો, “તને શુ છે?, તને મારાં માં બોલવાની જરૂર નથી, મને મારું કામ ખબર છે. તું તારું કામ કર. ”         

સમીર ના આવું બોલવા થી કૃતિ ને વધારે ગુસ્સો આવ્યો, પણ હવે તે એને ગુસ્સાથી નહિ પરંતુ પ્રેમ થી સમજાવવા માંગતી હતી. તેથી તે ત્યાંથી પોતાના કલાસરૂમ તરફ જવા નીકળી.      

Advertisement

અહીંયા ક્લિક કરીને આ ઉપરની સ્ટોરી વાંચો…   

કોલેજ નો દિવસ પૂરો થતા કૃતિ અને રીતુ ઘરે જવા નીકળ્યા.            ઘરે પહોંચતા જ કૃતિ ના મમ્મી એને પૂછવા લાગ્યા, “બેટા, આજનો દિવસ કેવો રહ્યો? મજા આવી કે નહિ?  ત્યાંનું વાતાવરણ કેવું હતું? ………… ” પણ કૃતિ એમના એક પણ પ્રશ્ન નો જવાબ આપ્યા વગર જ એના રૂમ માં જતી રહી.        

 તે બસ એક જ વિચાર કરતી હતી કે, “કોલેજ નું પ્રથમ વર્ષ અને એમાં પણ સિનિયર આવા મળ્યા. ” તે વિચારતી જ હોય છે કે જમવાનું તૈયાર થતા તેના મમ્મી એ તેને બોલાવી. કૃતિ જમવા માટે બેસી પણ તેનું મન નહોતું. તેની મમ્મી એ ઘણું પૂછ્યું પણ તેણે કોઈ જવાબ આપ્યો નહિ અને થોડું ખાઈને પછી એના રૂમ માં જતી રહી.          

 બીજી બાજુ સમીર વિચારતો હતો કે આજ સુધી કોલેજ માં એના આવા સ્વભાવ પર કોઈ બોલ્યું નથી અને આ વર્ષે જ આવેલી અને એક જ દિવસ માં તેને બોલી ગઈ.            

તે વિચારતા વિચારતા થાક ના લીધે સુઈ ગયો. સવાર ક્યારે થઇ એને કાંઈ ખબર જ ના પડી. તે જલ્દી જલ્દી તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો. આ બાજુ કૃતિ પણ નાસ્તો કરીને એની ફ્રેન્ડ રીતુ સાથે કોલેજ જવા નીકળી.             

આજે સમીર કાંઈ અલગ જ હતો. ના કોઈની સાથે ઝગડો ના કોઈનો મજાક. બસ એકલો એના વિચારમાં બેઠો હતો અને તેના લીધે કૃતિ નું પણ ધ્યાન નહોતું.કૃતિ અને રીતુ પોતાના કલાસ માં ગયા. કૃતિને અચાનક જ સમીર યાદ આવ્યો. હવે તેનું ભણવામાં ધ્યાન નહોતું. તેણે કોઈ પણ રીતે ક્લાસ પૂરો કર્યો. પછી કૃતિ અને રીતુ કેન્ટીન માં ગયા.    

      Advertisement

 કૃતિ ને લાગ્યું કે સવાર માં સમીરે કાંઈ કર્યું ન હોવાથી અત્યારે પણ કાંઈ નહિ કરે. પણ એ ખોટી હતી. સમીર પાછો એ જ સ્વભાવ થી કેન્ટીન માં આવ્યો અને ધમાલ મચાવી મૂકી. કૃતિ કાંઈ પણ વિચારે એ પહેલા જ સમીર તેના ટેબલ પર આવી પહોંચ્યો. રીતુ ને એ બધું ગમતું ન હોવાથી તે ત્યાંથી જતી રહી. કૃતિને આ બધું બહુ અજીબ લાગ્યું. તે થોડા સમય માટે કાંઈ વિચારી જ ના શકી.          

સમીર ગુસ્સા માં હતો. તેણે કૃતિ ને કહ્યું, “કાલે તે જે કીધું તે, પણ હવે તને છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી મારાં કામ માં બોલવાની જરૂર નથી. તું તારા કામ થી કામ રાખ નહિ તો પરિણામ ખરાબ આવશે. ”       

કૃતિ તો વિચારતી જ રહી ગઈ. એને આ બધું ગમતું નહોતું છતાં આ વખતે તે કાંઈ ના બોલી શકી માત્ર તેની વાત સાંભળતી રહી. 

(ક્રમશ:)

Leave a Reply